શું સંબંધ ?

13 10 2014

‘અરે, માલિની કેટલા વર્ષે મળ્યા. ‘

‘પૂછ નહી યાર, આજે યાદ પણ નથી ક્યારે છેલ્લે મળ્યા હતા ?’

શું ફરક પડે છે. કાયમ મળનાર પણ વાયરાની દિશામાં પલટી મારે છે. કશું શાશ્વત નથી. કશું કાયમી નથી.  આ જગે સઘળું પરિવર્તિત છે. સાથ ચાલવાના સમ ખાનાર પણ સમય આવે પોતાનો માર્ગ ચાતરી લે છે !

મેસીઝના વન ડે ક્લિયરન્સ સેલમાં  સમરનું એકાદ ટૉપ મળે  એટલે હું ગઈ હતી. સરસ ટૉપ વ્યાજબી ભાવે મળી ગયું. ત્યાં મારી નજર માલિની પર પડી. ફેલૉશીપમાં સાથે ભણતા હતા .મારાથી એક વર્ષ આગળ પણ તેની બહેન મીના મારા વર્ગમાં હતી.

‘ચાલ ઘરે આવે છે. મારું ઘર ગેલેરિયાથી ખૂબ નજીક છે. વાતો કરશું અને સાથે કાંઈક ગરમા ગરમ બનાવીશ તો લંચ પણ થઈ જશે !’

ઓ.કે. મારે ઉતાવળ નથી. હું અને મારા વરજી બે મહિના પહેલાં હ્યુસ્ટન મુવ થયા. હવે ઈરાદો છે આ જૉબ પતે પછી અંહી પરમેનન્ટ રોકાઈ જઈશું. શિકાગોની ઠંડીથી ત્રાહીમામ થઈ ગયા છીએ.’

‘અંહીની ગરમી ફાવશે?’

‘અરે, યાર એ. સી. વધારે ચલાવશું.’

મને ફૉલો કરીને  માલિની  ઘરે આવી’.

કેટલા વર્ષો પછી મળ્યા. અમારી ફેલોશીપ સ્કૂલના વિદ્યાર્થીઓની એક ખાસિયત મળીએ ત્યારે એમ લાગે અમે કોઈ લાગણીના તારથી બંધાયા છીએ. ખૂબ પરિચિત અને પ્રિય હોઈએ તે્વો હ્રદયમાં ભાવ પ્રસરે.

પછી તો અમે બન્ને વાતોએ વળગ્યા. અરે, યાર ૭૦ વર્ષે આપણે કેવા ‘વેહ’ કાઢ્યા છે. આ અમેરિકામાં કેવા કપડાં પહેરીને ફરીએ છીએ !

આ વાક્ય સાંભળીને હું ચમકી. મને થયું, વાતનો દોર આગળ ચલાવવો પડશે અને એને સમજાવીશ કે ઉમર એ માત્ર આંકડા છે. એનાથી ગભરાવાનું નહી. શામાટે દિમાગમાં ઉમરને કારણે ગુંચવાડા ઉભા કરે છે?

માલિની સતર્ક થઈ. મને લાગ્યું જાણે ઘણા વખતથી તે આ વિષય ઉપર વિચાર વિનિમય કરવા તત્પર છે. મને પોતાને પણ થોડા પ્રશ્નો સતાવતા હતાં !

મારી વાત ચાલુ રહી. જેમ કોઈ આપણને જાતપાત યા દેશ વિષે પૂછે તેમ ઉમર વિષે જણાવે એ યોગ્ય નથી. ઉમર સાથે કેટલા અનુભવો સંકળાયેલા છે. જીવન દરમ્યાન તડકી અને છાંયડીમાંથી ક્યાંના ક્યાં આવી પહોંચ્યા છીએ. કેટલું બધું મેળવ્યું અને આજે પણ એ જ ઝડપે મેળવવાનો પ્રયાસ જારી છે.

માલિની મારી સાથે સંમત થઈ. કહે, હવે આપણે ક્યારે શું કરવું અને શું ન કરવું એ બંધનમાંથી મુક્ત થઈ ગયા. સંસારની સઘળી જવાબદારી પૂરી થઈ ગઈ. બાળકો તેમના રાહ પર પ્રગતિની હરણફાળ ભરી રહ્યા છે. આપણે કાળજે પૂર્ણ સંતોષ છે.

‘ તો પછી કદી ઉચ્ચારીશ નહી ,’આપણી ઉમર થઈ’. હા, વય જરૂર વધે છે. આપણને આપણું ગમતું કરવાનો સમય મળ્યો છે. જીવનના સ્વપના જે જોયા હતા તે સમયની સાથે વિકસ્યા છે. સાકાર કરવાનો સમય આવી પહોંચ્યો છે. જીવનમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ જોઈ આનંદ માણવાનો છે. સમાજને ઉપયોગી થઈ શકીએ તે માટે સક્રિય બનવાનું છે.

હા, પહેલાં પ્રભુને યાદ કરતા હતા તેનાથી હવે વધુ દ્દ્રઢતા અને શ્રદ્ધાથી ભજવાના છે. આપણે આજે જે મુકામ પર પહોંચ્યા છીએ તેનો સંતોષ માણવાનો છે.’

માલિની ,આ વાત તન્મયતાથી સાંભળી રહી હતી. તેના મુખ પર એક પ્રકારની ચમક જણાઈ. ‘બોલ તારો શું અભિપ્રાય છે?’

મને કહે, ‘એક તો તું મને મળી એનો આનંદ થયો. બીજું હવે, હું હ્યુસ્ટન રહેવાની એટલે આપણે અવારનવાર મળીશું.’

જો સાંભળ તને  કહું, હું પેંઈન્ટીગ શિખવા જાંઉ છું, મારી ટિચર મિસ મે, ૯૧ વર્ષના છે.’

‘વૉટ, તેનો અવાજ ઉંચો થઈ ગયો.’

આપણી ઉમર જે છે તેમાં ગર્વ લેવાનો. તંદુરસ્ત રહીએ તે માટે સક્રિય બનવાનું. ખાવાપીવાની આદત પર ધ્યાન કેન્દ્રિત કરી સુધારવાની. કસરત, યોગ, ચાલવા જવું અને શરીર સાથ આપે તો એરૉબિક્સ કરવા.  ટીન એજર્સ જેવા નખરા નહી પણ અરિસામાં જોવાનું. જે સારું લાગે તે કરવામાં કોઈ સંકોચ નહી.

‘ કોઈ દિવસ એવો વિચાર આવે ખરો કે હું ૩૫ યા ૪૦ની થાંઉ?’

‘કદી નહી, યાર. મારો દીકરો અને વહુ બધા ૪૦ની ઉપરના છે. પાંચ ‘ગ્રાન્ડ ચિલડ્રન ‘છે. શામાટે હું ‘રિવર્સ’માં જવાનો વિચાર પણ કરું?’ જે સ્થાને છું તે યોગ્ય છે. આ સ્થાને પહોંચતા શ્રમ પડ્યો છે. ત્યારે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. અરે, યાર જિંદગીના એવા મુકામ પર આવી પહોંચ્યા છીએ જ્યાં બીજાની પ્રગતિમાં સહાયભૂત થઈએ. આપીને ખુશ થઈએ. કોઈના મુખ પર સ્મિત રેલાવીએ.’

કુદરતે બક્ષેલી જિંદગાની એવી બનાવીએ કે તેનો કાંઇ અર્થ સરે !આપણી જરૂરિયાતો એકદમ ઓછી થઈ ગઈ છે. સંગ્રહ કરવાની આદત છૂટી ગઈ છે. હા, રોજબરોજની જીંદગી શાંતિમય પસાર થાય તેના આગ્રહી છીએ. અરે, યાર ફૂટી કોડી પણ સાથે લઈ જવાના નથી !

તે એકદમ બોલી ઉઠી

“આજનો લહાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે!’

આટલું બધું સમજે છે તો પછી શાને મુંઝાય છે?

અરે, જો તને એવી વાત કહીશ કે તું આડું અવળું વિચારવાનું છો્ડી દઈશ.

ગયા અઠવાડિયે ગરબામાં ગઈ હતી. આઠમના ગરબા એટલે માણસ પણ ઘણું આવ્યું હતું. દસ વાગ્યાની આસપાસ એકાએક અવાજ સંભળાયો. ‘કોઈ પડ્યું!’

ચાલુ ગરબા બંધ થયા. ‘હૉલમાં કોઈ ડોક્ટર છે?’

પ્રશ્ન પૂછાયો. બે થી ત્રણ ડૉક્ટરો આવ્યા. કોઈ કાર્ડિયોલોજીસ્ટ ન હતા. એક ૪૦ વર્ષની જુવાન સ્ત્રી ક્ષણભરમાં હતી ન હતી થઈ ગઈ ! ૯૧૧, ને ફોન કર્યો. આવ્યા પણ બધું વ્યર્થ !

માલિની ઘડીભર સ્તબ્ધ થઈ ગઈ.

વયને અને જીવનને ઉંદર,  બિલાડી જેવો સંબંધ છે. ક્યારે જીવન દીપ બુઝાવાનો છે, ખબર નથી? દીપમાં કેટલું  તેલ ભર્યું છે ,ક્યારે ખલાસ થશે ,બધું અનિશ્ચિત !

માલિની આટલા બધા વર્ષ પછી મળી. આટલા વર્ષોમાં શું બન્યું, જીંદગીમાં શું મેળવ્યું કશું જાણવાની બેમાંથી એકેયને ઇંતજારી ન હતી. હતું તો એટલું કે હવે શેષ જીવન કેવી રીતે દીપાવીએ. સંસારમાં બનતા નાના મોટા છમકલાં ને મહત્વ ન આપતા ,નદીના પાણીની જેમ વહી જવા દો. એ તો એમ જ થાય કહીને આંખ આડા કાન કરો. રાત થોડી છે વેષ ઝાઝા છે.

કશું આ જગે સ્થિર નથી જગત બદલાય છે, હર પળ, હર ઘડી. બસ ચલતા ચલો. કોઈ સંબંધ કાયમી નથી.માત્ર ૠણાનુબંધથી   એકમેકની સંગે સંકળાયેલાં છીએ. દરેક સંબંધ એક જાતની મહેક છોડે છે! હવામાનમાં વિસ્તરે છે અને અંતે વિરમે છે.  કોણ, ક્યારે, કોને ,ક્યાં મળ્યા, મળશે કે બિછડશે, સઘળું કિરતાર પર છોડવું હિતાવહ છે. સારું, નરસું કશું નથી. અપની અપની નજરકા અંદાઝ હૈ. નજરિયા બદલો નજારો બદલાશે !

હા, ઉમર સાથે એક વસ્તુ ચોક્કસ જણાવીશ. કોઈ પણ નિર્ણય લઈએ વિચાર કરીને લેવો. વર્તન ઉમરને છાજે તેવું કરવું. દેખાદેખી કે ,દ્વેષ ભાવનાને તિલાંજલી આપવી. ચાલશે, ફાવશે અને ભાવશેની ફિલોસૉફી અપનાવવી. જડતા છોડી થોડા સિથિલ થવું. આ જગે તારું કે મારું ધાર્યુ ન થાય તો અફસોસ ન કરતાં જીવન હસતા હસતા જીવવું. ” એ તો એમ જ હોય!’

વર્ષો વહી જાય છે  નદીના પાણીની જેમ

અનુભવોથી બને છે ગહરી  અને શાંત

પ્રગતિ અને ઉન્નતિથી બને છે યાદગાર
Advertisements

ક્રિયાઓ

Information

3 responses

13 10 2014
Dr. Kokila Parikh

Good one

Sent from my iPhone

Kokila Parikh

13 10 2014
pravinshastri

આપણે બધા એક જ નાવના પ્રવાસીઓ. બહેન સરસ લેખ. દરેકે દરેક વયનું એક આગવું સૌંદર્ય હોય છે. ક્ષણે ક્ષણ બદલાતા જિવન પ્રવાહને આનંદથી માણતા થઈ જઈએ તો જ જીવ્યાના આનંદનો સાક્ષાતકાર થાય.

16 10 2014
Shaila Munshaww

Good thinking. Way to live life.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: