ખરેખર

23 09 2014

પંખી પગે ચાલીને આવ્યા

બિમાર માછલીને ગગને મળવા

 

માનવી સાત સમંદર  તરીને આવ્યો

પંખીના ચાર દિવાલના ઘરમાં

 

નર્તકી દોડીને આવી હરણને ભેટવા

સસલાં નાચતા આવ્યા તખ્તા પર મળવા

 

બળબળતા તાપમાં  સહેલીઓ ઉઘાડા પગે આવી

પરીઓના દેશમાં રાસે રમવા

 

વર્ષાની રિમઝિમમાં  ટહેલતી  રણમા આવી

ઠંડા ઝાંઝવાના જલ મન ભરીને  પીધા

 

સ્વપનનો  ભરપૂર  આનંદ માણી રહી હતી ત્યાં

‘ખરેખર’ કહેજો કોણ આવીને ચાદર ખેંચી રહ્યું હતું ?

 

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

23 09 2014
vkvora Atheist Rationalist

સ્વપનાના અનંદ વખતે ચાદર ખેંચવાની ઓર મજા હોય છે… ખરેખર……

24 09 2014
chandravadan

ખરેખર, કોણે ચાદર ખેંચી હતી ?

આજે સ્વપ્નું અધુરૂં રહ્યાની વાત રહી !

બચપણમાં માતાએ ચાદર ખેંચી હતી,

આજે એની યાદ ફરી તાજી હતી !

યુવાની પછી, પતિએ ખેંચી હતી,

એવી યાદમાં ભવિષ્ય સંગે સફર હતી !

આજે, બાળકો ચાદરને ખેંચી રહ્યા છે,

ત્યારે, ખરેખર,નવા સ્વપના સાકાર છે !

જીવન સફર છે સ્વપનાઓ હશે ‘ને હશે,

સાકાર બને કા ના બને એ તો પ્રભુ જાણે !

……ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo @ my Blog !

24 09 2014
Raksha

Chandravadanbhai,
I liked your poetic comment !!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: