ખુલ્લી આંખે———૭

23 08 2014

અમેરિકા આવે વર્ષો વહી ગયા. બસ હવે તો સ્મશાનને બદલે ફ્યુનરલ હૉમમા

જવાનું! માતૃભૂમિની વાત નિકળેને મન ઉડીને ભારત પહોંચી જાય. મનને નથી

પાંખ તોયે ક્યાંનું ક્યાં ઘુમે છે. અરે માત્ર ઘુમતું નથી વળી પાછું આપણે જ્યાં હોઈએ

ત્યાં આવી ડાહ્યું ડમરું થઈ બેસી પણ જાય ! કુદરતની કરામતને માનવ ભલે ગમે

તેટલી હરણફાળ ભરે કદી નહી આંબી શકે.

અંહી આવીને ઘણા તાલ જોયા. ઘણી હાડમારીઓ હસતે મુખે પાર કરી કારણ સાદુ

અને સરળ પ્રેમાળ પતિ. સાત સમંદર પાર કરીને જેની પાછળ ચાલી આવી તેના

સંગે કોઈ પણ મુસિબત, મુસિબત લાગે ખરી ?

ઘણી વખત નજર ભૂતકાળમાં સરે છે ત્યારે આજ, ખરેખર પ્રભુની પ્રસાદી લાગે છે.

છતાંય ભારતની યાદ હૈયામાં તાજી છે. હવે જ્યારે મિત્ર મંડળ જામ્યું હોય ત્યારે

દેશની વાત નિકળતા જો ઠઠ્ઠામશ્કરી ચાલુ થાય તો અંતરમાં એક કસક ઉઠે છે.

મોટા ભાગના ભારતથી આવ્યા ત્યારે ચાલીઓમાં રહેતાં. ખબર છે ને સવારે

હાજત જવા હાથમાં ————–જતાં. હવે અંહી આવ્યા અને કમાયા એટલે

જાણે બધું ભૂલાઈ ગયું.

જો તેમને દિલમાં લાગણી અને દેશદાઝ હોય તો દરેક અમેરિકા સ્થાયી થયેલો

ભારતિય જો બેથી પાંચ જણાને ઉપર લાવવા પ્રયાસ આદરે તો નથી લાગતું

આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાથ આપી કદમ મિલાવીએ છીએ !

એક અમેરિકન નો શિરચ્છેદ થયો, આખા અમેરિકામાં હો હા મચી ગઈ.   ક્યારે

આપણને માતૃભૂમિનો સાદ સંભળાશે ? સ્વાર્થમાં એટલા બધા રચ્યા પચ્યા

છીએ કે બસ ઘરની બારીની બહાર જોઈ શકતા નથી !

અમેરિકાનું ‘બધું સારું’ તો આવી સુંદર ભાવના ક્યાં અદૃશ્ય થઈ ગઈ ? યાદ

છે ને, ભારતની આઝાદી કેટલા જુવાન, વૃદ્ધ, સ્ત્રી અને પુરૂષોના બલિદાન

પછી પ્રાપ્ત થઈ છે !

ક્યાં છે સમય આપણી પાસે આ બધું વિચારવાનો. માત્ર સવારે કમાવા જવાનું

સાંજે થાક્યા હોઈએ એટલે જમીને ટી.વી.ની સામે બેસી ક્યાં આપણા દેશના યા

અમેરિકાના શૉ અને સમાચાર જોવાના.

ભલેને ઉંમર ૭૦ ઉપર થવા આવી હોય ! આનાથી વિશેષ કાંઈ નહી. અરે કોઈને

પાંચ પચ્ચીસ ડૉલર પણ આપવાના હોય તો વિચાર કરવાનો. કેમ જાણે આપણે

બચાવેલા ડૉલર સાથે ઉપર લઈ જવાના ન હોય ?

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

23 08 2014
Vinod R. Patel

એક અમેરિકન નો શિરચ્છેદ થયો, આખા અમેરિકામાં હો હા મચી ગઈ. ક્યારે
આપણને માતૃભૂમિનો સાદ સંભળાશે ?

પ્રવિણાબેન, પાકિસ્તાનના સૈનિકોએ આપની સરહદમાં આવીને આપણા સૈનિકોના શિર કાપીને લઇ ગયા પણ દેશમાં

જાને કશું બન્યું જ નાં હોય એમ બધું થાળે પડી ગયું . ભારત અને અમેરકાના લોકોમાં આટલો ફેર .

લેખના સરસ વિચારો ગમ્યા .

23 08 2014
chandravadan

જો તેમને દિલમાં લાગણી અને દેશદાઝ હોય તો દરેક અમેરિકા સ્થાયી થયેલો
ભારતિય જો બેથી પાંચ જણાને ઉપર લાવવા પ્રયાસ આદરે તો નથી લાગતું
આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાથ આપી કદમ મિલાવીએ છીએ !
એક અમેરિકન નો શિરચ્છેદ થયો, આખા અમેરિકામાં હો હા મચી ગઈ. ક્યારે
આપણને માતૃભૂમિનો સાદ સંભળાશે ? સ્વાર્થમાં એટલા બધા રચ્યા પચ્યા
છીએ કે બસ ઘરની બારીની બહાર જોઈ શકતા નથી !……………………
It is neccesary to bring back the NATIONAL PRIDE in INDIA.
Any Nation ( may it be China or Pakistan) can not keep INSULTING our Pride…We have to RESPOND back strongly.
Do you think MODI will bring back that SPIRIT ?
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Hope you read the POST on my Blog !

23 08 2014
pravinshastri

બહેન આ લેખને તમે બે વિભાગમાં વહેંચ્યો છે. એક અંગત વેદના અને બીજી રાષ્ટ્રીય વેદના. અંગત આંતર વેદના તો જે ભોગવે તે જ જાણે. ઘણાં માને છે કે દુઃખનું ઓસડ દહાડા. પણ સર્જાયલો ખાલીપો આખી જીંદગી ઘૂટાતો જ રહે છે.
હું રાસ્ટ્રીય વેદનાની જ્યારે વાત વિચારું છું ત્યારે, સત્ય ખૂબ જ કડવું નહીં પણ કટાણું પણ લાગે છે. પરદેશની આપણી (એટલે કે દેશીઓની કમાણી કાળાબજારમાંથી કે ભ્ર્ષ્ટાચારમાંથી નથી આવી. હું ચોક્કસ પણે માનું છું કે પહેલા દેશનો ભ્રષ્ટાચાર દૂર કરો….અને ત્યાર પછી પણ આપણા દેશ બંધુઓ પીડાતા હોય તો મદદે દોડો. હા જરૂરિયાતવાળા સ્વજનોને તો કોઈ પણ સંજોગોમાં બનતી સહાય કરવી રહી.

23 08 2014
Tarulata Mehta

Thank you, I like it.

Tarulata Mehta

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: