શુભેચ્છા સહ

29 10 2014

‘શુભેચ્છા સહ સમાચાર પાઠવું છું. ‘તમારી દીકરીના લગ્નના સમાચાર જાણી આનંદ થયો.’

આવા સુંદર પ્રત્યાઘાત મળે ત્યારે અંતર આનંદે છલકાઈ ઉઠે ! ખુશી જ્યારે વહેંચાય ત્યારે

બમણી થાય. હમેશ  આનંદના સમાચારમાં સહયાત્રી  ઉમંગ અને ઉત્સાહ વધારે તેમાં શંકાને

સ્થાન નથી !

ઘણી વખત  જ્યારે માત્ર બાહ્યાચાર બની જતો હોય છે, ત્યારે અંતર પુલકિત થવા માટે ના પાડે

છે. શુભેચ્છા પાઠવનારના હાવભાવ અને ઉર્મિ તેની ચાડી ખાય છે. દીકરીનો વાન ઉજળો હતો

એટલે પાર પડી ગયું ! છોકરો ભણેલો, ગણેલો અને સંસ્કારી હતો, અરે દીકરી વાન સાથે શાનમાં

પણ પૂરી હતી !

શુભેછા અંતરથી મોકલીએ તો તેમાં ઘણી મીઠાશ અને પ્યાર સમાયેલા હોય છે. જો એ મિશ્રણ

ખરા દિલનું હોય તો તેની અસર સામેવાળી વ્યક્તિ અનુભવી શકે છે.

આજકાલ દંભના જમાનામાં ઉપર અલગ અંદર અલગ. એ ભાવ છુપાવ્યા છુપતા નથી. બાકી

‘શુભેચ્છા સહ’ માત્ર બે શબ્દ હ્રદયના ભાવ વ્યક્ત કરવા માટે પૂરતા છે.

લાખ કોશિશ કરીશું સત્ય પોતાનું પોત પ્રકાશે છે. કદી સૂરજ ઢાંક્યો ઢંકાય ખરો. આંખ

મુંદવાથી સૂર્યનું અસ્તિત્વ નકારી ન શકાય.

જો કોઇને પણ શુભેચ્છા પાઠવવી હોય તો દિલથી પાઠવો. બાહ્યાચારનો કોઈ મતલબ નથી.

એનાથી ઉતપન્ન થતાં વિષમ તરંગો ગમે ત્યાંથી તમને પાછા મળશે. ખરા દિલથી પાઠવેલી

શુભેચ્છા મંગળ પરિણામ લવે છે. મને  ખૂબ ઝાંખુ યાદ છે.

નાનપણમા મારી સહેલીની બહેનનો ખોળો ભરવાનો પ્રસંગ હતો. તે જ્યારે એક વડીલને પગે

લાગી આશિર્વાદ મળ્યા,’મારા જેવું થજો’. એ બહેનને છ દીકરીઓ હતી. હું તો નાની અણસમજુ

હતી. મારી સહેલીની બહેન અમે જ્યારે એકલા પડ્યા તો કહે,’ આવું શું કામ કહ્યું હશે?

ખેર, તેને ખોળે દીકરો આવ્યો. બીજી વખત દીકરી. આશિર્વાદ આપનાર બહેનના શુભઆષિશ

ન ફળ્યા. વાત લગભગ ૫૦ વર્ષ જૂની છે. શુભેચ્છા સહિત લખતા મનના ખૂણે સૂતેલી યાદ કેમ

સળવળી તેનો મને અંદાઝ પણ નથી.

હિતેચ્છુની શુભેચ્છા ખરેખર ફળે છે. તેમના મનના તરંગ અનુકૂળ વાતાવરણ સર્જે  છે. કાર્ય

નિર્વિઘ્ને પાર પડે છે. યશનો ભાગિદાર બને છે. સંપૂર્ણ વાતાવરણ તેની અસર નીચે આવે

છે. શુભ એટલે કલ્યાણકારી. જ્યાં કલ્યાણનો ભાવ હોય ત્યાં હમેશા મંગળતા પ્રસરે!

શુભેચ્છા સ્થળ અને પ્રસંગને અનુરૂપ હોય ત્યારે સોનામાં સુગંધ ભળે.

મારા મિત્રનો દીકરો વકીલાતના ક્ષેત્રમાં આગળ વધી જજ બન્યો. ખૂબ આનંદ થયો.

તે જ્યારે અમેરિકામાં ન્યાયાધિશની ખુરશી પર બેસી ન્યાય તોળતો ત્યારે  અનુભવતો

પિતા, માતા અને સર્વે વડીલોની શુભાશિષ તેને મદદ કરે છે. જેને કારણે ન્યાય કરવામાં

ખૂબ સહાય થાય છે.

જો કોઈને આપવી હોય તો શુભેચ્છા આપવી. મન ન હોય યા કોઈ અંતર હોય તો મૌન

સેવવું હિતાવહ છે. કલ્યાણકારી ચેતના માર્ગને સાનુકૂળ બનાવી તેમાં આવતા વિઘ્નને

હરે છે. કામ કરવામાં ઉત્સાહ પ્રેરે છે. પ્રેરણાનો શ્રોત નિર્બંધ વહે છે.

શુભ અને અશુભ કોઈના કહ્યે થતું નથી. માત્ર તેની પાછળની ભાવના સામેવાળી વ્યક્તિના

હ્રદયને સ્પર્શી સમગ્ર વાતાવરણમાં ચેતના પ્રસરાવે છે.

 

શુભભાવના, શુભકામના વિચાર માત્રથી આજુબાજુનું વાતાવરણ નિર્મળ બને છે. જ્યારે

તે કોઈ પ્રસંગ, વ્યક્તિ યા સ્થળ સાથે સંકળાયેલી હોય ત્યારે તેનાથી ઉતપન્ન થતાં સ્પદંનો

તરંગો અને વલયો એક સુખદ વર્તુળ પેદા કરવા સમર્થ બને છે.

હમેશા ‘શુભેચ્છા સહ’નો  સંદેશ ઉમળકાથી ઉભરાતો હોય તેનો ખ્યાલ રાખવો આવશ્યક છે.

સહુના અનુભવની વાત છે. ‘જે આપીએ છીએ તે પામીએ છીએ’ ! ‘શુભની’ ,’કલ્યાણની’

ભાવના આપણે સહુ ખુલ્લા દિલે આવકારીએ છીએ !

 

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

29 10 2014
mahendra Shah

Beautiful!

Mahendra Shah
.

30 10 2014
chandravadan

હમેશા ‘શુભેચ્છા સહ’નો સંદેશ ઉમળકાથી ઉભરાતો હોય તેનો ખ્યાલ રાખવો આવશ્યક છે.
સહુના અનુભવની વાત છે. ‘જે આપીએ છીએ તે પામીએ છીએ’ ! ‘શુભની’ ,’કલ્યાણની’
ભાવના આપણે સહુ ખુલ્લા દિલે આવકારીએ છીએ !.
Nice Post.
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Hope to see you for the NEW POST !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: