કોને શરણે ?

21 07 2014

આપણે સહુ પોતાની સુરક્ષા કાજે કોઈનું શરણું   હમેશા શોધતાં આવ્યા છીએ.

બાળક જ્ન્મે ત્યારે માતાની ગોદ એ તેના માટે સહુથી સુરક્ષિત સ્થળ છે. ભલે

તેને ભૂખ લાગી હોય, પેટમાં દર્દ હોય કે અસ્વસ્થતા જણાતી હોય . જેવી મા

તેને ‘ઉંચકે યા ગોદીમાં લે તરત ચૂપ થઈ કિલકિલાટ કરતું હસવા લાગશે.

થોડા મોટા થઈએ ત્યારે શાળાએ જઈએ તે સમય સમગ્ર અસ્તિત્વ ગુરૂ, શિક્ષક

કે ટીચરને શરણે. ગુરૂ જે ભણાવે તે સાચું. કેટલી શ્રદ્ધાએ બાળ સહજ માનસમાં તે

સમયે પોતાના શિક્ષક પર જણાય છે.

જન્મ ધરીએ ત્યારે માનું શરણું કોઈ પણ જાતના સંદેહ વગર સ્વિકાર્યું. બાળપણમાં

એજ માતા અને પિતા સાચા રાહ દર્શક હોય છે. છતાં ઘણી વખત બાળ સહજ માનસ

તેને સામો પ્રશ્ન કરે. તેનો સાચો જવાબ ઈચ્છે. જે તેઓ કહે તેને સત્ય માનીને સ્વિકારે.

એ જ બાળક શાળામાં શિક્ષકને પ્રશ્ન પૂછી સાચો જવાબ મેળવવા પ્રયત્ન કરે. જો તેને

સંતોષ ન થાય તો તે પોતે પ્રયત્ન દ્વારા સત્ય ઉત્તર પામૉ શિક્ષક પાસે રજૂ કરે.

આ બધી આપણા સહુના અનુભવની વાત છે. આ દરેક તબક્કામાંથી  આપણે પસાર થઈ

ચૂક્યા છીએ. જેમ  ઉમર વધતી જાય, અનુભવો થતા જાય, દુનિયાની ઠોકરો ખાઈ સંભાળીને

ડગ ભરીએ  તેમ  સ્ત્ય અથવા દંભનો પ્રવેશ થાય.

સત્યનો સ્વિકાર કરી જો આગળ વધીશું તો ખરેખર જીવનમાં ‘કંઈક’ મેળવીશું. દંભ, સ્વાર્થ અને

ઈર્ષ્યા પોતાનો રસ્તો ચાતરી લેશે તો એ માર્ગ કઈ દિશામાં લઈ જશે તે કહેવું સહેલું નથી. નિર્ણય

દરેકે જાતે લેવાનો હોય છે. ઘણી વખત ખબર હોવા છતાં માનવ આચરણ વિરૂદ્ધ દિશામાં કરે છે.

સ્વાર્થ, હું, મને અને મારું તેમાં અગત્યનો ભાગ ભજવે છે. હા, સ્વાર્થ વગર આ જીવનની કોઈ

સંભાવના નથી. સ્વાર્થને ખાતર થતાં અમાનવિય કૃત્યોનો ત્યાગ એ અગત્યનું છે.

જેમ લોહીમાં લાલા અને સફેદ કણ સંકળાયેલાં છે. જેને કારણે લોહી અસ્તિત્વ ધરાવે છે. તેમ સ્વાર્થ

દરેક માનવમાં જો ન હોય તો જીવનની શક્યતા નથી ! કિંતુ સ્વાર્થ માનવને અધોગતિ તરફ લઈ

જાય છે કે ઉન્નતિ તરફ એ અગત્યનું છે.

લક્ષ્મી મહેનતથી આવે, ગેરરીતી વાપરવાથી આવે, ચોરી કરીને આવે કે પછી ખોટા ધંધા દ્વારા ! તમે

કહેશો પૈસાને ક્યાં કોઈ રંગ યા સુગંધ છે? દરેક રીતે આવેલી લક્ષ્મી તેના ચરિત્ર સાથે લઈને પ્રવેશે છે.

સનમાર્ગની લક્ષ્મી સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે લાવે છે. જ્યારે ગેરધંધા દ્વારા આવેલું ધન આવે છે

તેના કરતાં બમણી ઝડપે વિદાય થાય છે. સાથે કલેશ, કંકાસ અને અધોગતિને પણ તાણી લાવે છે.

ઉમર વધે તેમ વિચાર શક્તિ ખીલે. સાચા અને ખોટાંને પહેચાનવાની વિવેક શક્તિ પાંગરે.  કોનું

શરણ સ્વિકારવા યોગ્ય છે અને કોનું ત્યજવા યોગ્ય છે તે નક્કી કરવાનું ભગિરથ કાર્ય આચરવું

પડે છે. જો ભૂલે ચૂકે ગેરમાર્ગે દોરાઈ ગયા તો નતિજો સાફ છે.

પ્રલોભનોથી ચેતતા રહેવું હિતાવહ છે. તેમાં માત્ર અભણ ધોખો ખાય છે તેવું નથી. ભણેલા ભિંત

ભૂલે એવા કિસ્સા સમાજમાં ઠેર ઠેર જણાય છે.

શરણું કોઈનું પણ આંખ મીંચીને ગ્રહણ ન થાય. જો શ્રદ્ધા અને વિશ્વાસ મૂકવા જ હોય તો ‘સ્વ’માં.

અંતરાત્મા કદી ખોટું નથી બોલતો.

શરણું કોઈનું પણ સ્વિકારવું હોય તો સો વખત વિચાર કરજો. ભણેલાં ભીંત ભૂલે એવા અસંખ્ય

દાખલા જોયા છે. અંધળો વિશ્વાસ કદી કોઈની ઉપર મૂકતાં પહેલાં  એક પળ ઠહરજો!

આજકાલના ‘મહારાજો’ કોને ખબર કેમ વિશ્વાસને પાત્ર  લાગતાં હશે ? તેમના સામ્રાજ્ય જોઈને

આંખ ચકાચૌંધ  થઈ જાય છે.  મોટી મોટી જ્ઞાન અને વૈરાગ્યની વાતો કરનારાં હીરા, મોતી અને

લક્ષ્મીમાં આળોટતા જણાય છે.

શરણું સત્યનું. વિવેકનું, અભયતાનું યા હિમતનું. વિવેકશક્તિ અને દૃષ્ટી કેળવવાની સખત

જરૂર છે. શરણું માતા યા પિતાનું. બની શકે તો “ગીતાનું” નિર્ભય બની સ્વિકારજો. જ્યાં કદી

પસ્તાવાનો સમય નહી આવે !

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: