**અબળા કે સબળા

14 03 2015

 

 

 

મથાળા પરથી ચોક્કસ ખ્યાલ આવે કે આ કહાની નારીની છે. પછી તે ભારતના ગામડામાં હોય, શહેરમાં હોય કે અમેરિકામાં ! ઓછે વત્તે અંશે સમગ્ર વિશ્વમાં નારીના હાલ એક સરખા છે.  હા, તેમાં સ્થળ અને સંજોગ ભાગ જરૂર ભજવે છે. અંતે એક સૂર નિકળે છે.

૨૧મી સદીમાં જ્યાં નારી પુરૂષની સાથે ખભે ખભા મિલાવી ડગ માંડી રહી છે, છતાં પણ એવી લાગણી શામાટૅ અનુભવે છે ? શું આ તેના માનસનું અધઃપતન છે? તે આ વિષચક્રમાંથી કદી બહાર નહી આવે ? ના સાવ એવું તો નથી. કેટલીક વિરાંગનાઓ તેનાથી પર છે. જ્યારે જે ઘરોમાં ‘સ્ત્રીઓ પાટલુન’ પહેરે છે, તે એમા અપવાદ રૂપ છે. જે ઘણા  જૂજ cપ્રમાણમાં છે. મોટાભાગની નારીઓ અબળા તરિકે માનસિક  તાણમાં જીવતી હોય છે. આજકાલ વિદ્યાપીઠનું  ઉચ્ચ શિક્ષણ પામેલી નારી પુરૂષ કરતા અનેકગણુ કમાઈ પણ જાણે છે !

‘નારી તું નારાયણી’, માત્ર ઉક્તિ તરિકે સારું લાગે છે. બાકી નારીની ડગલે અને પગલે નિઃસંકો્ચ  અવહેલના કરતો સમાજ આજે પણ મૌજૂદ છે. પુરૂષ પ્રધાન આ સમાજમાં નારી મુંગી રહે ત્યાં સુધી. વિફરે ત્યારે કોઈની નહી. બાકી ઉમર અને સમાજનો મલાજો પાળતી નારી નિર્બળ કે અબળા નથી. એ નથી બોલતી તેમાં તેનું સ્વમાન જળવાય છે. બાકી બોલીને લોકજીભે ચડવું કે ચર્ચાનો વિષય બનવો એ સારો કે સાચો માર્ગ નથી.

‘નારી વિના દુનિયાની કલ્પના અસંભવ છે, અશક્ય છે, અકલ્પનીય છે’! છતાં પણ એ નારીનું સ્વમાન ડગલેને પગલે હણવામાં શું પ્રાપ્ત થતું હશે ?  જેમ પત્ની ન હોય એ પુરૂષના મુખ ઓઝપાઈ જાય છે. તેમ પતિ વિનાની નારી જ્યારે પણ જોવા પામશો ત્યારે તેના પર શરમના શેરડા તણાયેલા જોવામાં આવશે. જાણે સમગ્ર સંસારમાં તે એકલી અટૂલી ન હોય?  હા, જીવનમાં એકલા આવ્યા છીએ ને એકલા   જવાના છીએ. માથે પતિનું છત્ર હોય એ નારીની મુખની રેખા અલૌકિક જણાય તેમાં બે મત નથી. તેને ખસ કહેતાં પહેલા, કુટુંબ યા સમાજ બે વખત વિચાર કરશે ?

બાકી જેના પતિ જીવનમાંથી વિદાય લઈ ચૂક્યા હોય તેવી નારી ને ‘બિચારી યા અસહાય’ ન સમજશો. તેનામાં રહેલી સ્ત્રી બીજા અનેક  ક્ષેત્રમાં વિકાસ સાધી શકે છે. સુંદર સંસ્કારી બાળકો દ્વારા જીવન સુશોભિત કરી સુંદર રીતે જીવનના બાકીના વર્ષો જીવી જાણે છે.

જો સ્ત્રી કુંવારી હશે તેના મુખની રેખા કંઈક જુદી વાત કહેશે? ઘણી વખત કૌટુંબિક સંજોગેને કારણે યા કોઈ પણ પ્રતિકૂળ સંજોગવશાત તે ન પરણી હોય તેમાં કોઈ ગુનો નથી ! શું પરણવું એ જ માત્ર જીવનનો ઉદ્દેશ છે ? નારીની પ્રતિભા, તેનું ગૌ્રવ તેને ઈજ્જત અને આદર આપે છે. ઉઘાડે છોગ થતા બળાત્કારના પ્રસંગો પુરુષની અધમતાનું પ્રમાણ છે. તેમનામાં રહેલી પાશવી વૃત્તિનું  છેડેચોક પ્રદર્શન કરે છે. નારીમાં જે દૈવત છે તે પુરૂષમાં નહી જણાય. સર્જનહારે બન્નેને એકબીજાના પૂરક તરિકે આ પૃથ્વી પર મોકલ્યા છે. એક વગર બીજું અધુરું છે. તે બન્નેના સુભગ મિલનથી આ સંસારનું ચક્ર અવિરત પણે ચાલે છે.

જ્યારે નારીને ચારે દિશાએથી સુંદર ઈશારા પ્રાપ્ત થતા હોય છે. એ નારીનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. તેનો સંસાર સુંદર રીતે સમૃદ્ધિમાં સ્નાન કરતો જણાય છે. સંકટ સમયે પણ તેની ગતિમાં ખાસ ફરક પડતો નથી. સ્ત્રીનું ધૈર્ય અને સહનશિલતા પ્રકાશી ઉઠે છે.  વિપરિત કાળમાં તેનામાં શૌર્ય પ્રવેશી તેને હિમતવાન બનાવે છે. એક સ્ત્રી પતિની ગેરહાજરીમાં ચાર બાળકોના ભરણ પોષણ કરી તેમને જીંદગીની સઘળી સુવિધા મળે તેવા પ્રયાસ સફળતા પૂર્વક કરે છે. જ્યારે ચારે બાળકો મોટા થાય ત્યારે તેમને એક ‘મા’ ભારે પડે છે. એ આ સંસારની સત્ય કરૂણતા છે!

નારીને અબળા કહી તેનું અપમાન ન કરશો. હા, કદાચ તેની પાસે પૈસા ન હોય કે શારિરીક સ્વાસ્થ ન હોય તો તે શક્ય છે. બાકી સ્ત્રી ગમે તેવા ઝંઝાવાત સામે ટકી શકવાની હિમત ધરાવે છે. અમુક શબ્દો એવા હોય છે જે સચોટતાને  કારણે હ્રદયને સ્પર્શી જાય છે. હ્રદયનો ઉભરો શાંત કરવા એ કોઈ પણ માર્ગ અપનાવે ! તેને કોઈ માન આપીને વધાવે કે હારતોરા પહેરાવે એવી ઉમ્મીદ નથી હોતી. માત્ર તેનું ગૌરવ સચવાય એ જ તેની મનની મુરાદ. બાકી આ જગમાં પડતાને પાટુ મારવું ખૂબ સહજ છે. ગિરતાને ઉઠાવવો એમાં ખરી માનવતા છૂપાયેલી છે

જે સ્ત્રીએ પુરૂષને જન્મ આપ્યો એ પુરૂષ સ્ત્રીને બજારમાં બેસાડી તેનું ઘોર અપમાન પણ કરી શકે છે ! દયનિય છે. સ્ત્રીનું માતા  સ્વરૂપ ખૂબ પાવન અને વંદનિય છે.પત્ની સ્વરૂપ તેનું અતિ રળિયામણું છે. બહેનનું સ્વરૂપ અજોડ છે. દીકરી રૂપે તેની કલ્પના પણ રોમાંચિત કરી મૂકે. જ્યારે સ્ત્રી અગણિત રૂપે વરદાન છે તો તેને અબળા શામાટે કહેવી ? ખરી કરૂણતા ત્યાં છે જ્યારે સ્ત્રી , સ્ત્રીની દુશ્મન બને છે. હકિકતનો ઈન્કાર ન થઈ શકે! સ્ત્રી બીજી સ્ત્રીને અદેખાઈની આગમાં જલી ઘોર અન્તયાય કરે છતાં તેનું રૂંવાડુ પણ ન  ફરકે.

સ્ત્રીને સમજવી મુશ્કેલ છે. તેનો પ્રયત્ન કરનાર કદી સફ્ળ થયો જાણ્યું નથી ! બાકી કળાઓમાં સ્ત્રીની નિપુણતા દાદ માગી લે તેવી છે. સ્ત્રીને ‘અબળા કે સબળા’નું   કોઈ વિશેષણ આપવાની જરૂર દેખાતી નથી. સ્ત્રી હરહાલમાં સ્ત્રી રૂપે શોભાયમાન છે.

 

ચિક્કાર  માનવ  મેદનીમાં  ધિક્કાર મળે છે

એ જ મેદનીમાં સન્માન અને સત્કાર મળે છે !

Advertisements

ક્રિયાઓ

Information

One response

14 03 2015
neetakotecha

ekdam sachchi vat kahi..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s




%d bloggers like this: