મા, તારા વિના

27 10 2014
mom

mom

‘મા,’  તારા ચરણોમાં પ્રણામ. દસ વર્ષના વહાણા વાયા. તારો વિયોગ હવે સદી ગયો છે. મા, તારી યાદ હરપળ આવે છે. તું નથી અને ભારત જાંઉં છું, ત્યારે મનમાં અનેક પ્રશ્નો ઉઠે છે. કોને મળવા જવાની ? કોને ત્યાં રહેવાની ? તને ભાળીને કોની આંખોમાં પ્યારની ચમક જોવાની ?  ‘આવી બેટા, કહી કોણ આવકારવાનું ?’

મા, અમેરિકા આવે ૩૮ વર્ષ થયા. પહેલાં જ્યારે આવતી ત્યારે મનમાં કદી પ્રશ્ન ઉઠતો નહી . માતૃભૂમી જવાનું, ‘મા’ નહી મળવાની !

ખેર, જિંદગીએ અવનવા રંગો બતાવ્યા છે. હવે કશો ફરક પડતો નથી. મા, તારા વગર જાણે દિલના એક ખૂણામાં ખાલિપો જણાય છે. ‘આવી મારી સોનબાઈ’? . એ મધુરો સાદ . તને ભગવદ સ્મરણ કરતાં હૈયું નાચી ઉઠતું.

મા, તારી જિંદગીના પાછલા વર્ષોમાં ખૂબ પ્રેમે સાથે રહ્યા હતા. છેલ્લે છેલ્લે આપણે શ્રીનાથજી દર્શન કરવા સાથે ગયા હતા. અરે, મમ્મી ગોકુલ ગયા હતા તે યાદ કરું છું ત્યારે હસી હસીને મારું પેટ દુઃખી જાય છે. આજે પણ એ દૃશ્ય મારી નજર સામે તરવરે છે. મમ્મી સા્ચું કહેવાય છે, ‘મા તે મા બીજા વગડાના વા’!

મમ્મી તારી પ્રેમ ભરી આંખો હમેશા સારું અને સાચું જોતી. અવગુણો પર અંગુલિનિર્દેશ કરી સુધારવાની શીખ આપતી. હેં,મા પ્રભુએ કેટલી જહેમત ઉઠાવી હશે ત્યારે ‘મા’, નું સર્જન કર્યું હશે? તું મારતીપણ કોઈ ને મારવા ન દેતી. તું વઢતી પણ કોઈને વઢવા ન દેતી ! હમેશા સદગુણ અને ચારિત્ર્ય પર ભાર મૂકતી.  અમે પાંચ ભાઈ – બહેનોને તે એક સરખો પ્રેમ આપ્યો હતો !

મમ્મી તને આપેલું વચન પાળવાના મારા બોલ હું પાળું છું. સર્વે ભાઈ બહેનોને અવારનવાર ફોન ઉપર અને અનુકૂળતાએ મળું છું. મમ્મી તારો અને મોટાભાઈનો પ્રેમ આજે પણ મને ખૂબ સહાય કરે છે. એટલે તો કહેવાય છે, માતા અને પિતા ભગવાનનું  સ્વરૂપ છે. ભગવાન કોણે જોયા છે ? ખાલી વાતો ! બાકી ભગવાનનું રૂપ માનવે મન ઘડિત બનાવ્યું છે. તેને જે ગમે તે ભગવનનું રૂપ !

તું તો મા, હાજરા હજૂર હતી. જાણે અજાણ્યે કદી દુભવી હોય તો માફી માગું છું. મમ્મી તારી સાથે ગાળેલાં પાછલા વર્ષોની યાદની ભિનાશ આજે પણ મારા અંતરને આનંદ આપે છે.

બાકી જે ‘મા’આ જગમાં લાવવા માટે સમર્થ બની તેનાથી અદકેરું કોણ હોઈ શકે? જીવતી જાગતી તસ્વિર. ખબર ન હતી કશાની ? ખાવું , પીવું, નહાવું, છી કે પી બધું વણ કહે, તું જ કરતી. કદી તારા મુખ પર કંટાળો નહોતો જણાતો. અન્નપૂર્ણાની માફક હમેશા તન અને મન સંતોષતી !

મમ્મી, આજના દિવસે તું જ્યાં પણ હોય ત્યાં ખુશ રહેજે. તારા વગર ગમતું નથી, ગમાડું છું ! તારી યાદનો દીપક સદા દિલમાં જલતો રહે છે.

પ્રવિણાના ખૂબ ખૂબ પ્યાર

 

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

27 10 2014
chandravadan

મમ્મી, આજના દિવસે તું જ્યાં પણ હોય ત્યાં ખુશ રહેજે. તારા વગર ગમતું નથી, ગમાડું છું ! તારી યાદનો દીપક સદા દિલમાં જલતો રહે છે.
પ્રવિણાના ખૂબ ખૂબ પ્યાર
The Memory of the Mother
It is the Real Tribute to the Mother,
As such Memory can only from within the Heart,
And, as you remember her, Vandan to her from Chandra’s Heart !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
See you @ Chandrapukar !

27 10 2014
વિશ્વદીપ બારડ

મા ની યાદ..સૂરજ-ચાંદ સમી દિવસ રાતની જેવી..સતત નદીની ધારા સમી..સુંદર ભાવ -વિભોર સાથે આપના પેમના પ્રતિબિંબો ઝીલ્યા..આભાર..

28 10 2014
Navin Banker

વાંચતાં વાંચતાં, આંખ ભીની થઈ ઉઠી. દિલ ભરાઇ આવ્યું. મને ય મારી સદગત માતાની યાદ આવી ગઈ.
નવીન બેન્કર

29 10 2014

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: