તાત્કાલિક

5 01 2015

સૂરજ દેવતા આજે ખૂબ ગુસ્સે થયા હતા. આમ પણ ઉનાળાના દિવસોમાં તેમનો પારો સદા સાતમે આસમાને રહેતો. વિષુવવૃત્ત પર તો જાણે કોપ પ્રકટ થયો હોય તેમ જણાય. ચંદીગઢ પણ તેમના પ્રકોપનો ભોગ બની ચૂક્યું હતું. મારા સારા યા બૂરા નસિબે તે સમયે હું ચંદીગઢમાં હતી.
તેમના ગુસ્સાનો ભોગ આજે ‘મંગળ’ બન્યો હતો. આમે મંગળ ગ્રહ અણમાનિતો છે.’રાહુ’ અને ‘કેતુ’ હરખાતાં હતા. આજે તેમણે સૂરજને ગરમ થવા માટે કોઈ બહાનું આપ્યું ન હતું.’શનિ’ તો આજે નિરાંતની નિદ્રા લેવામાં સફળતાને વર્યો. ‘રવિ’એ સૂરજને શિતળતા પ્રાપ્ત કરવા માટે આજીજી કરી પણ ધાર્યું પરિણામ ન આવ્યું ‘નેપચ્યુન’ અને ‘પ્લુટો’ દૂર ઉભા રહી તાલ જોતા હતાં. જ્યારે સૂરજનો પુણ્ય પ્રકોપ પ્રવર્તતો હોય ત્યારે સહુ તેનાથી સંતાકૂકડી ખેલે.
કોની માએ સવાશેર સુંઠ ખાધી હોય તે સૂરજને જઈને છંછેડે? ‘શુક્ર’નો તારો શાંત ચિત્તે પ્રાર્થના કરી રહ્યો. ‘ધ્રુવ’ પોતાની જગ્યા પર અવિચળ ઉભો રહી મનોમન વિચારતો હતો આજે સૂરજને કોણે છંછેડ્યો?
‘સૂરજ’ની પ્રતિભાની શું વાત કરવી. તેના કામમાં મીનીમેખ ન હોય. તેના અસ્ત અને ઉદય સદાય સમય અનુસાર નિયમિત. કોની તાકાત છે તેમા વિક્ષેપ કરવાની? તેના આગમને ધરતીમાનું કણકણ ખીલી ઉઠે. હરિયાળી લાંબા હાથ હલાવી સ્વાગત કરે. નદી ખળખળ વહે. સમુદ્ર હરખભેર તેને ભેટવા ઉધામા કરે. પેલો કૂકડો એવી બાંગ પુકારે જાણે સૂરજ બહેરો ન હોય? ગર્વથી ફુલાય કે તેને કારણે સૂરજ સાત ઘોડાના રથમાં બેસી ફરવા નિકળે છે. આજે તેના હાથ પણ હેઠા પડ્યા !
હવે શુ? કઠીન સમસ્યાનો હલ કેવી રીતે લાવવો. બધા ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયા. શિતળ ‘ચંદ્રમા’એ ‘મંગળ’ની વહારે ધાવાનું બીડું ઝડપ્યું.જન્મ ધર્યો ત્યારથી બદનામ ‘મંગળ’ આજે ખૂબ દયામણો લાગતો હતો. તેણે વિચાર્યું શામાટે માનવ મને ધિક્કારે છે? ‘રવિ’એ તાત્કાલિક સભા બોલાવી. સૂરજને તેની ગંધ ન આવવી જોઈએ. નહિતર ન થવાનું થશે એ નક્કી હતું. બધાએ નિર્ણય લીધો.
સૂરજની ગરમીનો પારો નીચે ઉતારવાનું સામર્થ્ય માત્ર ‘વાદળી’માં છે. કહેવાય છે નાનો તોયે રાઈનો દાણો! વાદળી હરખાતી આવી. તેની ચાલની નજાકતતા જોઈ સહુને થયું તે આ કાર્ય આસાનીથી પુરું કરશે.
જ્યારે સૂર્યનો પુણ્યપ્રકોપ વર્તાતો હોય ત્યારે તેનું અસ્તિત્વ સહુને ઉડીને આંખે વળગે. તેનું રૂદ્ર સ્વરૂપ ચેન પામવા ન દે! વાદળીએ હિમાલયને પ્રાર્થના કરી રિઝવ્યો. ધ્યાનમાં મગ્ન હિમાલયે મદદ આપવાની બાંહેધરી લીધી. ‘વાદળીની’ વાત સુણી એવો પીગળી ગયો કે સૂરજની ગરમીનો પારો સડસડાટ નીચે ઉતર્યો. વાદળી મન મૂકીને વરસી રહી.
‘મંગળે’ પ્રતિજ્ઞા કરી,’આજથી હું કોઈને નડીશ નહી!’ શામાટે કરોડો માઈલ દૂર માનવી મારાથી ગભરાય છે. મારે જગમાં ઘણા સારા કાર્ય કરવા છે. જુઓને આ અમેરિકાવાળા મને પજવે છે તોય હું ઉફ કરતો નથી !

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

5 01 2015
Nitin Vyas

# Peshawar school children

There’s a bullet in my backpack,
It went through my math textbook..
The lunch box may have a hole
I haven’t had a chance to look.

There’s a bullet in my backpack,
My homework is now ruined,
The pen may not write anymore,
I haven’t even tried.

There’s a bullet in my backpack.
I brought a flower for the teacher.
The petals are now all over,
Wont be able to collect them forever.

There’s a bullet in my backpack.
But my friends aren’t making fun of me.
They seem to be quiet for long.
And I don’t want them to be.

There’s a bullet in my backpack.
And the teacher is fine with it.
She hasn’t scolded me today,
She’s staring at the ceiling far away.

There’s a bullet in my backpack,
It tore through my shirt, I think.
Sorry mom, I will need a new uniform.
This one is stained by red ink.

There’s a bullet in my backpack,
I don’t know who put it there.
In the name of God or whoever,
Don’t know why but it’s hurting everywhere.

Malay Vyas 16-Dec-14
© 2015 Microsoft Terms Privacy & cookies Developers English (United States)

5 01 2015
chandravadan

The Poem in English is very nice !Abhinandan to Malay.
Chandravadan

5 01 2015
pravina Avinash

There is a bullet in my backpack
I do not know where it came from
I heard gun shot and got scared
Meant for me but got escaped

Lucky child.

5 01 2015
chandravadan

સૂરજ દેવતા આજે ખૂબ ગુસ્સે થયા……………………

જ્યારે સૂર્યનો પુણ્યપ્રકોપ વર્તાતો હોય ત્યારે તેનું અસ્તિત્વ સહુને ઉડીને આંખે વળગે. તેનું રૂદ્ર સ્વરૂપ ચેન પામવા ન દે! વાદળીએ હિમાલયને પ્રાર્થના કરી રિઝવ્યો. ધ્યાનમાં મગ્ન હિમાલયે મદદ આપવાની બાંહેધરી લીધી. ‘વાદળીની’ વાત સુણી એવો પીગળી ગયો કે સૂરજની ગરમીનો પારો સડસડાટ નીચે ઉતર્યો. વાદળી મન મૂકીને વરસી રહી.
A Post with Sun’s Heat….The Creation of the Clouds/Rain is the Nature’s Relief Mechanism.
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Welcome ! Back to USA after the India Trip
See you @ Chandrapukar for OLD/NEW Posts

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: