મેડિસન સ્ક્વેર ન્યૂયૉર્ક

29 09 2014

મિત્રો આપણે સહુએ વડાપ્રધાન મોદીજીને સાંભળ્યા. અમેરિકા આવે ૩૭ વર્ષ થયા. જન્મભૂમિ

ભારતની માયા મૂકાવાને બદલે દિન પ્રતિદિન વધે છે. હવે બંને દેશ પ્રત્યે સરખી ભાવના હોય

તેમાં બે મત નથી !

તેમના સુંદર ભાષણની છાપ લઈને ઘરે આવી. મારું અવલોકન કદાચ કોઈને ન પણ ગમે તો

ક્ષમા યાચુ છું.

પંચહાભૂતનો આ પાર્થિવ દેહ બન્યો છે. મોદીના પાર્થિવદેહના પંચમહાભૂત કાંઈ આવા જણાયા.

પૃથ્વી**** ભારતની માટી

જલઃ******નર્મદાનું

આકાશઃ*****કલકત્તાનું (નરેન્દ્ર ઉર્ફ સ્વામી વિવેકાનંદ)

વાયુઃ****** હિમાલયના વાયરા

તેજઃ******વલ્લભભાઈ પટેલનું

ભારતને સાપ યા સપેરાનો દેશ ગણવામાં આવતો હતો. આપણે તેમાંથી બહાર આવી ગયા અને

આખી દુનિયા “માઉસ”ના સંકજામાં ફસાઈ ગઈ.

ભારતની ત્રણ વિરાટ શક્તિ,

લોકશાહી****  Democracy

યુવાધન **** Demography

માંગ******** Demand

કમાલ કરી ! ‘ ૩  D ‘!

“વિકાસલક્ષી’ નજરાણુ’ સહુની સમક્ષ પેશ કર્યું. સામાન્ય જનતાને લક્ષમાં રાખી આંદોલનો

શરૂ કર્યા. જો ભારતની આમજનતા જાગશે, સંતોષાસે તો દેશની પ્રગતિ નિશ્ચિત છે. ‘સફાઈ’

ઉપર ભાર મૂક્યો. મંદિરો નહી મળ મૂત્ર વિસર્જનના સ્થળ મતલબ સંડાસ બાંધો.

ભારતની ૬૫ ટકા વસ્તી, યુવાધન  સમગ્ર વિશ્વને ભેટ આપી શકીએ તે સ્થિતિ આપણી છે.

શિક્ષક, પરિચારિકાઓ આપણે સમગ્ર વિશ્વમાં તેનો પુરવઠો  પૂરો પાડી શકીએ એમ છીએ.

૧૦ રૂ. કિલોમિટર જતી ભારત્ની અમદાવાદની રિક્ષા. આજે આપણે મંગળના ગ્રહ પર ઉતરાણ

કર્યું, ૭ રૂ. એક કિલોમિટરના ભાવે ત્યાં પહોંચ્યા. શું આ નાનીસુની પ્રગતિ છે? પ્રથમ પ્રયાસ

સફળતાને વર્યો.

‘કળા વિકસાવો’ ( skill Development) પર ભાર મૂક્યો. જેને કારણે યુવાધન નોકરી મેળવી

શકે યા પોતાના બલબૂતા પર નવા શિખર સર કરી શકે.

આપણા દેશમાં ૫૦ ટકા લોકો પાસે બેંકમા ખાતા ન હતા. જમીનદારો અને ધીરધારો ખુલ્લે

આમ ગરીબોનું લોહી ચૂસે છે. વગર પૈસે બેંકમા ખાતા ખોલવાની યોજના અમલમા મૂકી.

બે કરોડ લોકોએ નવા ખાતા ખોલાવ્યા. બેંક  પાસે ૧૫૦૦ કરોડ રૂપિયાની પુંજી જમા થઈ.

જૂના ઘીસા પીટા કાયદા નાબૂદ કરો. નવા સામાન્ય જનતાને ઉત્સાહ પ્રેરેતેવા નવા કાયદાની

રચના.

મોદીજી પોતે જીંદગીની શરૂઆત ખૂબ નીચેથી કરી હતી તેનુ ઉલ્લેખ ગર્વભેર કરે છે. સાદી

અને સરળ ચીજોની જોગવાઈ પ્રજા માટે કરવામાં આસ્થા છે.

તેમની સામે ‘સુંદર અને મહાન દૃશ્ય’ છે. પ્ર્ણ પર ભાર મૂકયો. પવિત્ર ‘ગંગા’નો તટ સુધારી

તેના મહાત્મ્યને વધારવા તત્પરતા બતાવી. ભારતની વસ્તિના ૪૦ ટકા લોકો ગંગાને તીરે

વસે છે.

ગાંધીજી*** ૧૯૧૫માં ભારત પાછા ફર્યા હતા.-૨૦૧૫મા સો વર્ષ થશે. પ્રવાસ દિવસ બનાવો.

૨૦૧૯*** પૂ. ગાંધીબાપુની ૧૫૦મી જન્મ જયંતિ.

૨૦૨૨**** ભારતની આઝાદીના ૭૫ વર્ષ.

તેમની દૂરંદેશીનો જવાબ નહી ?

ભારતિય  પ્રજા માટેના વિઝાની સુવિધાની ઘોષણા કરી.

તેમને આપણે બને તે રીતે ભારતની ઉન્નતિ માટે સહાય કરીએ એવી ઉમ્મીદ.

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

29 09 2014
Vinod R. Patel

ઓછા સમયમાં જ મોદીજીની સભાનો સરસ અહેવાલ તોયાર કર્યો છે .

સભામાં જ બેઠાં બેઠાં જ કર્યો હશે !

29 09 2014
Jay Gajjar

. Various subjects covered. Very nice. Good luck –

Jay Gajjar

30 09 2014
chandravadan

મિત્રો આપણે સહુએ વડાપ્રધાન મોદીજીને સાંભળ્યા………………….

તેમને આપણે બને તે રીતે ભારતની ઉન્નતિ માટે સહાય કરીએ એવી ઉમ્મીદ.

Nice Post….The Event @ Madison Square Garden.
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
See you @ Chandrapukar !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: