વિરોધાભાસ*****૨

21 10 2014

right or wrong

 

‘મમ્મી, જરા જલ્દી ચાલને’ . ૬૫ વર્ષની મા, ડાયાબિટિસ અને હાઈ બ્લડપ્રેશરને  કારણે ઝડપથી ચાલી શક્તી નહી. વળી હમણાંથી ભૂલી જવાનું નવું  દર્દ ચાલુ થયું હતું. શીલા મમ્મીને જુવાનીમાં જોઈ હોય તો આજની હાલત કોઈ માનવા તૈયાર ન થાય ! ‘સમય બડા બલવાન હૈ, નહી મનુષ્ય બલવાન.’ રોહિત પ્રયત્ન કરતો પણ કાંઈ ઈલાજ ન હતો. ગાડી બે બ્લોક દૂર હતી. ડાઉનટાઉનનો રસ્તો વન વે હોય એટલે મમ્મીને ચલાવવી પડી !

માંડ ઘરે આવ્યા. શીલા થાકી ગઈ હતી. સીધી બેડરૂમમા ગઈ.  ‘મને ભૂખ નથી, પછી હું દુધ ગરમ કરીને પી લઈશ’. રોહિત મમ્મીને મૂકીને સીધો રોમાને લેવા બેંક ઉપર ગયો. રોમાએ દર સોમવારે કંપલસરી વધારે કલાક કામ કરવું પડતું. રોજ તો બસમાં પાછી આવતી પણ મોડું થાય ત્યારે રોહિત તેને લેવા જતો.

શીલા નરમ તબિયતે પણ રાતની રસોઈ તૈયાર કરી રાખતી. રોમાને ખૂબ સારું લાગતું. બાળકો નાના હતા ત્યારે રોમાની હેલ્પે તેમને ખૂબ સહાય કરી હતી. હવે તેઓ મોટા થઈ ગયા. પંખીને પાંખ આવે તેટલે ઉડી જાય. નવો માળો બાંધે.

રોહિત અને રોમા બંને મમ્મીને આસિસ્ટેડ લિવિંગ અથવા નર્સિંગ હોમમા મૂકવા તૈયાર ન હતાં. શીલા ઘણીવાર ઈચ્છા વ્યક્ત કરતી. ખાસ તો રોમાનો આગ્રહ હતો, ‘મમ્મી અમને તમારી જરૂર હતી ત્યારે તમે કેટલા પ્રેમથી બાળકોને ઉછેર્યા. તેમને સુંદર સંસ્કાર આપ્યા’.

હવે શામાટે અમે તમારી સંભાળ ન રાખી શકીએ? શીલા કાંઈ બોલતી નહી.

રોહિતનો મિત્ર ઈનવેસ્ટમેન્ટ કંપનીમાં ફાઈનાન્સર હતો. તેની પત્ની નર્સ હતી. બાળકો મોટા થઈને જ્યાં નોકરી મળી ત્યાં ગયા. રાકેશ એક દિવસ મમ્મીને કહે, ‘મા, મેં અને રીનાએ એક નર્સિંગ હોમ જોયું છે. ખૂબ સુંદર જગ્યા છે. સવાર સાંજ ગરમ વેજીટેરિયન ફુડ પણ આપે છે. તારી પેલી અમેરિકન બહેનપણી લિન્ડા ત્યાં જ છે. ચાલ આ વિકએન્ડમાં ત્યાં તપાસ કરી આવીએ. જો તને ગમે તો જ જવાનું નક્કી કરીશું.’

રોહિણી આનો અર્થ ન સમજે એવી નાદાન ન હતી.  રીનાને ફરવાનો ખૂબ શોખ. વારે વારે વેકેશન પર જવું ગમે. મમ્મી ઘરમાં હોય તો તેનો જીવ ઘરમાં રહે. મોટું પેલેસ જોઈ લો ! રાકેશને સવાર સાંજ કહ્યા કરે, મમ્મી એકલા હોય તો તેમને ન ફાવે. આપણી વેકેશનની મઝા તેમની ચિંતાને કારણે મારી જાય. જો નર્સિંગ હોમમા હોય તો ત્યાં સારી દેખરેખ પણ થાય અને વળી કોઈ ચિંતા ન હોવાથી આપણે વેકેશનની મઝા માણી શકીએ.

રાકેશને માટે ‘કજિયાનું મોં કાળું’. કાંઈ બોલે નહી. તે રીનાનો સ્વભાવ જાણતો હતો. અંદરથી કોચવાય પણ કોણ ઘરમાં કલેશને નોતરે?

આખરે હા, ભરવી પડી. રોહિણીએ તમાચો મારીને ગાલ લાલ રાખ્યો. સ્વમાનભેર જીવવું હોય તો આ એક જ રસ્તો હતો. રાકેશને ખબર હતી પિ્તા ગુમાવ્યા પછી માએ તેને કેવી રીતે મોટો કર્યો હતો.

ખેર દ્વંદ્વ  ભરેલી આ જીંદગાની જે રંગ બતાવે તે જોવાનાં બોલ્યા વગર સહેવાના. બાળકોને અંતરના આશિષ દેવાના*********************

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: