ગુજરાતી સાહિત્ય અકાદમી . લંડન

8 08 2014

મિત્રો,  ૨ જી ઑગસ્ટ, ૨૦૧૪ અર્થાત ગયા શનિવારે લંડનની  ‘વિલ્ડસ્ટૉન  લાયબ્રેરીમાં ‘,

મિજલસમાં ભાગ  લેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું.  શ્રી. વિપુલ કલ્યાણીના પ્રમુખપણા

હેઠળ ધમધમી રહેલી આ સંસ્થામાં ઘણા લેખક મિત્રોને મળવાનો લહાવો માણ્યો.

આજની મિજલસમાં શ્રી. બળવંત જાનીની, “દાદાજીનો ખાટલો”  વાર્તાનું વાંચન અને

વિવેચન કરવાનું હતું.  શ્રી. બળવંત જાની હાજર હોવાથી તેમની પાસે વાંચન કરાવવું

યોગ્ય સમજી આ કાર્ય તેમણે કર્યું.

તેની શરૂઆત પહેલાં પ્રમુખ શ્રી વિપુલ કલ્યાણીએ એ સભાનું  સુકાન સંભાળ્યું . સહુ સભ્યોનું

પ્રેમ પૂર્વક  સ્વાગત કરી   આવકાર્યા. ખુબ સુંદર રીતે શરૂઆત કરી દોર આજના સંચાલકના

હાથમાં સોંપ્યો.

સંચાલક્શ્રીએ શ્રી બળવંતભાઈ જાનીને વાર્તાનું ્વાંચન કરવા જણાવ્યું. જે રીતે તેમણે

વા્ચનનો દોર સંભાળ્યો એ યાદગાર  પ્રસંગ બની ગયો. સમસ્ત શ્રોતાજન તેમાં તરબોળ

થયા. સહુએ લાગણીનો અનુભવ કર્યો.  જીવનના પ્રસંગોનું આબેહૂબ વર્ણન કર્યું. જીવંતતા

ચારેકોર પ્રસરી ઉઠી. દાદાજીની લાગણી અને પ્રેમ જાણે વહેતા ન હોય તેવો અનુભવ થયો.

તેમની કલમનો જાદુ સહુને અંજાવવામાં સફળ થયો.

લેખકની દાદાજીના પલંગ સાથેની પ્રીતિ શબ્દોમાંથી નિતરતી હતી. દાદાજી  હયાત ન હતાં

પણ તેમના પલંગના પાયા પણ જાણે દાદાજીનો પ્રેમ અને હસ્તીની હાજરી પૂરાવતા ભાસ્યા.

‘મા સરસ્વતિની પ્રેરણા કલમ દ્વારા શબ્દોમાં  કંડારાતી જણાઈ.  આ પ્રસંગના સાક્ષી બનવાનું

સદભાગ્ય સાંપડ્યું.

બળવંતભાઈ, વિપુલભાઈ, ભદ્રાબહેન, રમણભાઈ અનિલભાઈ. વલ્લભભાઈ અને જગદીશભાઈને

મળવાની તક સાંપડી.

‘મિજલસમાં ‘   કૃતિ રજૂ કરવાની મારી ઈચ્છાને માન આપી બે મિનિટનો સમય આપવા બદલ  શ્રી

વિપુલભાઈનો આભાર. ૧૯૯૯ની ૩૦મી , ડિસેમ્બરે  રચાયેલ  “૯૯નો   ધક્કો”  રજૂ કરી સહુના દિલ

જીતવાનો પ્રયાસ  કર્યો. લંડનના ગુજરાતી  ભાષાના ચાહક  વર્ગે સાંભળી તેને માણ્યું.

અંતે પ્રમુખશ્રીએ સભ્ય બનવા માટે અનુરોધ કર્યો. સુંદર નાસ્તાની ગોઠવણ કરવામાં આવી હતી.

મિત્રો મેં બધી નોંધ લીધી   ન હતી તેથી નામ જેમના યાદ હતાં તેમના લખ્યા છે. એક પુસ્તકનું

‘વિમોચન’ કરવામાં આવ્યું હતું. નામ તેમજ લેખક કશું યાદ નથી.  કારણ કહો કે બચાવ “ઉમર

થઈ તેમાં ના નહી પડાય!’ ફરીથી લંડનના ‘ગુજરાતી સાહિત્ય અકાદમીનો હ્રદય પૂર્વક આભાર.’

 

પ્રવિનાશ

હ્યુસ્ટન, ટેક્સાસ, અમેરિકા

http://www.pravinash.wordpress.com

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

8 08 2014
chandravadan

મિત્રો, ૨ જી ઑગસ્ટ, ૨૦૧૪ અર્થાત ગયા શનિવારે લંડનની ‘વિલ્ડસ્ટૉન લાયબ્રેરીમાં ‘,
મિજલસમાં ભાગ લેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. શ્રી. વિપુલ કલ્યાણીના પ્રમુખપણા
હેઠળ ધમધમી રહેલી આ સંસ્થામાં ઘણા લેખક મિત્રોને મળવાનો લહાવો માણ્યો.
આજની મિજલસમાં શ્રી. બળવંત જાનીની, “દાદાજીનો ખાટલો” વાર્તાનું વાંચન અને
વિવેચન કરવાનું હતું. શ્રી. બળવંત જાની હાજર હોવાથી તેમની પાસે વાંચન કરાવવું
યોગ્ય સમજી આ કાર્ય તેમણે કર્યું…………………………………………..
Pravinaben….Nice of you to attend that Meeting while you were in UK
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Hope to see you for the NEW Post @ Chandrapukar !

8 08 2014
pravina

ડૉક્રટર સાહેબ એ સભામાં હાજર રહીને ખૂબ આનંદ આવ્યો. સાહિત્યના રસિક

મિત્રોને મળવાનો અવસર સાંપડ્યો.

જયશ્રી કૃ્ષ્ણ

10 08 2014
NAVIN BANKER

પ્રવિણાબેન, આપને એ મિજલસમાં ભાગ લેવા મળ્યું અને કૃતિ પણ રજૂ કરવાની તક મળી તથા અન્ય લેખકમિત્રોને મળવાનો મોકો મળ્યો એ બદલ અભિનંદન. આપ સાહિત્યજગતમાં ઉંચું ગજૂ કાઢી રહ્યા છો એ જોઇને આનંદની લાગણી અનુભવું છુ< આપ એના હક્કદાર પણ છો. ફરી એક વખત અભિનંદન,
નવીન બેન્કર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: