નવરાત્રી—-૨૦૧૪

નવ નવ રાત્રીના નોરતાને માડી ગરબે ઘુમવા આવ

સંગે સાહેલીઓને લાવ, રૂડા શણગાર સજીને આવ——

આવતાં પહેલાં નવધા ભક્તિને સમરી લે !

નવ રિપુને હણીને પવિત્ર થઈને આવજે !

નવ દિવસના ઉપવાસ કરવાની હોય તો કરજે

સાથે યાદ રહે નવ મંગલ કામના કરવાની !

નવ મિત્રોનો સંપર્ક સાધી શુભેચ્છા પાઠવવાની !

નવ નો આંકડો અર્ધ ગોળાકાર અને વચમાં આડી

લીટી નહી ઉપર નહી નીચે જીંદગીમાં સમતા !

અંબામા, દુર્ગા, શારદા, કાળી,  યમુના મહારાણી

લક્ષ્મી, સરસ્વતિ, સંતોષી અને પાર્વતીમાને પ્રણામ.

સામાન્ય રીતે માનવામાં આવે છે કે નવરાત્રીમાં

માતાનું પૂજન કરવાથી દુઃખ, દર્દનો અંત આવે છે.

હવે એવા ખોટા ભ્રમમાંથી બહાર નિકળવાનો સમય

પાકી ગયો છે .

શું અંબામા જાતે આવીને પાપીનો સંહાર કરશે ? અરે, પાપી

તો પાપનો ઘડો ફૂટશે એટલે એની મેળે માર્યો જશે! કોઈ મા,

આવીને તેને બચાવવા સમર્થ નથી.

હા, ભક્તિ દ્વારા અંતરમા ઉજાસ ફેલાવીએ આપણે. સત્કર્મના

દીપ જલાવી  સત્યનો રાહ અપનાવીએ તો આપણું કાંઈક ભલુ

થશે.હા,નવરાત્રીમાં અપવાસ હલકા હોવાને કારણે ગરબે ઘુમવા

માટે સરળ રહેશે.

તમસ ત્યજીને રજસ અને સત્વના પથ પર પ્રયાણ આદરીએ.

ભક્તિભાવથી સભર થઈ જેની પાસે હકિકતમાં કાંઈ નથી તેવાને

આપવા હાથ લંબાવીએ. હું, મને અને મારાના ત્રિકોણની બહાર

દુનિયાને નિહાળીએ.

હમેશા સત્યનો વિજય નિશ્ચિત છે. તેનો વિના સંકોચે આગ્રહ રાખીએ.

નવરાત્રા વર્ષમાં બે વાર આવે છે.ચૈત્રના નવરાત્રા અને આસો માસના.

તેના દ્વારા જાણ થાય છે. બસ હવે ‘દિવાળી’ના આગમનની તૈયારી

કરો.

દશેરાના દિવસે રામે રાવણનો સંહાર કર્યો. અયોધ્યાના લોકો ખુશ

થયા. સીતા મૈયાને છોડાવ્યા. બધા પાછળની ભાવનાને લક્ષમાં

રાખી વિચારશું તો તહેવારોનું ઉજવ્યું સાર્થક ગણાશે.

‘માતા’ સર્જક છે. ‘મા’ને પ્રતાપે આ સૃષ્ટિનું  અસ્તિત્વ અણમોલ ગણાય છે.

એ ‘મા’ હર હાલમાં વંદનિય અને આદરને પાત્ર છે.   શક્તિ, ધન અને

જ્ઞાનની પ્રાપ્તિ માટે ‘મા’ની ઉપાસના કરાય છે.

યાદ રહે માત્ર ઉપાસના નહી ફળે.પ્રયત્ન અને પુરુષાર્થ તેની સાથે સંકળાયેલા

હોય તે જરૂરી છે.

તો ચાલો નવરાત્રા સમજીને ઉજવીએ અને આનંદ માણીએ.

2 thoughts on “નવરાત્રી—-૨૦૧૪

Leave a reply to rekha patel (Vinodini) જવાબ રદ કરો