સમય પાકી ગયો છે !

7 11 2014

મિત્રો, ખરેખર જાગવાનો સમય પાકી ગયો છે ! સમય સરતો જાય છે. ક્યારે જાગીશું? દિવાળી આવી , ઉજવી, ખાધું પીધું ને ફટાકડા ફોડ્યા.
દિવાળીનો તહેવાર ત્યારે ઉજવ્યો કહેવાય જ્રેયારે કોઈના મુખ પર હાસ્ય ફેલાવવામાં સફળતા મળી હોય. કોઈ નાના બાળકને જેને તેના માતા તેમજ પિતા કશું આપવા સમર્થ નથી તેને નવા કપડાં કે મિઠાઈ આપી ખુશ કર્યો હોય. આજે જ્યારે આપણે છતના પર્વતની ટોચે બિરાજ્યા છીએ ત્યારે તળેટીમાં અછતનો સાગર ઘુઘવતો ક્યાં સંભળાય છે!
આપીને ખુશ થઈશું તો દિવાળી ઉજવી ગણાશે. ચીલાચાલુ રોજની ઘરેડમાં વ્યસ્ત રહ્યા. કોઈનો સાદ આ બધિર કાને ન અથડાયો. જાણવા મળ્યું એક ફરિશ્તો ખિસામાં દિવાળીમાં કરવાના ખર્ચ માટેના રુપિયા લઈ ફુટપાથ પર ભટક્યો.
શીંગચણા વેચવાવાળાને, ‘તને ભગવાનમાં શ્રદ્ધા છે?’
‘તેના સિવાય બીજા કોનામાં હોય’?
દસ રૂપિયાના શીંગચણા મને આપ. લઈને તેને ૧૦૦૦રૂ.નોટ આપી.
‘સાહેબ મારી પાસે છૂટા નથી’.
‘ભાઈ, બાકીના તને ભગવાને મોકલ્યા છે.’
ફાટી આંખે તે જોઈ રહ્યો. ‘સાહેબ મશ્કરી શું કામ કરો છો’?
‘ના, ભાઈ તું રહેવા દે’.
આંખમાંથી ગંગા અને જમુના વહેવા લાગ્યા.
બાળકોના રમકડાં વેચવાવાળો.
‘ભાઈ આ મૉટર કેટલાની?’
સાહેબ ૩૦ રૂપિયાની.’
આ લે, કહી હજારની નોટ આપી.
સાહેબ હું છૂટા ક્યાંથી લાવું?
ના, બાકીના તારા છે. ભગવાને મોકલ્યા છે.
૨૫ હજાર રૂપિયાનો ધુમાડો કરવાને બદલે ૨૫ મુસ્કાન સિલકમાં લઈ ગાતો ગાતો તે નવજવાન ઘરે આવ્યો.
પત્નીને વાત કરી. ખૂબ ખુશ થઈ. બીજે દિવસે તે મિઠાઈ લઈ લગભગ ૧૦૦ માણસોને ૫૦૦ ગ્રામના પડીકા આપી ઘરે પાછી ફરી. વંદન હો આવા યુગલને.
હજુ તો આનો આનંદ હું માણું ત્યાં એક ભાઈને મળી .સુખી કુટુંબનો. ન ભાઈ મળે ન બહેન ! લગ્ન કર્યા હતાં. પિતા મિલકત મૂકીને અકસ્માતમાં માર્યા ગયા. માતા તો જન્મ આપીને વિદાય થઈ હતી.
કમાણી છોડી દરરોજ સ્કૂટર ઉપર પૂરી અને શાક લઈ ભૂખ્યાને પેટ ભરી ખવડાવે. હવે સારા કામમાં સો સાથી.
નજીકમાં રહેતી દસ મહિલાઓ રસોઈ કરવા તૈયાર થઈ. “વિના વેતને.” બાજુના બંગલાવાળા શેઠિયાઓ અનાજ પાણી પહોંચાડવા તૈયાર થયા. રોજે લગભગ ૨૫૦ માણસોના મુખ પર સ્મિત રમી રહ્યું. ભૂખ્યા પેટવાળાનો ભગવાન અન્ન છે.
આવી સુંદર પ્રવૃત્તિ જોઈ બીજા એરિયામાં રહેતાં લોકોએ આ યજ્ઞમાં સાથ આપ્યો. જુદા જુદા લત્તામાં આ પ્રવૃત્તિ ચાલુ થઈ. દરેક જણા પોતાના ગજા પ્રમાણે તેમાં ફાળો આપતા. અરે, એક હજામે દરરોજ દસ હજામત મફત કરવાનું નક્કી કર્યું.
કહેવાય છે સારા કામમાં સો વિઘ્ન. અંહી તેનાથી વિપરિત જોવા મળ્યું. મિત્રો આજે મારો દિવસ સુધરી ગયો. યથા શક્તિ દેશથી હજારો માઈલ દૂર રહી મારું મન આ સેવાની પ્રવૃત્તિમાં સક્રિય બન્યું. આપ સહુ પણ યથા શક્તિ તમારો ભાગ ભજવશો ! યાદ રહે અંહીના એક પણ ડૉલર ઉપરવાળાની બેંકમાં ટ્રાન્સફર નહી કરી શકાય ! બાળકોને વિદ્યા વરી છે. તેમની ચિંતા આપણે કરવાની કોઈ જરૂર જણાતી નથી !

સહુથી સુંદર કાર્ય જુવાનિયાઓને કામ આપીને કરવાવાળા ભાઈને પ્રણામ. અમેરિકામાં રહેલાં આ ભાઈ જાણતા હતાં કોઈ પણ કામ નાનું નથી.મહેનતથી કમાઈને મેળવેલી પ્રગતિ પર મુસ્તાક હતા.આપણા ભારતમાં આવીને બાકીની જિંદગી ગાળવાનો તેમનો નિર્ણય ખૂબ ગમ્યો. તેમા પાછી આવી સુંદર પ્રવૃત્તિ આદરી.આવી રીતે જો પ્રજામાં જાગૃતિ્ આવે તો ભારતનો ત્રિરંગો મુક્ત મને આકાશમાં લહેરાઈ ગર્વથી મુક્ત મને લહેરાઈ શકે!

ચાલો ત્યારે જાગીએ, કામે વળગીએ , સમય પાકી ગયો છે !

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

8 11 2014
pravinshastri

ખુબ સરસ વાત પ્રવિણાબહેન.

10 11 2014
10 11 2014
pravina Avinash

Thanks Vijaybhai.
pravinash

10 11 2014
dee35

સહુથી સુંદર કાર્ય જુવાનિયાઓને કામ આપીને કરવાવાળા ભાઈને પ્રણામ.
આ ભાઈનો અતો પતો બતાવો તો અમે પણ તેમને મળીને પ્રણામ કરી શકીએ.

12 11 2014
Kalpana Raghu

નવા વર્ષમાં પ્રવિણાબેન,આપે એક દીપક પ્રગટાવ્યો છે.દીપાવલી થવાની પૂરી શક્યતા છે.શુભેરછા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: