૧૫મી ઓગસ્ટ , ૨૦૧૪

14 08 2014

 

૬૮મા સ્વાતંત્ર્ય દિવસનું

ઉગ્યું મધુરું પ્રભાત

આશાના કિરણોની સંગે

કરતો સૂરજ ગોલમાલ

હે મા ભારતી તુજને પિછાણું

 

હિંદુ મુસ્લિમોએ હાથ મિલાવી

ચૂંટ્યા નવા વડા પ્રધાન

હે મા ભારતી દર્દને શમાવ્યું

 

દિશાઓ સઘળી ઉજ્જવલ ભાસે

ઉમંગ સહુને અંગ અંગ વિલસે

હે, મા ભારતી વદન વકાસ્યું

 

તારી સેવાના ભેખધારી આજે

તુજને પ્રસન્ન જોવા તલસે

હે, મા ભારતી મન હરખ્યું

 

નિયમિતતાના આગ્રહી જોયા

કામ કરવાનું બીડુ ઝડપે

હે, મા ભારતી આશા જનમી

 

તરવરતા જુવાનના મુખ નિહાળુ

નોકરી પામશે આશા જગાવે

હે, મા ભારતી ઉમંગ ઉમટ્યો

 

અરમાનોની ડોળી નિકળી

ચારે દિશામાં રોશની પ્રકટી

હે, મા ભારતી તુજને નિરખું

 

દેશવાસીઓની પ્રગતિ જોઈ

તારી ક્ષેમ કુશળતા ચાહું

હે, મા ભારતી સ્મિત રેલાવું

 

કરોડોની  જનતાના કોડ પૂરવા

નરેન્દ્ર મોદીને સાર્થક બનાવે

હે, મા ભારતી મનોકામના કરું

 

ધિરજ ધરીને હામ બંધાવી

આશાના દીપ ઘર ઘર જલાવી

હે, મા ભારતી  કોયડો  સુલઝાવું

 

 

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

14 08 2014
chandravadan

૬૮મા સ્વાતંત્ર્ય દિવસનું
ઉગ્યું મધુરું પ્રભાત
આશાના કિરણોની સંગે
કરતો સૂરજ ગોલમાલ
હે મા ભારતી તુજને પિછાણું
Wishing the Best for the Day !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !

14 08 2014
pragnaju

જયહિન્દ

14 08 2014
Purvi Malkan

bahu sundar Auntyji

Purvi Malkan

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: