અસમાન ધ્રુવ

6 02 2015

 

opposite pole

opposite pole

 

 

 

 

 

 

 

હમેશા અસમાન ધ્રુવ એકબીજાને આકર્ષે છે. છઠા ધોરણમાં જ્યારે લોહચુંબક વિશે પ્રભુદાસ પટેલ ભણાવતાં ત્યારે તેનું આબેહૂબ ચિત્ર દોર્યું હતું. આજે પણ તેની યાદ તાજી છે. જ્યારે ઉત્તરથી ઉત્તર અને દક્ષિણથી દક્ષિણ લોહચુંબકના છેડા રાખ્યા હોય ત્યારે લોખંડનો ભૂકો જે રીતે ફેલાતો તે જોવાની મઝા માણતી. આ સિધ્ધાંત જીવનને લાગુ પડશે તેની તો કલ્પના પણ ન હતી. જેમ પિતાને પુત્રી અને માતાને પુત્ર વહાલો હોય છે. સ્રી અને પુરૂષ વચ્ચે આકર્ષણ. ખૂબ સરળ બાળપણ હતું. સીધી ભાષામાં કહું તો થોડી ડફોળ હતી.ઘરના પ્રેમાળ અને સંરક્ષિત વાતાવરણમાં ઉછર્યા હોઈએ એટલે દુનિયાની કોઈ ગતાગમ ન હોય.

એ આશના  આજે વિચારના સમુદ્રમાં ડૂબકા ખાઈ રહી હતી. દરિયા કિનારે જુહુ બીચના બંગલાના વરંડામાં બેઠી હતી.  અરબી સમુદ્ર આજે ગાંડો થયો હતો. મોજાની ઉંચાઈ જોઈ અજાણ્યા એવા માનવીના તો હાંજા ગગડી જાય. આશનાને તો આ રોજનું હતું. અજય સાથે લગ્ન થયા ત્યારથી આ દૃશ્ય જોવાની આદત પડી ગઈ હતી. ૨૦ વર્ષ પહેલાં અજય સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બે સુંદર બાલકો આંગણામાં રમતા હતા. અજયને જોઈએ દીકરી અને આશનાએ આપ્યા બે જોડિયા બાળક દીકરા! ત્યારથી આશના અનુભવી રહી થોડું અંતર. અજયના વર્તનમાં ન જણાય. જે અજયના પ્રેમમાં આશના પડી હતી એ અજય તેને થોડો અજાણ્યો લાગ્યો. કદાચ આશનાના દિમાગનો વહેમ પણ હોઈ શકે. હજુ સુધી વહેમની દવા કોઈ ડૉક્ટર કે વૈદ શોધી નથી શક્યા.

બધું હતું છતાં પણ આશનાને  જીવનમાં કશું ખુટતું હોય એવો અહેસાસ થતો. મનોમન દૃઢપણે નક્કી કર્યું જો આ મરો વહેમ હોય તો તેને દૂર કરવો રહ્યો. બાળકોની પ્રવૃત્તિ સુંદર હતી. બન્ને કૉલેજની સ્નાતક પદવી મેળવ્યા પછી અમેરિકા ભણવા ગયા હતા. અઠવાડિયામાં બે દિવસ ફેસટાઈમ પર મળતા. બસ નક્કી હતું ચારે જણાએ સાથે વાત કરવાની. જો અજયને કંપનીની મિટિંગ હોય તો સમય બદલવાનું કામ આશનાનું. બધાની અનૂકુળતા ધ્યાનમાં રાખી બીજો સમય રાખતી. તેણે વિચાર કર્યો આ કામ જો અજયને સોંપવામાં આવે તો લાટસાહેબ જરા જવાબદાર બને.

‘અજય, તારે મિટિંગનો પ્લાન થાય ત્યારે તરતજ તું બાળકોને અને મને નવા સમયની જાણ કેરે તો કેવું’?

‘ડાર્લિંગ મારે ઓછા કામ છે કે આ એક વધારે મને આપે છે’? આમ જવાબદારી સોંપી પરિણામ બાળકો સાથે વાત કરવાનું ઓછું થતું ગયું.

આશનાને એમ  કે અજય પોતાના કામમાં વ્યસ્ત રહે છે. જેને કારણે ઘરે આવતાં મોડુ થાય છે. અરે. પોતાના પ્રત્યે પણ બેદરકાર છે. કદીક આશનાની હાજરી પણ આંખ આડા કાન કરી વિસરી જાય છે. હવે ઘરમાં બાળકોની ઘેર હાજરી આશનાને ખૂબ સાલે છે. તેને થતું ,’ક્યાં ગયો મારો પહેલાનો અજય’? આટલી બધી કંમાણી શું કામની જ્યાં પતિ અને પત્ની સાંજના સમયે બેસી રાતનું વાળુ સાથે ન કરે ! હિંચકા પર ઝુલતા ગરમા ગરમ કેસર, બદામ, પિસ્તા અને ઈલાયચીવાળા દુધની લિજ્જત ન માણે!

‘અજય, હું બાળકો પાસે અમેરિકા થોડા દિવસ જઈ આવું’?

‘હા, જા તારું મન છુટું થશે’.

બસ કહેવાની વાર હતી. ટિકિટ આવી ગઈ. બાળકો માટે સરસ  જાતજાતનું ખાવાનું  બેગમાં ભરી આશના અમેરિકા આવી. તેનું મન અંહી પણ લાગતું નહી. વારંવાર અજયના વિચારોમાં સરી જતી. આ બધા કપરા સમય દરમ્યાન તેની પ્રિય સખી અમી તેને ઢાઢસ બંધાવતી. અમી સાથે રોજ અમેરિકાથી વાત કરતી.

‘તું જલ્દી પાછી આવ’.

‘અરે, પણ બહાનું શું આપું’?

‘કહી દે, મને તારા વગર ચેન પડતું નથી’.

‘અજય આ વાત નહી માને. તે મને ઘરમાં પણ ક્યાં પુરતો સાથ આપે છે’?

‘બાળકો આખો દિવસ સ્ટડિઝમાં રચ્યા પચ્યા હોય. બીજું અંહીની ઠંડી અને ચારે તરફ સ્નો ખૂબ ઉદાસીનતાનો અનુભવ થાય છે.’

આશનાએ અજયને વાત કરી. અજય તો ચિઠ્ઠીનો ચાકર. પાછા આવવાની ટિકિટ મોકલાવી આપી.

અમી આશનાની સાહ્યબી અને રંગરૂપ જોઈ આકર્ષાઈ હતી. અમીનો પતિ પાંચ વર્ષ પહેલાં કેન્સરની ટુંકી માંદગી ભોગવી વિદાય થયો હતો. બાળકો હતા નહી. નોકરી કરતી અને આશનાને કારણે તેને કોઈ કમી લાગતી નહી. એકની એક દીકરી હોવાને કારણે થોડી લાડમાં ઉછરી હતી. માતા પિતા કાંઈ પણ કહે તે ગણકારતી નહી. આશના સાથે બાળપણની દોસ્તી નિભાવી તેમાં આશાના રંગ ભરી બેઠી.

આશના પાછી આવી. અજયને થયું હવે તે ઘરમાં સમયસર આવી પત્નીની એકલતામાં સહભાગી બનશે, અમીએ ઘડા લાડવા ઘડી રાખ્યા હતા. કોઈ પણ બહાને આશનાને વ્યસ્ત રાખતી. અજયના બનાવેલા પ્લાનમાં શામિલ થવાને બદલે અમીને મહત્વ આપી તેનો અનાદર કરતી. આશના બાળકો ગયા પછી રોજ ઘવાતી. તેને બાળકો પાસે પણ શાંતિ પ્રાપ્ત ન થઈ.

અજય મુંગા મોઢે બધું નિહાળતો. છેલ્લા પાંચ વર્ષમાં તેણે આશનાને ઘણી દૂર હડસેલી મૂકી હતી. અમી તેને ખરેખર ‘અમી’ જેવી લાગતી. તેના સાન્નિધ્યમાં ખૂબ શાતા મળતી. જીવન હર્યુ ભર્યું લાગતું. અમી જાણતી હતી આશના શું જંખે છે ! અજય નિયમિત ઘરે આવતો થયો. આશના કાયમ ગેરહાજર હોય. માણસો પાસેથી જવાબ મળે જે સંતોષકારક ન હોય. આશનાનો સંગ માણવા અજય હવે બેબાકળો થવા લાગ્યો.

આશના સાથે વાત કરવા શરૂઆત કરે ત્યાં વચ્ચેથી તેની વાત કાપી આશના રૂમ છોડી જાય. ઉભી રહે તો અંત વાદવિવાદ અને  તકરાર. અજય, આશનાને સમજવામાં નાકામયાબ રહ્યો.  બે અસમાન ધ્રુવો ધીરે ધીરે અપાકર્ષણ અનુભવવા લાગ્યા. અમી અને આશના સમાન ધ્રુવ ક્યારે આકર્ષણના ભોગ બની ગયા તે કહેવું નિરર્થક છે !

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

One response

7 02 2015
chandravadan

આશના સાથે વાત કરવા શરૂઆત કરે ત્યાં વચ્ચેથી તેની વાત કાપી આશના રૂમ છોડી જાય. ઉભી રહે તો અંત વાદવિવાદ અને તકરાર. અજય, આશનાને સમજવામાં નાકામયાબ રહ્યો. બે અસમાન ધ્રુવો ધીરે ધીરે અપાકર્ષણ અનુભવવા લાગ્યા. અમી અને આશના સમાન ધ્રુવ ક્યારે આકર્ષણના ભોગ બની ગયા તે કહેવું નિરર્થક છે !….A post with a nice VARTA ends !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: