પૂનમની રાત**૨૦૧૫, ફેબ્રુઆરી

8 02 2015
full moon night

full moon night

 

 

 

 

 

 

**************************************************************************************************

જીવનમાં કેટલી પૂનમની રાત જોઈ. જો સાચું કહીશ તો તમારા મુખ પર સ્મિત રેલાશે ! ડીસેમ્બર, ૨૦૧૪ની પૂનમની રાત મલબાર  હિલમાં માણી હતી. પૂનમનો ચાંદ સોળે કળાએ ખિલ્યો હતો. તેનું પ્રતિબિંબ બાણગાંગામાં નિહાળી એ દૃશ્યને હું ખુશખુશાલ થઈ માણી રહી હતી. કુદરત સાથે મીઠો સંબંધ   છે. નિંદર રાણી છુમંતર થઈ ગયા. વરંડામાં ખુરશી પર ઝુલી રહી અને ચાંદનીમાં મૂક બેસી સ્નાન કરી રહી.

આજે બે મહિના પછી પાછી પૂનમની રાત મને ભૂતકાળમાં માણેલી ચાંદનીની યાદ અપાવી ગઈ. આંખ ખૂલી તો બારીમાંથી પૂનમનો ચાંદ સાદ પાડી કશું કહી રહ્યો હતો.  મારાથી પથારીમાં ન રહેવાયું. ઉઠી અને બાલકનીમાં ખુરશી પર બેસી તે દૃશ્ય માણી રહી. નાનું નાનું તોયે ઝાકળનું બિંદુ, નાની વાદળી આવી ને ચાંદને ઢાંકી દીધો. હું ચાંદ જોવા મથી રહી. ચાંદ પણ જાણે વાદળીને હટાવી પૃથ્વીને આલિંગવા આતુર હતો. પેલી નટખટ વાદળી ટસની મસ ન થઈ. અંતે હારીને હું પાછી પલંગ પર જઈ ઠંડીને કારણે ગોદડામાં ઘુસી ગઈ.

કુદરત લાખ ચાહે છતાં અવરોધ દૂર ન કરી શકે તેમ માનવી જીવનમાં આવતા નાનામોટા પ્રશ્નોનું નિરાકરણ કરવા હમેશા મથે છે. દરેક પ્રશ્નનું હલ યથા સમયે નિશ્ચિત હોય છે. પ્રયત્ન કરવો એ દરેકનું કર્તવ્ય છે. આજે પૂનમની રાતના દૃશ્ય પરથી એક સત્ય તારવ્યું. મોઢા પર મુસ્કાન છવાઈ ગઈ.

હા, માનસી અને માનવ સ્વપ્ન હતું કે દીકરો ડૉક્ટર થાય. મનન ખૂબ મહેનત કરી મેડિકલ સ્કૂલમાં ગયો. સ્વપનાની સીડીના પગથિયા ચડવા્ના શરૂ થયા હતા. ધ્યેયને પહોંચતા સમય લાગશે તેનાથી ત્રણેય જણા વિદિત હતા. મેડિકલના પ્રથમ વર્ષમાં જો તમે ટક્કર ઝીલી શકો તો પછી આગળ જતા આસાન થાય છે. મનનની સાથેનો તેનો મિત્ર આ ઝંઝાવાત સામે ટકી ન શક્યો. મનને તેને સમજાવામાં અને સાથ આપવામાં કચાશ ન રાખી.

સુંદર ભવિષ્યના સ્વપના બતાવી તેનો ઉત્સાહ ટકાવી રાખવા પ્રયત્ન કરતો. મનન જાણતો હતો સ્વપનામાં જીવવું તેના કરતા સ્વપના સાકાર કરવા માટે તનતોડ પ્રયત્ન કરવો. જો આર્થિક સ્થિતિ અનુકૂળ ન હોય તો પૈસાની સહાય કરવા માટે સંપૂર્ણ તૈયારી બતાવી. મનન જાણતો હતો તેના માતા પિતા તેની વાતનો અનાદર નહી કરે! જેમ વાદળી હટી જાય અને ચંંદ્ર જણાય તેમ મનન કામયાબ રહ્યો તેનો મિત્ર વૈભવ માની ગયો.

આજે ત્રણ દિવસ પછી પેલા હઠીલા વાદળો ખસ્યા અને પૂનમનો ચાંદ આસમાને જણાયો. કેવો સુંદર સહયોગ ખુશી બેવડાઈ..એક સુંદર તારણ કાઢ્યું જીવનમાં અવરોધો ન આવે તો તેને જીવન ન કહેવાય. જે આવે છે તે જવા માટે.

વૈભવ અને મનન ની દોસ્તી કામ કરી ગઈ. ચાંદનીનું સમગ્ર સૃષ્ટિ પર સામ્રાજ્ય છવાઈ ગયું.

પૂનમની  પ્યારી  પ્યારી  રાત

તું સુનાવે  સહુને  સુંદર વાત

તારી નોખી અનેરી છે  ભાત

પ્રયત્ન કરજે ના સહીશ માત

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

9 02 2015
chandravadan

વૈભવ અને મનન ની દોસ્તી કામ કરી ગઈ. ચાંદનીનું સમગ્ર સૃષ્ટિ પર સામ્રાજ્ય છવાઈ ગયું.
Read….Liked !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !

9 02 2015
Mahendra Shah

Good!

Mahendra Shah
Cartoonist, Artist.

9 02 2015
Purvi Malkan

saras vaat mane gami

Purvi Malkan

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: