૩૦મી જાન્યુઆરી, ૨૦૧૫

30 01 2015

 

gandhiji

gandhiji

 

 

 

 

 

 

 

બાપુ, બાપુ તમે કેમ કાંઈ બોલતા નથી ? તમને કેટલું દુઃખ થાય છે. અંદાઝ લગાવવો મુશ્કેલ છે, છતાં મને વેદનાનો અહેસાસ થાય છે. તમને થતું હશે ,સારું થયું મને ગોડસેએ માર્યો. બાકી ભારતનો નાગરિક તમને જે રીતે મારે છે એ તમે કળી પણ ન શક્યા હોત! બાપુ આઝાદીને, અરે પ્રજાસત્તાકને કેટલાં બધા વર્ષો થયા. આજે પણ કોઈ ગરીબ કહે મને મંદીરમાં જવા નથી દેતા. એ શું તમારાથી સહન થાત ?

બાપુ, આજે તમારી પુણ્યતિથિને દિવસે તમે સવારથી મારી યાદોમાં ઘુમી રહ્યા છો. તમારા સ્વપનાના ભારતની દશા આજે ખૂબ દયનિય છે. છતાં એક આશાનું કિરણ હવે જણાય છે. સરદાર વલ્લભભાઈ પટેલ જેવા પાણીદાર અને નિડર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તાનો દૌર આપી રાહત લાગે છે. કેટલે અંશે સફળ થશે એ તો સમય કહેશે!

બાપુ, ભારતનું યુવા ધન પ્રગતિની સીડીના પગથિયા સડસડાટ ચડી આકાશને આંબી રહ્યો છે. ખુરશી પ્રેમીઓની નિંદ ઉડી રહી છે. લાંચરૂશ્વત અને ભ્રષ્ટાચાર જાહેરમાં કરતા લોકો  ખચકાય છે.  અંધશ્રદ્ધા અને વહેમની દવા હજુ સુધી બજારમાં મળતી નથી.

બાપુ,  મુસલમાન ‘મા’ ની ઠંડે કલેજે ઠેકડી ઉડાડે. બાપુ તમે હિંદુ અને મુસલમાનને એક સરખા ગણતા. એક માના બે દિકરા જાણ્યા. બીજો દીકરો માની ઠંડે કલેજે ઠેકડી  ઉડાડે છે.  માની લીધું કે આપણે અંધશ્રદ્ધાળુ છીએ .તો શું મુસલમાનો નથી? તેઓ ભેજા ફરેલ અને જેહાદમા માને છે.

બાપુ લખાવા બેસીશ તો નવલકથા લખાશે. ઘણી વાતો હ્રદયમાં ઘુમરાય છે. ચાલો બહુ વધારે પડતો ત્રાસ નહી આપું. આ તો હૈયા વરાળ ઠાલવી.

બાકી આજના દિવસે  તમને દંડવત પ્રણામ. તમારા દર્શાવેલા પથ પર ચાલવાનો પ્રયાસ મરતાં સુધી ચાલુ રાખીશ.

જયહિંદ

Advertisements

ક્રિયાઓ

Information

One response

30 01 2015
Pravina Avinash

પૂ. બાપુ તમને પત્ર મળ્યો કે નહી? તમારા તફથી જવાબ ન મળતા નિરાશા અનુભવાય છે. ટુંકોટચ જવાબ જરૂરથી આપશો. રાહ જોઈશ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: