લગ્નનું રિસેપ્શન

21 08 2014

પૈસાપાત્રને ત્યાં લગ્નનું આમંત્રણ આવે ત્યારે વિચાર આવે જવું કે ન જવું?  જો કે

મને કોઈ ક્ષોભ કે શરમ હોતી નથી. માત્ર ત્યાં ગયા પછી વરવા દાગીનાનું પ્રદર્શન.

મોંઘીદાટ સાડીઓના ઠઠારા. મોટી, પોકળ વાતો સાંભળીને સમય બરબાદ કર્યાનો

અહેસાસ થાય  છે. એકબીજા બસ બડાશ મારવી અને મોટાઈ કરવી તેમાંથી ઉંચા

આવતા નથી. એવી ક્ષુલ્લક વાતો સાંભળીને નારાજ થઈ જવાય છે.

૬૫ થી ૭૦ ની નજીક હોવા છતાં ઘંટીના પડ જેટલા મોટા ગળાનાપેંડંટ જોઈ  ચક્કર

આવે. ખેર આ તો મામુલી વાત છે. જમવાના કમસે કમ ૨૦ જુદા જુદા બુથ, દસથી

બાર જાતની મિઠાઈ અને ૨૫ જાતના મુખવાસ.  હવે પેટ  બીચારું  આટલું બધું જોઈને

ચકરાવે ચડે, આંખો મારી લોભાવાને બદલે મુંદાઈ જવાનું પસંદ કરે.  જીભ તો બીચારી

સિવાઈ જ જાય.

નિરાંતે દૂરના ટેબલ પર બેસી પ્લેટો ભરી ભરીને આવતાં લોકોને જોવાની મઝા માણવી

ગમે ! એમાંય કોઇ નાના બાળકની પ્લેટ હાથમાંથી  છટકી જાય ત્યારે તેની મમ્મી બીચારી

સોરી સોરી બોલે. પણ જેની  સાડી પર છાંટા ઉડ્યા હોય તેના મોઢાની ભૂગોળ જોઈ હસવુ

દબાવવું મુશ્કેલ થઈ જાય.

ખેર, આ બધી આડી વાતનો ઉલ્લેખ કરવાથી એમ ન માનશો કે ‘ રિસેપ્શન ‘માં હાજરી

આપ્યા વગર ચાલે ! જો લગ્નમાં હાજરી આપી હોય તો રિસેપ્શનમાં જવાની જરાય

જરૂર ન હોય.  તે પણ ખયાલ અપના અપના જેવી વાત છે. મહેમાનોને  આમંત્રણ

આપનારા હવે ખૂબ ચકોર થઈ ગયા છે. ઘણી વસ્તુ ‘મભમ’માં રાખે. જાહેર ન કરે.

તમે નહી માનો, એક લગ્નની નિમંત્રણ પત્રિકા આવી, ‘વરરાજાનું’ નામ ગાયબ. બોલો

આને શું કહેશો.

એક લગ્નની પત્રિકા મળી, જવાબ મોકલાઈ ગયો હતો.  લગ્નને દિવસે પરણનાર કન્યાએ

‘નથી પરણવું’ એવું જાહેર કર્યું.  જાનમાં આવેલાં અને મંડપમાં બિરાજેલા સહુ ધોયેલા મૂળાની

જેમ પાછા ફર્યા. જમવાનું હતું, એક પણ વ્યક્તિ જમવા ન રોકાઈ. ખબર નથી રાજભોગ સમાન

ખાવાનાનું શું કર્યું  ? આશા રાખી કે અનાથ આશ્રમ યા તો ઝુંપડપટ્ટીમાં તેનું વિતરણ કર્યું હોય !

૨૧મી સદીમા કાંઈ પણ  બને તો નવાઈ નહી પામવાનું. પરણનાર હવે ખૂબ સમજુ થઈ ગયા

છે ! માત્ર આંખો ખુલ્લી અને જબાન બંધ,’

હવે  તાજી  વાત છે ગઈ કાલે એક રિસેપ્શનમાં ગઈ હતી. કોઈ ફિલ્મી હસ્તી આવવાની

હતી. દર વખતે ડીનર લઈને ઘરે જનારા બધા અડ્ડો જમાવીને બેઠાં. કોઈને ઘરે જવાની

ઉતાવળ ન હતી. બધા કંઇ ઘરની ગાડીમાં નહોતા આવ્યા.  છતાં પણ કોઈ ઘરે જવાનું

નામ લેતા નહી. હૉલની લાઈટો ૧૧ વાગે બંધ થવાની હતી. અગિયારમાં દસ મિનિટ

બાકી હતી ત્યારે તે ‘હસ્તી’ પધારી અને આશિર્વાદ આપી છૂ થઈ ગઈ.

સહુના મ્હોં વિલાઈ ગયા. આમંત્રિત મહેમાનોને તેની ઝાંખી કરવાનો અવસર ન સાંપડ્યો.

આજે સવારે સહુથી પહેલો ફોન દીકરીની માનો આવ્યો. હવે આ ફિલ્મી લોકોને આમંત્રણ ન

મોકલવું જોઈએ. લોકો તેમને જોવા ન આવ્યા હોય? પરણનાર વર અને કન્યા ત્યારે બાજુમાં

રહી જાય છે. ખરી રીતે આજનો દિવસ તેમને માટે ખૂબ અગત્યતા ધરાવતો હતો.

ખરું પૂછો તો તેમને આમંત્રણ  મોકલવું જોઈએ  ખરું ? જો સંબંધી હોય તો જાહેર કર્યા  વગર

આવે આશિર્વાદ અને શુભકામના આપી વિદાય લે.

લગ્નના રિસેપ્શનમાં લાખો નહી પણ કરોડો રૂપિયાનો ધુમાડૉ કરનાર પોતાના બાળકોને

લગ્ન પછી કેવી રીતે સંસાર ચલાવવો તેની એક સી.ડી. ભેટમાં આપે તો કેવું ? જો તમારો

ધંધો સી.ડી. યા ડી.વી.ડી. વેચવાનો હોય તો મંડી પડો. ધુમ કમાણી છે.

પ્રશ્નોના જવાબ. સરળ ઉપાય. મુંઝાઓ નહી ! પ્રેમ ભર્યું લગ્ન જીવન ! વિ. વિ. પ્રશ્નોની

છણાવટ કરવી. હિંદી અથવા ઈંગ્લીશમાં . બને તો સારા કલાકારને લઈને બનાવવી જેથી

એના નામ પર ડી. વી.ડી. વેચાય.

આજે મારે પાછું રિસેપ્શનમાં જવાનું છે !  હમણા લગ્નની ઋતુ પૂરબહારમાં ખીલી છે.

આવજો ! આશા રાખું છું આજના રિસેપ્શનમાં કોઈ ફિલ્મી હસ્તી ન આવવાની હોય.

જો કે મને તો કોઈ ફરક પડતો નથી. ભેટનું કવર વરરાજાના હાથમાં પકડાવી ગચ્છન્તી

કરવાની છું !

 

 

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

21 08 2014
purvi

Very nice thought

21 08 2014
Shaila Munshaw

આ રોજની રામ કહાની છે, આજકાલ દંભનો જમાનો છે.

23 08 2014
chandravadan

આજે મારે પાછું રિસેપ્શનમાં જવાનું છે ! હમણા લગ્નની ઋતુ પૂરબહારમાં ખીલી છે.
આવજો ! આશા રાખું છું આજના રિસેપ્શનમાં કોઈ ફિલ્મી હસ્તી ન આવવાની હોય.
જો કે મને તો કોઈ ફરક પડતો નથી. ભેટનું કવર વરરાજાના હાથમાં પકડાવી ગચ્છન્તી
કરવાની છું !
Another Pravina Thought !
Nice !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo for the NEW Post !

8 09 2014
Raksha

What a reception!!! You put it very beautifully!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: