સુખ

16 09 2014

મનને ગમે તે સુખ. મન ન માને તે દુઃખ.આમ જોઈએ તો ખૂબ સરળ છે.

ના, તેના ગર્ભમાં ડોકિયુ કરી જુઓ! ખૂબ વિચલિત થઈ જવાશે. માનવ

સ્વભાવ છે, સપાટી ઉપર નિરિક્ષણ કરવાનો. અરે, પેલા મરજીવાને જુઓ

કેવા પરવાળા અને મોતી વીણી લાવે છે. કેટલે ઉંડે સાગરમાં ડૂબકી મારે

ત્યારે તે પામવાનું સૌભાગ્ય મેળવે છે.

‘માંહી પડ્યા તે મહા સુખ માણે.’

શું બેંકમાં મિલિયન ડૉલર સુખ આપે છે કે પેલા હીરા, મોતી અને સોનાના

દાગીનાથી ઉભરાતી તિજોરી  સુખના સાગર લહેરાવે છે? પૂછી જો જો પેલા

શાંત જણાતા મનને, જે જવાબ પ્રથમ સંભળાય તે સાચો ! વિચાર મંથન

કરીને મળે તે સગવડિયો.

એમ રખે માનતા મર્સિડિઝમાં ફરનાર સુખી છે અને ફોર્ડ ફોકસ દુઃખ યા ગ્લાનિ

દર્શાવે છે.

સુખ એ નજરનો અંદાઝ છે. દરેકની નજર અને નજરિયા અલગ અલગ હોઈ

શકે. માત્ર સુખની માત્રા બદલાતી નથી. કોઈને રોટલોને દહી ખાવામાં સ્વર્ગનું

સુખ લાગે છે તો કોઈને બાસુંદી અને માલપુવામાં.  તેનો અર્થ જોનારને ભિન્ન

જણાય માણનારને નહી. આ તો પસંદ અપની અપની ખયાલ અપના અપના

જેવી લાગણી છે.

રામ સાથે સીતા જંગલમાં સુખી હતી. જ્યારે ઉર્મિલા રાજમહેલમાં પતિના

સુહાના સંગ વગર તરફડતી હતી. સુખ યા દુખને કોઈ સીમા યા બંધનમાં

બાંધવા શક્ય નથી. આજે જણાતું સુખ કાલે દુઃખ જણાય તો નવાઈ ન પામશો!

જે રસગુલ્લા આજે મનભાવન હતા તે કાલે ‘મધુપ્રમેહના’ દર્દ ને કારણે દુઃખ

આપવા સર્જાયા હોય તેમ લાગે. જે દીકરો બાળપણમાં વહાલો હતો તે કુકર્મોમાં

સપડાઈ અવળા ધંધા કરે તો નિઃસંકોચ દુઃખનું કારણ બની શકે છે.

પેટમાં ચુંક આવતી હોય ત્યારે શીરો નહી ખિચડી પ્યારી લાગે. છાશ હૈયાને

ટાઢક આપે. દારૂની બાટલી પીવાથી તેનો નશો સુખ આપે છે? જો નશો સુખ

આપતો હોય તો દારૂની બાટલીના સુખનો અંદાઝ કાઢવો કેટલો સરળ થઈ

જાય. કિમત બાટલીના કદ યા આકારની નહી, અંદર પૂરાયેલા પ્રવાહીની છે.

સુખ માણસના બહારના દેખાવ, કપડાં યા ગાડીથી નહી તેની અંદરની શાંતિ

અને વર્તન પર આધારિત છે!

ભૌતિકતામાં સુખને માણનારનું સુખ ખૂબ મર્યાદિત સમય માટે સત્ય પુરવાર

થાય. બાકી સ્વમાં વિશ્વાસ અને શ્રદ્ધા દ્વારા જે સુખ પ્રાપ્ત થાય તેને મિટાવવું

ખૂબ મુશ્કેલ કાર્ય છે.

સુખ યા દુખ કશું શાશ્વત નથી. સુખની વ્યાખ્યા હરએક વ્યક્તિની અલગ અલગ

હોવાની. સમય, સ્થળ અને  સંજોગો પર તેનો આધાર હોય છે. જે સુખ, આધારિત

હોય તેનું આયુષ્ય કમ તેમાં શંકાને સ્થાન નથી. મનમાં શાંતિ, સ્વમાં વિશ્વાસ અને

હૈયા ટાઢક એ સુખના ગુણધર્મો છે. બાકી દર્શનના સુખથી જે અંજાય છે તે કદાચ

પોકળ પણ હોઈ શકે?

સુખ એ માનવની આંતરિક શક્તિ છે. માનસિક, લાગણી સભર કે જીવન પ્રત્યેનો

અભિગમ. સંતોષ સઘળાં સુખનું મૂળ છે. સુખને મેળવવું, તેનો અહેસાસ માણવો,

તેના દ્વારા પ્રપ્ત થતી આનંદની ભાવનામાં રાચવું એ  માટે સહુ સ્વતંત્ર છે.   દરેક

વ્યક્તિના જીવનની આકાંક્ષા છે સુખની ‘પ્રાપ્તિ.’

યેન કેન પ્રકારેણ’ મેળવેલું સુખ લાંબુ ટકી ન શકે. સાત્વિક પ્રયત્ન અને શુદ્ધ મનની

ભાવના જરૂરી છે. સુખ એટલે વિનયી વર્તન,  પ્રેમથી છલકતી આંખો અને હ્રદયની

વિશાળતા . જો પૈસો સુખનું સાધન બને અને સાથે અહંકાર યા ઉદ્ધતાઈ રુમઝુમ કરતાં

આવે તો શું સુખનો અનેરો આનંદ પમાય ખરો ?

સુખના પ્રકાર અલગ અલગ છે. સુંદર કુદરતી દૃશ્ય, સંગિત, નાટક  યા સિનેમા દ્વારા

પ્રાપ્ત થતો આનંદ એટલે સુખ એ ટુંકા ગાળાનું સુખ છે. લોટરી લાગે, બોનસ મળે કે

ધંધામાં જંગી નફો થાય   તે સુખનો આનંદ નશો આપે છે. જ્યારે વ્યક્તિમાં કલાનું

અસ્તિત્વ હોય તો સર્જનતાનો આનંદ અને સુખ લાંબા ગાળાનું હોઈ શકે.

એક વાત યાદ રાખવી સુખ ક્યારે દુઃખ્નું કારણ બને તે કળવું મુશ્કેલ છે. અત્યારે તો

આપણે આ લેખ લખતા હું અને વાંચતા તમે સુખ માણીએ તે ઘણું છે!

 

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

16 09 2014
chandravadan

એક વાત યાદ રાખવી સુખ ક્યારે દુઃખ્નું કારણ બને તે કળવું મુશ્કેલ છે. અત્યારે તો
આપણે આ લેખ લખતા હું અને વાંચતા તમે સુખ માણીએ તે ઘણું છે!
Wishing all Happiness….1st the Sansarik Happiness….then the everlasting Happiness with the PARAMANAD…..as one is closer & closer to the PARAM TATVA.
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo to read A New Post !

16 09 2014
pravina Avinash kadakia

સાવ સાચી વત છે. સંસારિક સુખ થી પરમ સુખની મુસાફરી .

16 09 2014
Purvi Malkan

સુંદર રચના

Purvi Malkan

16 09 2014
pravinshastri

જે રસગુલ્લા આજે મનભાવન હતા તે કાલે ‘મધુપ્રમેહના’ દર્દ ને કારણે દુઃખ
આપવા સર્જાયા હોય તેમ લાગે.
૧૦૦% સાચી વાત.

23 09 2014
vkvora Atheist Rationalist

સુખ મેળવવાનો સાચો ઉપાય સખત કામ કરવું એ છે. કામચોરી કરીએ પછી સુખની આશા કેમ રખાય?

સુખી માણસ વધુ જ્ઞાની, વધુ સમૃદ્ધ અને લાંબુ આયુસ્ય ભોગવે છે. એક સુખી માણસ બીજા હજારને સુખી કરે છે….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: