વગર ટિકિટે અમેરિકા***દર્પણ

20 02 2015

ટિકિટ પણ નહી, વિસા પણ નહી એક પૈસાના ખર્ચ વગર કોઈ અમેરિકા આવ્યું હોય તેવું તમે સાંભળ્યું છે? નવાઈ લાગે છે ને ? આજે અચાનક સવારે વર્ષો પહેલા આવેલા એ મહેમાનની યાદ આવી ગઈ. કેમ આવી એનું કારણ ખબર નથી. કિંતુ યાદ આવી એ હકિકત છે. એટલે થયું ચાલો તમને સહુને તે મહેમાનની ઓળખાણ કરાવું.

જો કે તેને જોઈને આનંદ નહી થાય એની સો ટકા ખાત્રી હું તમને આપું છું. મને પણ નહોતી થઈ. ખરેખર જુઓ તો ઈર્ષ્યા આવી હતી. લોકો અમેરિકાના વિસા માટે કેટલા પરેશાન થાય છે. મારા સગામાં એક બહેનને ત્રણ વાર  વિસા ન મળ્યા. હવે કહે છે મારે અમેરિકા જવું નથી. કેટલા પૈસાના પાણી કર્યા? તેમની એકની એક દીકરી અંહી છે. ‘બેટા, તને મળવું હોય તો આવીને મળીજા’.

હવે તમારી ઈંતજારી વધતી જાય  છે. આ કયા મહેમાન છેક ભારતથી   દસ હજાર માઈલ દૂર પાસ્પૉર્ટિ  વિસા અને ટિકિટ વગર આવ્યા. અમેરિકાના કસ્ટમને ઉલ્લુ બનાવી પ્રવેશ્યો !

હવે વાત એમ હતી મારે ત્યાં મારી બહેનપણી અને તેના પતિદેવ ભારતથી આવ્યા હતા. હા એ પણ તેમની સાથે આવ્યો હતો. ભારતથી આવે એટલે થાક અને સમયનું સામ્રાજ્ય વરતાય. ભારતમાં દિવસ અંહી રાત. અંહી રાત ભારતમાં દિવસ. આવ્યા ત્યારે તો મળવાનો ઉમંગ હતો. જમ્યા પછી થાક જણાયો. બન્ને જણાને કહ્યું ,આરામ ફરમાવો. પછી વાતો કરીશું.

રાતના પણ થોડું જમીને સૂઈ ગયા. તેમને અમારા બધા માટે લાવેલી ભેટ સોગાદો બતાવવાનું મન હતું.

મેં કહ્યું ‘બેગમાંથી કશું ક્યાંય નહી જાય. અમેરિકામાં શાંતિ છે. ઘરમાં કામ કરવાવાળ ન હોય એટલે ચોરીનો ભય હોય જ નહી.’

બીજ દિવસે સવારે મોડા ઉઠ્યા. ગરમ તાજા ડોનટ અને ચા  પીવાની મઝા માણી. તેમનો લાવેલો સામાન હજુ તેમના બેડરૂમમાં નહોતો  પહોંચ્યો. થયું થોડો ભાર હળવો થાય પછી બેગો ઉપર લઈ જઈશું. સહુ પ્રથમ બધા નાસ્તા અને મસાલા નિકળ્યા. મારા માટે ખાસ બાજરીનો લોટ દળાવીને લાવ્યા હતા. આજની તારિખમાં પણ મને બાજરીના રોટલા ખૂબ ભાવે છે. અડધી બેગ ખાલી થઈ ગઈ.

બીજી બેગમાં મારા માટે નવી સાડી મગાવી હતી. મારે લગ્નમાં જવાનું હતું. ભારતથી લાવે તો તેની સાથે બ્લાઉઝ અને ચણીયો પણ આવે. મારી સહેલીએ બેગ ખોલી અને એ વણનોતર્યા, વગર ટિકિટ અને વિસાવાળા મહેમાને દેખા દીધા.

હું તો ગભરઈ ગઈ. અરે, તું મારા માટે આને પણ ભારતથી લાવી ?  મેં તને અને તારા પતિદેવને આમંત્રણ આપ્યું હતું, આને નહી ? હવે આને પકડો, ઘરમાં ક્યાંય ભરાઇ ન જાય! હું તો તેનાથી બાર ગાઉ દૂર રહું.

મારી  સહેલી વિચાર કરે આ મુસાફર ક્યાં અને કેવી રીતે બેગમાં છુપાયો મને ખબર નથી.

અરે, એ વાત પછી. પહેલા એને ઘરમાંથી બહાર કાઢ નહી તો ઈમિગ્રેશન વાળા મને હેરાન કરશે ! જો ભૂલેચુકે ક્યાંક ભરાઈ જશે તો ખોળવો મુશ્કેલ પડશે !

અમે સહુ તેની પાછળ પડ્યા . તે મરે નહી તેનું ખાસ ધ્યાન રાખ્યું. હવે અંહી સુધી આવી જ ગયો છે ભલે અમેરિકાની ધરતીનું અવલોકન કરે ! અંહીના ચોખ્ખા હવા પાણીમાં થોડો તગડો થાય.છે વગર ટિકિટ, વિસા અને પાસપૉર્ટ વાળા મહેમાનને મારા મિત્રો ઓળખી ગયા?

વાંદો

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

20 02 2015
Raksha Patel

‘વગર ટિકિટે અમેરિકા’ – ઘણી સરસ વાર્તા….. સડસડાટ એકી શ્વાસે વાંચી ગઈ!

રક્ષા

20 02 2015
chandravadan

અમે સહુ તેની પાછળ પડ્યા . તે મરે નહી તેનું ખાસ ધ્યાન રાખ્યું. હવે અંહી સુધી આવી જ ગયો છે ભલે અમેરિકાની ધરતીનું અવલોકન કરે ! અંહીના ચોખ્ખા હવા પાણીમાં થોડો તગડો થાય.છે વગર ટિકિટ, વિસા અને પાસપૉર્ટ્વાળા મહેમાનને મારા મિત્રો ઓળખી ગયા?
Saras Vichardhara !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: