રક્ષાબંધન

11 08 2014

‘અરે આજે દસ દિવસ ઉપર થઈ ગયા, શું હજુ રાખડી ટપાલમાં મળી નથી’?

રચના ચિંતા કરતી હતી. રચિત તેનો લાડલો નાનો ભાઈ ફોન ઉપર રડી રહ્યો

હતો.

‘દીદી તને કહ્યું હતું તારે લગભગ ત્રણ અઠવાડિયા પહેલી મોકલવાની.’

‘ભાઈલા મેં એક્સપ્રેસ ડિલિવરીથી મોકલી છે.

‘તું જાણે છે ને કાલે રક્ષાબંધન છે. તું તો ન હોય તે સમજી શકાય પણ રાખડીતો

આવી જવી જોઈએને?’

ભાઈ અને બહેનની ફોન ઉપર ર.કઝક અમોલ અને આરતી સાંભળી રહ્યા હતાં. બંનેની

આંખો વાત કરી રહી હતી. બાળકોનો પ્રેમ શબ્દો દ્વારા વહી રહ્યો હતો જે તેમના હૈયાને

ભિંજવવા સફળ થયો !

રક્ષાબંધન એ ભાઈ અને બહેનના નિર્મળ, નિઃસ્વાર્થ પ્રેમનો સુંદર દિવસ ! બહેન ભાઈની

કલાઈ પર રાખડી બાંધી જીવન.માં નિર્ભયતાનો અહેસાસ  માણે. ભાઈ બહે.નની કોઈપણ

વિપરિત સંજોગોમાં રક્ષા કરવાની બાંહેધરી આપે.

રચિત શાળાએ ગયો.  દિમાગમાં વિચાર રાખડીના ઘુમતા હતા. સાંજે ઘરે આવી જમ્યો

પણ મન ન લાગ્યું.

રચનાએ ‘ટ્રેસિંગ નંબર ‘ મેળવી ઈન્વેસ્ટીગેશન કર્યું. રાતના નવથી દસ સુધીમાં મળી જશે

એવા સમાચાર સાંભળી રાજી થઈ.

રચિત મમ્મી અને પપ્પાને  દીદીની.બેદરકારી બદલ ફરિયાદ કરી રહ્યો હતો.  અમોલ અને

આરતી શાતિ રાખી તેની ફરિયાદને દાદ આપી રહ્યા . કાંઈ પણ બોલવું ઉચિત ન લાગ્યું. જો

પ્રતિભાવ બતાવે તો રચિત ઉશ્કેરાય.

બીજે દિવસે ગણિતની પરિક્ષા હતી.  રચિતને મન ગણિત એટલે ડાબા હાથનો ખેલ. વધારે

કોઈ પણ જાતની લમણાઝીક કર્યા વગર સૂવા ગયો. અંતર મનમાં ‘રાખડી’ની વાત ઘુમરાતી

હતી પણ બોલીને શું ફાયદો ? દીદીની સાથે થોડા દિવસ અબોલા લેવાનો મનોમન નિર્ધાર

કરી સૂઈ ગયો.

આરતિ દોડતી રચિતના રૂમમા ગઈ. ઉંઘમાં દીદી સાથે મારામારી કરતો જણાયો. આરતિએ

પ્યારથી પસવારી સૂવડાવ્યો.

રાતના સાડા દસના સમયે ઘરનૉ આગળો ઠોકાતો હોય તેવું લાગ્યું. મોડી રાત હતી તેથી અમોલ

અને આરતી બંને દરવાજો ખોલવા ગયા.

સામે દેખાયો ‘ડિલિવરી’ કરવાવાળો માણસ. સવારે રચિતના મુખ પર આનંદ વરતાશે એ વિચારે

બંને પતિ પત્ની શાંતિથી સૂવા ગયા.

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

11 08 2014
chandravadan

Today it is RAXABANDHAN Day.
All the Happiness to All Sisters.
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Hope you come to read a NEW POST @ my Blog !

11 08 2014
Pragnaji

Reblogged this on શબ્દોનુંસર્જન and commented:
ભાઈ બહેનના સંબંધને ઉજાગર કરતી વધુ એક વાર્તા પ્રવિણા બેનની વાંચી રક્ષાબંધન ઉજવીએ

11 08 2014
P.K.Davda

આજથી ૫૦ વર્ષ પહેલા આવો પ્રેમ સર્વત્ર જોઇ શકાતો, હવે એમા થોડી ઓટ આવતી લાગે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: