અંદર – બહાર

4 01 2015

સાવ સામન્ય શબ્દો જેનો અર્થ પણ તરત સમજમાં આવે તેવો. ના,જરાક પળ થોભો અને વિચારો ! શું કહેવા માગે છે. હા, નાના હતા ત્યારે અંદર કે બહાર કહીએ તો તેમાં કોઈ ફરક જણાતો ન હતો. આજની તારિખમાં આ બે અતિ સામાન્ય શબ્દો ઘણું બધું કહેવા શક્તિમાન છે. જો આપણે જાગતા હોઈએ તો ? બાકી તો તેમાં કોઈ ફરક નહી જણાય !

કદી અંદર ઉતરીને અંતરમાં નજર નાખી છે ખરી ? આ ચોવીસ કલાક ચાલતું, પળભર વિસામો ન લેતું મશિન કેવું સુંદર અને અદભૂત છે. તેને બનાવનાર કારિગર કેવો હશે? તેની કલાને કદી પિછાણી છે? અરે, કમાલ તો જુઓ તે એકેનો એક નંગ બે વખત બનાવતો પણ નથી !હર એક આદમી અલગ, હર એક વ્યક્તિ ભિન્ન. કશું જ સામ્ય નહી. કેટલું વૈવિધ્ય ભર્યું આ કાર્ય દિવસ રાત ચાલુ છે! વિરામ નામના શબ્દથી અજાણ !

મનવી એક એવું પ્રાણી છે જેને વિચાર કરવાની શક્તિ મળી છે. જે સારું શું અને ખોટું શું તેનો ભેદ પારખી શકે છે. તે સત્ય અને અસત્ય વચ્ચેની ખાઈને જાણે છે. સત્ય અને અસત્ય તેને ખબર હોવા છતાં અસત્યનું આચરણ બેધડક કરે છે.તેથી તો ‘અંદર’ જવું આવશ્યક છે. અંદર જઈ અંતરનો સાદ સુણવો જરૂરી છે. પણ આપણે રહ્યા ‘માનવ’ એ સાદ સંભળાયા છતાં અનજાણ બની તેના પ્રત્યે બેપરવાહ બનીએ છીએ. પછી ભલેને તેની સજા ભોગવીએ !

અંદર દૃષ્ટિપાત કર્યા પછી જ્યારે ભિતરનો સાદ સુણાય અને તે પ્રમાણે આચરણ થાય તો જીવન આહલાદક બની જાય તેમાં શંકાને સ્થાન નથી !જીવન આસાન બનશે. જેમ જેમ અંતરને નિહાળવાની આદત પાડીશું તેમ તેમ જીવનના રહસ્યો છતાં થશે. જીવન જીવવાની કળામાં પારંગતતા આવશે. સ્વાસ્થ્ય પર તેની સારી અસર જાણવા મળશે.જે સુખી જીવનની ચાવી છે. મનને નિહાળો, તેનો સાદ સુણો અને આચરણમાં મૂકો. જેટલાં આંતર્મુખ બનીશું તેટલું પ્રગતિના સોપાન સર કરવામાં સરળતા પ્રાપ્ત થશે.

બહાર ભટકવું એ ખૂબ આસાન છે. મનને બે લગામ વિહરવા દેવું. સંયમ નામના શબ્દથી અનજાણ મન બહાર ભટકી વિનાશ સર્જે તો નવાઈ નહી.બહાર ભટકતું મન નિત નવિન લાડવા ઘડશે. એકવાર બહાર ભટકવાની આદતને છુટ્ટો દૌર મળી જાય પછી તેના પર અંકુશ જતાવવો એ ખૂબ કઠીન છે.

બહાર ભટકવાથી ચેતનાને પિછાણી શકતી નથી. ધર્મને બાહર સાથે કોઈ સંબંધ નથી. અંદર ડૂબકી માર્યા પછી બહાર લોકો શું કહેશે તેની પરવા હોતી નથી. પોતાની જાત સાથે સુખ મળે છે. સુખ જ્યારે બહારના પદાર્થ પર આધારિત હોય ત્યારે પરિણામ દુખ!

અંદર અને બહાર ક્યાં સ્થિર થવું છે એ દરેકની પોતાની પસંદગીની વાત છે !ચાલો વાંચીને વિચારીએ ! બને તેટલું અમલમાં મૂકવાનો પ્રયાસ આદરીએ.

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: