દર વર્ષે આવતી દિવાળી વિક્રમ સંવંત ૨૦૭૧

 

diwali

 

 

મિત્રો વળી પાછી દિવાળી આવી. અંતર આનંદે છલકાયું. યાદ છે ને ગયે વર્ષે જ્ઞાનના

દીપ જલાવ્યા હતા! અંધકાર રૂપી અજ્ઞાનને દૂર કરવાની કસમ ખાધી હતી. વળી પાછી એ

કસમ યાદ કરીએ. દિલને પાવનતાથી ભરી દઈએ. ઈર્ષ્યા અને દ્વેષને દૂર કરીએ.

અંહી અમેરિકામાં તો આપણા ભાઈ બહેનો સુખી છે ! ભારતના મિત્રોને યાદ કરી તેમને

કાજે અંહીથી કશું એવું કામ કરીએ જેથી તેમની દિવાળી પણ સરસ રીતે ઉજવાય !

આપણા વડાપ્રધાનને સાથ આપી તેમનો રાહ થોડો સરળ બનાવીએ. કુટુંબમાં પ્યાર

અને સહકારની ભાવનાને મજબૂત કરીએ. મોટેરાંઓ દિલ સાફ રાખી સહુને પ્રેમ પૂર્વક

આવકારે.

દિવાળી એટલે સત્યનો વિજય. દીવડાં તિમિર નાશક છે. તેમાં પ્યારનું તેલ પૂરી સ્નેહની

વાટ બનાવી સમજણનો પ્રકાશ રેલાવીએ. નાનેરાઓ નાસમજ હોઈ શકે મોટેરાં દિલની

ઉદારતા દર્શાવે.

 

દિવાળી ને હોંશભેર મનાવીએ

આનંદ ઉલ્લાસ ફેલાવીએ

સહુનું મંગલ થાય તેવી પ્રાર્થના

અંતરમા જ્ઞાનની જ્યોત જલતી રહે

તોરણ બાંધી ખુશી દર્શાવીએ

શુભ અને લાભ સહુનું વાંછીએ

દ્વેષ, વેરઝેર,  ઈર્ષ્યાને તિલાંજલી

નવા વર્ષને પ્રેમે વધાવીએ

દિવાળીનો પર્વ ખૂબ આનંદમય છે. ગત વર્ષનું સરવૈયું કાઢી જમા અને ઉધાર પાસાને

નિરખીએ ! ભૂલનું પુનરાવર્તન ન થાય તેના માટે સજાગ બનીએ. લક્ષ્મીનું ઉપા્ર્જન

સનમાર્ગે હશે તો કુટુંબમાં સુખ અને શાંતિ રેલાશે.

દિવાળીના પર્વ નિમિત્તે જરૂરથી  કોઈની આંતરડી ઠારવાના પ્રયાસ કરીએ. નૂતન વર્ષ

સહુનું લાભદાયી નિવડે. સહુને નવા વર્ષના અભિનંદન.

ઘર ઘર દીવડા પ્રગટાવો

ઘર ઘર તોરણિયા બંધાવો

આંગણે સાથિયા પૂરાવો

આજ દિવાળી આવી.

દિવાળીની શુભકામના

નવા વર્ષના અભિનંદન

***********************

 

દિવાળીના દિવસોમાં  કિલબિલાટ

સહુના મુખ પર ફરકતો મલકાટ

નાના બાળૂડાં મચાવે તરખાટ’

કુટુંબ વિહોણાનો દિલે વલવલાટ

પ્રભુ વરસાવ તારી કૃપાનો વરસાદ

 

4 thoughts on “દર વર્ષે આવતી દિવાળી વિક્રમ સંવંત ૨૦૭૧

Leave a comment