પતંગ ચગાવવાનું ન છોડશો
ગગને ઉડવું તેનો ધર્મ છે !
પરિંદો આઝાદ ગગને વિહરે છે
માનવ જમીન પર તારું સ્વર્ગ છે!
*******************
આજના શુભ દિવસે સૂર્ય ધનુ રાશીમાંથી મકર રાશીમાં
સ્થાનાંતર કરે છે. ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે. સૂર્ય
પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પરિવર્તન
કરી ઉત્તર દિશામાં ખસે છે.
****************************
આ પર્વ નિમિત્તે ‘દાન’ દેવું શુભ માનવામાં આવે છે. પતંગ
ચગાવવાનો મહિમા અનેરો છે. ગુજરાત તેના માટે પ્રથમ સ્થાને
આવે છે. ભીષ્મ પિતામહ ઈચ્છા મૃત્યુને આ શુભ દિને આવકારે
છે.
***********************
જીવનમાં પતંગ ભલે આસમાને ચડાવજો.
પગનો ધરા સાથે અટૂટ નાતો જોડજો
આસમાને ચડેલો પતંગ ધરાને આલિંગશે
અહંકારનો નશો અંતે જમીન પર લાવશે !
***********************************
પત્નીઃ અરે આજે પતંગ ચગાવવા તો ઉઠો.
મનમાં એ બહાને પાણીની બે બાલ્ટી ભરી લાવશે !
******************************
માઃ બેટા પતંગ ચગાવવા નથી જવું? જો તલની
ચિક્કી બનાવી છે.
ટીનુઃ શું ? લે ઉઠી ગયો.
માઃ જા, પહેલાં બે બાટલી દૂધની લઈ આવ.
Good!
Mahendra Shah
Nice !
Happy Makar Sankranti !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !
Happy Makarsankrati- Belated but still Houston has not celebrated. ha..
Bhavana