૨૬ જાન્યુઆરી, ૨૦૧૫

republic day
republic day

 

 

 

 

 

 

 

 

પ્રજાસતાક ભારતની ૧૯૫૦થી ૨૦૧૫ સુધીની મુસાફરી દરમ્યાન ભારતનો હરએક આદમી
થાકી ગયો છે.ગરીબ હોય યા તવંગર સહુ આજે આશાની મીટ મંડીને બેઠા છે.વડાપ્રધાન
“મોદી કશુંક કરશે”. પ્રજાસત્તાક ભારતને આંગણે સૂરજ આશાનું કિરણ લઈને પ્રવેશ્યો છે.
આમ તો દરરોજ નવિન દિવસ, સુનહરા પ્રભાતનું આશાનું કિરણ લઈને આવે છે.

આપણે સહુ ભવ્ય ભારતની ગાથા ગાતાં થકતા નથી.આપણા દેશનો ઈતિહાસ અને
ભૂગોળ અતિ જૂના અને ખૂબ જાહોજલાલીથી સભર છે.અંગ્રેજો ગયા પણ તેમની
પાછળ જે દેશના ભાગલા મૂકતા ગયા તેનું ખગ્રાસ ગ્રહણ આપણને ભરખી ન જાય
તેનું ધ્યાન રહે. હજારો લોકોએ ભારતની આઝાદીને કાજે લોહી રેડ્યા છે. કેટલીક
કન્યાઓના માંગના સિંદુર રોળાયા છે.જુવાન બાળકોએ માતાની ગોદ સૂની કરી છે.
નાના, મોટાં ,અબાલ, સ્ત્રી અને વૃદ્ધ કોઈ બલિદાન આપવામાં પાછા પડ્યા નથી!

૬૬મો પ્રજાસત્તાક દિવસ ચીર સ્મરણિય બની રહે તેવી મહેચ્છા. ભ્રષ્ટાચાર,લાંચરૂશ્વત,
ચોરી અને જુઠાણું દેશભરમાંથી ધીરે ધીરે નાબૂદ થાય તેવી આશા રાખવી વધારે પડતું
નહી કહેવાય! સામાન્ય જનતાને રાહત થાય એવી આશા. જો તેમનું મન, દિલ અને
પેટ સંતોષાસે તો બૂરી આદતો જે તેમનામાં ઘર ઘાલી ગઈ છે તે ધીરે ધીરે પાછાં
પગલા ભરશે.
મારો પ્રાણથી પણ અધિક વહાલો દેશ જગતભરમાં પ્રગતિની હરણફાળ ભરી રહ્યો છે.
‘હું,ભારતની છું એ કહેતાં મને ગર્વ થાય છે’.અંધશ્રદ્ધા,લાંચરૂશ્વત અને લબાડી આપણા
દેશમાંથી વિદાય થાય એ દિવસનીસહુ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ.
ચાલો આજે સહુ સાથે મળી સુભાષચંદ્ર બોઝ, સ્વામિ વિવેકાનંદ, લોકમાન્ય ટિળક,આપણા
લોખંડી પુરૂષ સરદાર વલ્લભભઈ પટેલ જેવાના જીવનમાંથી કશુંક ગ્રહણ કરવાનો પ્રયત્ન
કરીએ. મહાત્મા ગાંધીના સ્વપનાને સાકાર કરીએ !
આજના પ્રજાસત્તાક દિવસની ઉજવણી ત્યારે સાર્થક ગણાશે જ્યારે આપણે સહુ સાથે મળી
જે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદે બેસાડ્યા તેમના અભિયાનને સફળ બનાવવામાં સાથ
અને સહયોગ આપીશું.

તા.ક.
******
૨૦૦૧માં થયેલાં ભયંકર ભૂકંપમાં જેમણે જાન ગુમાવ્યા હતાં તે સહુને શ્રદ્ધાજંલી આપવી
કેમ વિસરાય.

પ્રજાસત્તાક દિવસની સહુને શુભ કામના. આજનો ગણતંત્ર દિવસ સહુ આનંદથી ઉજવીએ !

4 thoughts on “૨૬ જાન્યુઆરી, ૨૦૧૫

  1. આજના પ્રજાસત્તાક દિવસની ઉજવણી ત્યારે સાર્થક ગણાશે જ્યારે આપણે સહુ સાથે મળી
    જે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદે બેસાડ્યા તેમના અભિયાનને સફળ બનાવવામાં સાથ
    અને સહયોગ આપીશું……………..
    HAPPY REPUBLIC DAY….JAI BHARAT !
    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com
    Avjo @ Chandrapukar

Leave a reply to chandravadan જવાબ રદ કરો