વધતી જતી ઉમર

16 11 2014

ઉમર, એટલે શું. જન્મ થયા પછી પસાર થતાં કલાકો, દિવસો અને વર્ષો !યાદ રહે તેની સાથે જીવનમાં અનુભવ અને શાણપણ વગર કહે પ્રવેશતાં હોય છે. આ સમયે હસી કાઢવાની આદત ઘણી સહાય કરે.જીવનમાં ચાલશે, ફાવશે અને ભાવશે એ તત્વજ્ઞાન પ્રવેશે તો વન પસાર નિર્વિઘ્ને થાય તેમાં શંકાને સ્થાન નથી. કોઈ પણ વસ્તુ યા પ્રસંગની અંદર ભિતરમાં જઈ બહુ છણા્વટ કરવાને બદલે જે પામ્યા તે અહોભાગ્ય.

આજના યુગમાં આધેડ વયની ઉમરની વ્યક્તિઓ અગણિત છે. લાંબા આયુષ્યને કારણે જીવવાનો આનંદ અધિક સમય માટે આપણે માણી શકીએ છીએ. દરેક વ્યક્તિ સ્વાસ્થ્ય માટે સજાગ છે.માનવું મુશ્કેલ છે પણ લગભગ ૨૦ વર્ષ પછી અત્યારે છે તેનાં કરતાં આધેડ વયની વ્યક્તિઓની સંખ્યા બમણી થવાના રણશિંગા ફુંકાશે!

અરે ઉમરને અને રમુજને દોસ્તી કરાવી આપો જુઓ જિંદગી સુહાની બની જશે. મોઢા પર આખી દુનિયાનો ભાર લઈને ફ્રરવાની કોઈ જરૂર મને તો ભાઈ નથી જણાતી. પેલું યાદ છે ને દયારામનું કાવ્ય ” ચિત તું શીદને ચિંતા કરે કૃષ્ણને કરવું હોય તે કરે”.ઘણા વડિલોને આદત હોય છે ,
‘ગાડા નીચે કુતરું જાય ને માને કે ગાડાનો ભાર હું ખેંચું છું’. અરે ભાઈ હવે બાકીની જિંદગી બે સારા કામ કરો. કોઈને માદદ કરી શકો એવી સ્થિતિ હોય તો બિના ઝિઝક કરો.
;ક્યા લેકર આયે થે ક્યા લેકર જાના હૈ?’

હા, ઉમર અનુભવ વધારે , ઉત્સાહ ઘટાડે. નવી યા આધુનિકતાની સાથે કદમ મિલાવવા માટે પાછી પાની કરે. જુનું તે સોનુંના ગાણા ગાયા કરે. નવી પેઢીને નવાજવા આનાકાની કરે! લાંબા જીવનના કારણે પોતાની રહેણીકરણી ટકાવી રાખવા જલ્દી નોકરી ધંધાને ફારગતી ન આપે. પરિણામ યુવાનો માટેની તક ઉભી થવાને બદલે ઘટતી જાય.એક અગત્યની વાત છે. નવી શોધખોળ,પ્રગતિ, કાર્યદક્ષતા અને વૈભવ હીરા માફક ઝળહળે છે.હીરા પડીકામાંં મૂલ્યવાન જણાય તેના કરતાં હાર, બંગડી કે બુટ્ટી રૂપે વધુ સુંદર દીસે. તેને શુશોભિત કરી નવું રૂપ આપવામાં સોનું અગત્યનો ભાગ ભજવે છે. જૂના અને નવાનો સુનહરો સંગમ એટલે આધેડ વયની શોભા!

આજની યુવાન તરવરતી પેઢી નવા નુસ્ખા અમલમાં મૂકી પોતાનો માર્ગ ચાતરવામાં બાહોશ છે. મોટી ઉમરની વ્યક્તિઓ પ્રવૃત્તિશીલ રહેવામાં જલ્દી કામને તિલાંજલી નથી આપતી. યુવાનોએ આનો વિકલ્પ શોધવો રહ્યો.નોકરીને બદલે એવો વ્યવસાય સોચવો કે જેનાથી પગભર થવામાં તકલિફ ન પડે.આજે નરી આંખે ૭૫થી ૮૦ વર્ષની ઉમરની વ્યક્તિઓને ૪૦ કલાક કામ કરતાં જોંઉ છું ત્યારે મનમાં પ્રશ્ન ઉદભવે છે. ‘હજુ કેટલા વર્ષ આ ઘસરડાં કરવાના? ક્યારે જીવનમાં એવા કાર્ય કરવાના જેનાથી આત્મસંતોષ થાય. સમાજ ઉપયોગી યા કળાની પ્રવીણતા કુશળ પૂર્વક રજૂ કરવાનો સમય ક્યારે પાકશે? હા, લાંબુ જીવવાના,પણ કેટલું? યમરાજા આવાવાના હોય ત્યારે નથી નગારા વાગતાં કે,નવાબ વાજીદાલી શાહનો હુક્કો પહેલાં મોકલતા નથી.

મહત્વનું તો એ છે કે પેલો ભગવાન કે કિરતાર એક પણ નયો પૈસો સાથે ઉપર લઈ જવા દેતો નથી. બધું અંહીનું અંહી રહેવાનું છે!ક્યારે જીવનમાં સંતોષનું પદાર્પણ થશે ? કેટલીક વખત એવું સાંભળ્યું છે, ‘નિવૃત્ત થયા પછી શું કરીશું’? આ પ્રશ્ન કહેનાર અને સાંભળનાર બન્ને દિવાના લાગે. શું જીવનમાં માત્ર સવાર પડે નોકરી યા ધંધે જવું એ જ એક કાર્ય છે. બળદ જેમ કોસ યા ગાડું ખેંચે તેમ માનવી બસ ઉઠે, નોકરીએ જાય થાક્યો પાક્યો આવે, આરામ કરે ,સૂઈ જાય અને વળી પાછો સવારે નોકરી પર હાજર!

‘વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ન ભૂલે’ ભાઈ એ તો દરેકને ‘પસંદ અપની અપની ખયાલ અપના અપના’ જેવી વાત છે. બાકી થોડો ઘણો આધ્યત્મનિ વિચાર કેળવીએ તો જીવનની યથાર્થતા સમજાય ખરી.શું આમૂલ્ય જીંદગી આટલા કારણસર આપણે પામ્યા છીએ? જીવનનો કોઈ હેતૂ ખરો કે નહી? કોઈ ધ્યેય નિશ્ચિત ખરો કે પછી રગાશિયા ગાડાની માફક જીમ્દગી જીવી પૂરી થાય એટલે ચાલવા માંડવાનું.

પ્રભુનું અર્પિત આ જીવન કેમ વેડફી દેવાય

એ છે પ્રસાદી ઈશની રે કેમ વેડફી દેવાય?

જૂના અનુભવીઓ ગુંદર લગાડીને ખુરશીનો મોહ છોડતાં નથી. સારું છે અમુક કંપનીઓ ફરજિયાત વર્ષો જૂના લોકોને મોટા રિટાયર્ડના પેકેજ આપી છૂટા કરે છે. આજના નવા નિશાળીયાઓ આધુનિક ઉપકરણો વાપરવામાં ઘણા તેજ હોય છે. આજનો જુવાન અનુભવના અભાવે ઘણી વખત જૂના નોકરિયાતોની બરાબરી કરી શકતો નથી.

દરેક સિક્કાની બે બાજુ હોય એ સ્વાભાવિક છે.આધેડ લોકો કામ કરે તે ઘણીવાર આવશ્યક પણ છે. તેમની કાબેલિયત, વર્ષોનો અનુભવ સુંદર પરિણામ લાવે છે.જેને કારણે સમાજના પાયાની નીવ મજબૂત બને છે. યુવાનો તેમના હાથ નીચે ઘડાઈ ખંત પૂર્વક કામ કરે છે. એટલું યાદ રહે આધેડ ઉમરના લોકો સંતોષી હોવાને કારણે ખરિદી શક્તિને ધક્કો પહોંચે એન તેને કરાણે અર્થતંત્રને હાની પહોંચે. ઉત્પાદન શક્તિ ઘટે .

વધતી જતી ઉમર બાળકો માટે ચિંતાનો વિષય ન બને તે ખ્યાલ રાખવો અત્યંત જરૂરી છે. તેમને પણ પોતાનો પરિવાર હોય. દીકરીને પતિ તેમજ બાલકો અને દીકરાને પત્ની તેમજ તેનો પરિવાર. બાળકોની હાલત કફોડી ન થાય એ હિતાવહ છે. એમાંય જ્યારે બેમાંથી એક હયાત ન હોય ત્યારે શું? એ પ્રશ્ન ખૂબ અઘરો છે.

આજે કેટલાય વર્ષો પછી વતનમાં રહેતી નાની અને દાદી સાંભર્યા. બાળપણમાં જ્યારે વતનથી તેઓ મુંબઈ આવતાં ત્યારે કેટલો પ્રેમ આપતાં. તેમની સાથે વાત કરતાં દિલ ન ભરાતું. તેમની રહેણી કરણી કેટલી સાદગી ભરી હતી.તેમની જરૂરિયાતો ખૂબ ઓછી. તેમની પ્રવૃત્તિ માત્ર ઈશ્વર ભજન અને સેવા. બન્નેમાંથી એક પણ ૬૫ વર્ષ સુધી જીવ્યા ન હતાં.ખૂબ માનપાન સાથે વિદાય પામ્યા.આવરદા લંબાયો છે એ આશિર્વાદ છે કે શાપ એ પ્રશ્ન અનુત્તર છે.

દરેક વ્યક્તિ બાળક રૂપે અવતરે ત્યારે આ ધરતી પર કેટલા શ્વાસ લેવાનો છે એ કુદરતના કારીગરે નક્કી કરી તેનું ખાતું બંધ કરી દીધું હોય છે. હવે તેનો તો કોઈ ઈલાજ નથી. એ જિંદગી દીપા્વવી કે ડહોળવી તેને માટે સહુ સ્વતંત્ર છે.જિવન હમેશા દોરાહા પર આવી અટકે છે. ક્યો રસ્તો પસંદ કરવો  ખેડાયેલો કે વણખેડાયેલો? દરેક પ્રશ્નના બે ઉત્તર હોય છે. સાચો કે ખોટો? દરેક સિક્કાની બે બાજુ હોય છે. આ જિંદગી જીવવાની છે. હસતાં જીવવી કે રડતાં?

‘આપ હસોગે તો હસેગી દુનિયા રોના પડેગા અકેલે’ !

હસી ખુશીથી છલકાતી જીંદગી હશે તો પાણીના રેલાની માફક સરી જશે. વરના જીંદગી મુસિબત લાગશે. નિવૃત્તિકાળમાં પ્રવૃત્ત રહેવાની કળામાં પારંગત બનવું પડશે!  ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ સુવર્ણ અક્ષરે કોતરી તેના પર આચરણ અને મનન બન્ને કરવા આવશ્યક.

જીવનમાં અપેક્ષાને તિલાંજલી અને પ્રેમનું ઉદાર હાથે પિરસણ, જુઓ જિંદગી પ્રફુલ્લિત અને મહેકથી ભરપૂર !

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

17 11 2014
pravinshastri

નિવૃત્તિકાળમાં પ્રવૃત્ત રહેવાની કળામાં પારંગત બનવું પડશે! વાત સાચી જ છે. ૭૦ પૂરા કર્યા ત્યાં સુધી લેબમાં નોકરી કરી. ત્યાર પછી ફરીથી વાર્તાઓ લખવા માંડી. ગુજરાતી ટાઈપ પેડ શીખ્યો. હવે ગાતાં વગાડવામાં ચંચુપાત કરવાનો ઈરાદો છે. ( હમણાં હમણાં સલાહ મળે છે કે ડોસાઓએ અસ્પૃષ્ય વિષય સેક્સી વારતાઓ ન લખવી જોઈએ. એટલે હું વાર્તાઓ લખવાનું બંધ કરીને ભજન ગાતાં શીખવાનો છું)

17 11 2014
pravina Avinash

” જેણે પણ સલાહ આપી એ સાચી લાગે છે.” પછી તો પસંદ અપની અપની ખયાલ અપના અપના”.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: