કામવાળી

12 09 2014

મિત્રો સહુને જાણ છે આપણા દેશમાં માણસો વગર ગૃહિણીઓ જીવી

શકતી નથી. આજથી પ્રયાસ કર્યો છે. તેમના વગર બિચારી શેઠાણીઓની

કેવી હાલત થાય છે. નસિબદાર છીએ આપણે અમેરિકામાં કોઈની ગુલામી

ચલાવવાને ટેવાયેલાં નથી. ( ઘરમાં)

*******************************************************

‘અરે, આજે પણ  પાછી આ શાંતા ૯ વાગ્યા ત્યાં સુધી આવી નથી. આ તો રોજની

રામાયણ થઈ ગઈ છે. ક્યાં સુધી તેના દબાયેલાં રહેવાનું. મનમાન્યો પગાર

આપતાં પણ આવું દુઃખ’ !

નયના આજે નિતિન પાસે પોતાની હૈયા વરાળ કાઢી રહી. નિતિન જ્યારે પણ

નયના ઘરમાં કામ કરવાવાળા માટે રોષ ઠાલવે ત્યારે મોઢામાં પાણીનો ઘુંટડો

ભર્યો હોય તેમ અંહ બોલે કે માથુ ધુણાવે.  એક્શબ્દ બોલે તો તે જાણતો હતો તેની

ધર્મપત્ની તેના પર ટૂટી પડશે.

હવે બીજો કોઈ ઈલાજ ન હતો. દીકરી નીના કૉલેજ જવા નિકળી ગઈ હતી. વહુરાણી

નીકી વકિલ હતી તેને તો કૉર્ટમાં ગયા વગર ન ચાલે.

વહેલી ઉઠીને ચહા તથા નાસ્તો બનાવે અને ખાઈને પતિ દેવ સાથે ગાડીમાં નિકળી

જાય. નયનાને મળે માત્ર નિતિન !

સવારના નાસ્તાના વાસણોનો ખડકેલો સિન્કમાં પડ્યો હતો. નયનાને જોઈને ચક્કર

આવ્યા. બીજો કોઈ ઈલાજ દેખાતો ન હતો.

નયનાને ચૂપ જોઈ નિતિને હિંમત કરી,’આપણા લિફ્ટ્મેનની વહુ નીચે  રહે છે. ઈન્ટરકૉમથી

ફોન કરી પૂછી જો ૧૦૦ રૂપિયા આપી દેજે.

આટલું બોલીને નિતિન ફસાયો, સો રૂપિયા કેમ પૈસા ઝાડે લટકે છે?

આખી જીંદગી નયના એક ફદિયુ કમાવા ગઈ ન હતી. ચાર હાથે પૈસા વાપરતી હતી.

નિતિને મૌન સેવવામાં ડહાપણ સેવ્યુ. ચાલ ત્યારે હું નાહી લંઉ મારે ઓફિસે જવાનું મોડું થશે!

‘હા,તમે તો બધા ચાલ્યા, આ ઘરમાં વગર પગારની હું છું ને બધું કામ કરીશ. તમારા બધાના

ટિફિન પણ ભરીને મોકલાવીશ.’

બબડતી બબડતી નયના રસોડામાં ગઈ. કામ જોઈને તેને ચક્કર આવ્યા.  કોને ફરિયાદ કરે?

દાળનું કુકર મહારાજ આવે તે પહેલાં ચડાવવાનું હોય તેની તૈયારી કરવા માંડી.

કાચના કપરકાબી અને ડીશો અલગ કર્યા. ‘ ઘરમાં બધા મોટા છે. ક્યાં કોઈને ભાન છે કે કાચના

વાસણ જુદા મૂકવા જોઈએ.’

પેલી શાંતા રોજ કરે છે ત્યારે મને કોઈ દિવસ આવો વિચાર નથી આવ્યો’! નયના મનમાં વિચારી

રહી. ત્યાં પાછો બેલ વાગ્યો.

‘આ હરી ક્યાં ગયો’ ? સવારના પહોરમાં જ્યારે કામ ના ઢગલા હોય ત્યારે બધા ક્યાં જતા રહે છે?

નયના  બહેન હાથ  લુછતા લુછતા બારણું ખોલવા ગયા.

‘સીતા બાઈ તુ આલી, બરા ઝાલા’. શાકનો ઢગલો લઈને બેઠી. શાક ત્રણ જણાના ત્રણ. બધા સીતા

બાઈએ કાપવાના હતા. કયા મોઢે પૂછે કે તું ભાંડી (વાસણ) સાફ કરી આપીશ? છતાંય પુછ્યું, ‘સીતા

બાઈ ,શાંતાબાઈ આવી નથી આ વાસણ સાફ— હજુ તો વાક્ય પુરું કરે ત્યાં છણકો કર્યો.

પેલી મંજુબહેનને ત્યાં શાક કાપતા માઝી આંગળી કાટલી, હું પાણીમાં હાથ નહી નાખું.’

નયના બહેન ઢીલા થઈ ગયા.

ખેર હવે છૂટકો ન હતો. નિતિનભાઈને દયા આવી પણ મોડુ થતું હતું. મહારાજ રસોઈ કરવા

આવે તે પહેલાં આખું રસોડું ખાલી અને ચોખ્ખું જોઈએ.

નયના બહેનને હવે કામ કર્યા વગર છૂટકો ન હતો.  હરી ઝાડુ, પોતા અને ઝાપટ કરતો હતો. ધીમેથી

તેની બાજુમાં જઈને કહે, ‘હરીભાઉ આતા  ઝાડુ નકો લાવુ, ભાંડી કર ,મહારાજ યેણાર. તુલા મી પન્નાસ

રૂપિયા દેણાર.’

શંબર દેલ તરી કરેલ.

હા, ભાઈ હા  તને સો આપીશ મારા બાપ.’

હરી મુછમા હસવા લાગ્યો. ખબર હતી શેઠાણીથી આ કામ થવાનું નથી.

કાલે આવવા દે શાંતાને , તેની વલે કરીશ. શેઠ સાહેબ નિકળવાની તૈયારીમાં હ્તા. પત્નીના મુખના

ભાવ વાંચીને કહે ‘કાલે શાંતા આવે ત્યારે એક પણ અક્ષર બોલતી નહી !”કામવાળીઃ”કામ છોડશે તો

કરશે કોણ?

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

13 09 2014
chandravadan

હા, ભાઈ હા તને સો આપીશ મારા બાપ.’
હરી મુછમા હસવા લાગ્યો. ખબર હતી શેઠાણીથી આ કામ થવાનું નથી.
કાલે આવવા દે શાંતાને , તેની વલે કરીશ. શેઠ સાહેબ નિકળવાની તૈયારીમાં હ્તા. પત્નીના મુખના
ભાવ વાંચીને કહે ‘કાલે શાંતા આવે ત્યારે એક પણ અક્ષર બોલતી નહી !”કામવાળીઃ”કામ છોડશે તો
કરશે કોણ?
Saras Varta !
Chandravadan
http://www.chandrapukar.wordprss.com
Avjo !

13 09 2014
Pravina Avinash

આવી હાલત છે. મુંબઈમાં કામવાળી અને તેની શેઠાણીની !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: