ચોખ્ખાઈનું અભિયાન

13 01 2015

ચોખ્ખાઈનું અભિયાન
**************

આપણા પ્રધાન મંત્રી શ્રી.નરેન્દ્ર મોદીએ ચોખ્ખાઈનું જે અભિયાન ચાલુ કર્યું છે તેમાં આપણા સહુનો સાથ અને સહકાર ખૂબ જરૂરી છે. યાદ રહે “એક વ્યક્તિનું આ નથી કામ, સહુનો સહકાર લાવશે શુભ પરિણામ”.જેમ શ્વાસ લેવો જીવન માટે જરૂરી છે તેમ ચોખ્ખાઈનું પાલન કરવું એ તંદુરસ્ત જીવનનું પહેલું પગથિયું છે. જે આંખ સૌંદર્યનું પાન કરતા થાકતી નથી એ આંખ જ્યારે ચારે તરફ ગંદકી નિહાળે ત્યારે તેના પર શું વિતતું હશે? આંખ તો આંખ પણ નાક એ ગંદકીની બદબૂ સારા બદનમાં ફેલાવે! હવે જ્યારે આપણા વડાપ્રધાન સહકાર માગે તો શું તેમની સાથે હાથ મિલાવી ચાલવું વધારે કહેવાશે?

સવારે કદી સ્નાન કર્યા વગર ઘર બહાર નિકળતો ભારતિય આજ સુધી મેં જોયો નથી ! મેરિકનો મોટે ભાગે રાતના નહાય છે. ફ્રાંસમાં નહાવાનું પ્રમાણ ઝૂઝ છે. જેને કારણે ત્યાં પરફ્યુમ ખૂબ વેચાય છે. ઈંગ્લેંડમાં પણ રાતના નહાવાની પ્રથા છે. સૂતા પહેલાં ફ્રેશ થવાનું. આપણે ત્યાં ગંદકીનું પ્રમાણ વધી ગયું છે તેનું મુખ્ય કારણ બેસૂમાર પ્રજાજન છે. જેને કારણે ગમે તેટલી સગવડ વધે છતાં પણ તે ઓછી જણાય છે. બીજું આપણને પોતાને ચોખ્ખાઈ ગમે છે. એ માનવનો સહજ સ્વભાવ છે. કિંતુ આપણે કચરો હમેશા બાજુવાળાની તરફ ધીરેથી ખસેડી દઈએ છીએ ! શું આ સભ્ય માણસનું વર્તન કહેવાય?

ગરીબાઈને નામે આપણે ચરી ખાઈએ છીએ. ગરીબીને અને ગંદકીને નહાવા નીચોવાની સગાઈ નથી. શું ગરીબ માણસને ચોખ્ખાઈ રાખવા માટે પૈસા ખરચવાના હોય છે? હા, જો તેની પાસે બાથરૂમ યા સંડાસની સગવડની કમી જણાતી હોય તો તેનો ઉપાય શોધવો શું આપણી ફરજ નથી બનતી? ગલીએ ગલીએ માતા અને મહાદેવના મંદિર. શું તેઓ આવીને ગંદકી દૂર કરવામાં સહાયરૂપ બને છે? એ પૈસામાંથી શું બાથરૂમ કે સંડાસ સામાન્ય પ્રજાજન માટે ન બનાવાય.

આ એક દૃશ્ય છે. ખૂબ વરવું છે. સત્ય છે. બીજું હાથમા પડીકામાં સેવ મમરા ખાધાં અને પડીકું નાખ્યું રસ્તા પર ! કચરાના ડબ્બામાં નાખવાની તસ્દી ભાઈ આપણે શું કામ લેવી? રે. આ કામ તો સરકારનું છે. આવી માનસિક બિમારીનો કોઈ ઈલાજ નથી. આમાં એક પૈસાનો ખર્ચ પણ નથી. મારી ભારતની યાત્રા દરમ્યાનના બે પ્રસંગો કહું, તમને પણ થશે આને શું કહેવું?

સુંદર સવાર અંગડાઈ લઈ રહી હતી. આદત પ્રમાણે કલકત્તાના વિક્ટોરિયામાં ચાલી રહી હતી. બીજા ચક્કરમાં જણાયું પંદરેક યુવાન ્છોકરાઓ અને છોકરીઓ કસરત કરી રહ્યા હતા. મનમાં આનંદ થયો સવારના પહોરમા જુવાનિયાઓ કેવી સુંદર પ્રવૃત્તિ કરી રહ્યા છે. ત્રીજા ચક્કરમાં ૐ અને પ્રાણાયમનો ધ્વનિ કાનમાં ગુંજી રહ્યો. મને થયું આજની સવાર મારા માટે યાદગાર બની રહેશે. ચોથા ચક્કરમાં જે દૃશ્ય મેં નિહાળ્યું તે આજે પણ હું ભૂલી શકતી નથી. બગિચાની એ જમીન કાગળના ડુચ્ચાથી ઉભરાતી હતી. જેઓ કસરત કરી રહ્યા હતા તેમણે નાસ્તો કરી આખા મેદાનના તે ભાગને કદરૂપો કરી મૂક્યો હતો. અચંબો તો ત્યારે થયો સામે કચરાનો ડબ્બો ઉભો ઉભો હસતો હતો !

જો તેમને કચરો નાખતા મેં નિહાળ્યા હોત તો શરમને નેવે મૂકી હું એ કચરો તેમની સમક્ષ ઉઠાવત ! હવે જ્યારે સ્વચ્છ ભારતની ચળવળ ઉપાડી છે ત્યારે આશા રાખું જુવાનિયા , બુઢ્ઢા કે બાળકો આવું આચરણ નહી કરે !

બીજું દૃશ્યઃ સવારનો પહોર હતો. આણંદથી મુંબઈ જતી ટ્રેન આવવાને થોડીવાર હતી. પાટા ધોવાઈ રહ્યા હતા. કચરો બધો મારી નજર સમક્ષ ઉંચકાઈ ગયો. પ્લેટફોર્મ પણ ચોખ્ખું જણાયું. મને ગર્વ થયો , આપણી જનતા સુધરવાનો પ્રયત્ન કરી રહી છે. રેલ્વેના મજદૂર ચોખ્ખાઈના પાઠભણી રહ્યા છે. તેઓ મારી નજર સામેથી ઓઝલ થયા ત્યાં દૃષ્ટી ફાટી ગઈ. સામે પાટા પર ઉભેલી ટ્રેનમાંથી પાંચેક જણાએ બારીની બહાર કચરો ફેંક્યો. દરેક ડબ્બામાંકચરા પેટી રાખવામાં આવી છે. તેનો ઉપયોગ કોણે કરવાનો? જો સરકારી નોકરો આખો દિવસ આપણે નાખીએ તે કચરો ઉપાડ્યા કરે તો દેશનું અર્થતંત્ર કે રાજ કેમ વિકસશે?

ચોખ્ખાઈ રાખવી,ઘરમાં કે ઘરની બહાર એ દરેક નાગરિકની ફરજ છે. તેને જાત, ધર્મ કે ઉમર સાથે કોઈ લેવા દેવા નથી. જો દરેક પ્રજાજન તેમાં પોતાનો સાથ આપશે તો પલકમાં આપણા મુલકની શોભામાં ફરક જણાશે. અમેરિકા અને લંડનની ચોખ્ખાઈ આંખે ઉડીને વળગે છે. તેનું કારણ કાનમાં કહું, ‘ત્યાં કચરો નાખતા પકડાવ તો દંડ થાય છે’. બને ત્યાં સુધી દરેક પ્રજાજન સજાગ છે કે ચોખ્ખાઈ તંદુરસ્ત જીવનની જરૂરિયાત છે !

મુંબઈમાં જન્મ જેથી તેન પ્રત્યે અનહદ પ્રેમ. અચંબો તો ત્યારે થયો મકાનોની અંદર જ્યાં ખૂણામાં લોકો પાનની પિચકારી મારતા હતા ત્યાં બધે ગણપતિ અને અંબામાને બેસાડી દીધાં . બે ફાયદા ગંદકી દૂર થઈ અને પાન ખાવાના કમ થયા.
હવે જ્યારે ચોખ્ખાઈ રાખવી જ છે તો ચાલો હાથ મિલાવો. ક્યાંય કચરો ફેંકવો નહી. કોઈ ફેંકે તો તેને રોકવો. મઝાની વાત તો એ છે કે આ કાર્ય માટે એક પૈસાનો ખર્ચો નથી કરવાનો. બોલો સાથ આપશોને ? આપણા દેશનો ડંકો બુધ્ધિમતા માટે સારા વિશ્વમાં વાગી રહ્યો છે. જાગ્યા ત્યાંથી સવાર.

Advertisements

ક્રિયાઓ

Information

One response

15 01 2015
Raksha v Patel

ઘણો સરસ લેખ! આશા રાખું છું કે બધા વાંચે અને અને પ્રેરણા મેળવે.

રક્ષા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: