દૃષ્ટિ

દોષ જોવાને ટેવાયેલી આ  દૃષ્ટિ
સઘળે વિપરિત જણાય આ સૃષ્ટિ

જો જુએ ગુણ અન્યના શુભ દૃષ્ટિ
હમેશ નવિન પ્રફુલ્લિત લાગે સૃષ્ટિ

આંખેથી પડળ હટાવી ઠેરવો દૃષ્ટિ
અંતરે ઉમંગ આનંદ ફેલાવે સૃષ્ટિ

જીવાત્મા પરમાત્મા  ઓઝ્લ દૃષ્ટિ
ચૈતન્ય રૂપે વિલસી શોભાવે સૃષ્ટિ

અંતરે જ્યોત જલાવ નિર્મળ દૃષ્ટિ
અતિ આનંદ મંગલે ઉભરાય સૃષ્ટિ

4 thoughts on “દૃષ્ટિ

Leave a comment