૧.
દર વર્ષે આવું તોયે ઉત્સાહ ના ઘટે
ખૂબ આનંદે ઉભરાવ ભલે તે થોડા માટે ?
બોલો બોલો કયો દિવસ ?
********************************
૨.
ભલે માનવ તું ખૂબ મથે
પ્રેમ ન કરે મારી સાથે
હું વધું આગળ પથે
કશું ન આવે સંગાથે
બોલો બોલો બોલો કયું દર્દ ?
***************************
૩.
તરવરાટ ભર્યું
ખિલખિલાટ સભર
મઘમઘાટ સઘળે
નિર્મળ આનંદ ઉભરાય
બોલો બોલો બોલો શું ?????????????
************************
૪.
બાળપણમાં ગમતો
જુવાનીમાં ખૂબ ગમતો
ઘડપણમાં તેને માટે ઝૂરતો
કાયમ યાદ છોડી જતો
બોલો બોલો બોલો શું ??????????????
***********************************
Advertisements
Ukhana !
Vanchya Tamara Ukhana.
Javab Na Aapu.
Mangu Javab Tamari Pase !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar..Read the NEW & OLD Posts !
Your Comments awaited !