હ્રદયના સ્વામી

16 03 2015

પ્રિય અવિ

પ્રેમ કર્યો હતો ૫૦ વર્ષ પહેલાં. અહેસાસ  અને અનુભવ માણ્યો ભરપૂર ૩૦ વર્ષ અને ૪ મહિના. છેલ્લા  કેટલાય વર્ષોથી તેની યાદમાં બસ ભિંજાઈ રહી છું. હા, ખોટું નહી બોલું શરૂઆતના પાંચ વર્ષ આ ‘પાગલ પમી’ ભટકી ગઈ હતી. બસ પાગલખાનામાં જતા જતા રહી ગઈ. અંતે શ્રીજીબાવાને શરણે ગઈ અને શ્વાસ લેવાનો ચાલુ કર્યો.

અવિ તમારી સાથે વિતાવેલ પળ, કલાક, દિવસો અને વર્ષો બધુ હૈયે કોતરાયેલું છું. તમે આવ્યા અને જીંદગીમાં પ્યાર શું છે તે સમજાયુ. તેનો અર્થ  જાણ્યો. તેની અનુભૂતિ સમગ્ર અસ્તિત્વએ માણી. પ્રથમ મિલનને જ્યારે યાદ કરું છું ત્યારે દિલ માનતું નથી કે આટલા બધા વર્ષો વિતી ગયા. એ પહેલા પ્યારની મહેક આજે પણ જીવનમાં માણી ઉમંગ ભેર જીવી રહી છું. પ્રિયે, આજે તમે નથી, કાલે હું પણ નહી હોંઉ પણ આપણા પ્યારની નિશાનીઓ ફુલવાડીમાં શોભી રહ્યા છે. પ્રભુએ આપણને બે દીકરા આપ્યા. આજે મોટા દીકરા અને વહુને ત્રણ દીકરા અને નાનાને તે ત્યા બે સુંદર દીકરીઓ છે. મારા બગીચાનો માળી નથી પણ તેની સુગધ માણી રહી છું.

લૉ કૉલેજમાં ભણતી હતી ને  મુલાકાત ગોઠવાઈ. નજર પડતાંની સાથે આંખોએ એકરાર કર્યો. ‘તમને ભગવાને જાણે મારા માટે ન સર્જ્યા હોય’. કેટલાય મિત્રો અને સ્નેહીજનો કહેતા ,”You guys are made for each other”.આપણે બન્ને એકબીજાની સામે જોતા અને મલકાતા. પ્રિયે એક એક તણખલુ ભેગું કરી કેવો સુંદર માળો સજાવ્યો હતો.  બાંધી આવકમાં પણ આપણે મનમોજીની જેમ જીવતાં. તમારી બાદશાહી નોકરી અને અમેરિકાની ડીગ્રીએ જીંદગી ખુશનુમા બનાવી. બાળકો આવ્યા અને સોનામાં સુગંધ ભળી. તમે પૂ.બાને ખૂબ પ્રેમ કરતા. બાના પ્રેમની વર્ષા મને સાત વર્ષ મળી. જેને કારણે તમે મારા પર વારી જતા.

અમેરિકા લાવ્યા, બે બાળકો લઈ  તમારી સાથે એક પણ પ્રશ્ન કર્યા વગર ચાલી નિકળી.  આત્મવિશ્વાસ વધારવા માટે હું તમારી જીવનભર ઋણી રહીશ ! અંહી આવીને પડકાર ઝીલ્યો. તમારા પ્રેમાળ સહવાસે બધી મુશ્કેલીઓ આસાન થતી ગઈ.તમારી સાથે બધા કાર્યમાં સહકાર આપી બાળકોની પરવરિશ સુંદર રીતે કરી. આપણો મોટો દીકરો જ્યારે તમે ભણ્યા હતા એ. યુનિવર્સિટિમાં ગયો ત્યારે જશન મનાવ્યો..  પ્રિયે આજે તમે નથી પણ તેનો દીકરો પણ એ જ યુનિવર્સિટિમાં ભણવા જઈ રહ્યો છે.

આખી જીંદગી મારે અને તમારે એક વાત પર ઝઘડો થતો. ‘સિગરેટ’ ઓછી કરો ! તમે  જીદ્દી કાને વાત ધરતા નહી.  ખાવા અને પીવાના મારા શોખિન પતિદેવ તમારા વગર હવે રસોઈ કરવી પણ ગમતી નથી દિલની વાત કહું, જ્યારે બહાર જવા માટે તૈયાર થઈને નિકળતી ત્યારે હમેશા તમે જ મારા બે મોઢે વખાણ કરતા હતા, અરે, પ્રસોંગપાત ફુલાના બુકે આવે ત્યારે હું રાજીના રેડ થઈ જાતી.

કોઈને કહેતા નહી પણ હવે તમને આપી હું ખુશ થાંઉ છું. આજે સવારે કેવા સરસ પીળા ફુલોનો ગુલદસ્તો લાવી ઘર સજાવ્યું છે. કારણ તો તમે જાણો છો કે ભૂલી ગયા ?. આજે તમારા વગર ૨૦ વર્ષથી જીવવાનો અભિનય કરી રહી છું.

અવિ,  આપણે મોટા દીકરાના લગ્ન વખતે ગ્રહશાંતિમાં બેઠા હતા. ‘તું પહેલાં નાચી આવ, રાસ ગરબા ગાઈ લે પછી શાંતિથી બેસી શકીશ?’ આજે પણ એ શબ્દો મારા કાનમા ગુંજે છે. લગ્ન કર્યા અને ઘરમાં રૂમઝુમ કરતી વહુ આવી. હજુ તો તેના હાથની મહેંદીનો રંગ  પણ   ઉતર્યો ન હતો અને તમારે હૉસ્પિટલ  ભેગુ થવું પડ્યું. બસ પછીના ૯ મહિના આપણે ખૂબ પ્રેમ પૂર્વક સાથે જીવ્યા, સહવાસ માણ્યો. નાનો કૉલેજ ગ્રેજ્યુએટ થાય તે પહેલાં તમે સહુને છોડી ચાલી નિકળ્યા. તમારી યાદ મરતા દમ સુધી સાથે રહેશે. તમે સાથ ત્યજ્યો હવે આ હાથ શ્રીજીબાવાના હાથમાં સોંપ્યો છે.

આજે હાજરીનો અભાવ છે

ગેરહાજરીમાં હયાત છે

યાદોની સજી બારાત છે

ને શરણાઈનો ગુંજરાવ છે

કણકણમાં માળીની યાદ છે

પ્યારનો તેમાં સાદ છે

હસ્તીનો હૈયે અહેસાસ છે.

ગેરહાજરી મરતા સુધી સાલવાની. બાળકોની ખુશી જોઈ ખુશ રહું છું. સાથે માણેલા સ્વપના સાકાર થયેલા જોઈ જીવી રહી છું.

હરહમેશ તમારી , ભવોભવની સાથી

“પમી”

Advertisements

ક્રિયાઓ

Information

10 responses

17 03 2015
shaila Munshaw

જીવનસાથી નો વિયોગ છતાં સ્વમાન ભેર અને હસતા મોઢે કેમ જીવાય તેનુ જીવંત ઉદાહરણ છો તમે.

શૈલા મુન્શા

17 03 2015
Datta Shah

પ્રવિણા , જયારે હૃદયની ભાષા શબ્દોમાં ઉતરે છે ત્યારે ચમત્કાર સર્જાય છે. ખરેખર લાગણી સભર લખાણથી આંખો ભરાઇ આવી અને હૃદય ગદ્ગદિત બન્યુ।

દત્તા

17 03 2015
rekha patel (Vinodini)

very touchy previna aunty…પ્રેમ આને કહેવાય…. સાથી તું નથી છતાય મારી સાથે હર પલ હયાત છે

17 03 2015
purvi Malkan

આંટીજી આપની વાત વાંચીને મન, હૃદય અને આંખો પીડાથી ઉભરાઇ આવી. હું આપની પીડા સમજી શકું છુ તેનું કારણ છે કે…… આપ ૭૦ વર્ષના છો મારી મમ્મી પણ ૭૦ વર્ષની જ છે .
Purvi Malkan

17 03 2015
indushah

પ્રવિણાબેન, ખૂબ ટચિ , જીવન સાથીનો અહેશાસ જીવન પર્યંત ,એજ સાચો પ્રેમ.
“હિંમતે મર્દા તો મદદે ખુદા”તેનું તમે ઉદાહરણ છો.

18 03 2015
Mukund Gandhi

સ્મરણોને તાજા રાખી સદાયે પ્રેમની અનુભૂતી કરી રહ્યા છો એ તમારા લખાણથી સ્પષ્ટ

થાય છે. તમારી પ્રેમવાર્તા હિંદી ફીલ્મની પ્રેમ કહાનીની આબેહૂબ તસ્વીર છે.

લગ્નજીવનના આવા સુંદર અનુરાગ અને તેને વાચા આપવા માટે અભિનંદન.

Mukund Gandhi

18 03 2015
chandravadan

અવિ, આપણે મોટા દીકરાના લગ્ન વખતે ગ્રહશાંતિમાં બેઠા હતા. ‘તું પહેલાં નાચી આવ, રાસ ગરબા ગાઈ લે પછી શાંતિથી બેસી શકીશ?’ આજે પણ એ શબ્દો મારા કાનમા ગુંજે છે. લગ્ન કર્યા અને ઘરમાં રૂમઝુમ કરતી વહુ આવી. હજુ તો તેના હાથની મહેંદીનો રંગ પણ ઉતર્યો ન હતો અને તમારે હૉસ્પિટલ ભેગુ થવું પડ્યું. બસ પછીના ૯ મહિના આપણે ખૂબ પ્રેમ પૂર્વક સાથે જીવ્યા, સહવાસ માણ્યો. નાનો કૉલેજ ગ્રેજ્યુએટ થાય તે પહેલાં તમે સહુને છોડી ચાલી નિકળ્યા. તમારી યાદ મરતા દમ સુધી સાથે રહેશે. તમે સાથ ત્યજ્યો હવે આ હાથ શ્રીજીબાવાના હાથમાં સોંપ્યો છે…………………
Without Avinash….yet keeping Avinash always in your Heart.
My Salutations to you for your courage ….You have completed what you had dreamed together. You live with Avinash & God in your Soul.
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Off Internet for 10 days & now back.
Avjo !

18 03 2015
Raksha Patel

હ્રદયની લાગણીઓને ખુબ વહેવડાવી………

આજે હાજરીનો અભાવ છે

ગેરહાજરીમાં હયાત છે

યાદોની સજી બારાત છે

ને શરણાઈનો ગુંજરાવ છે

કણકણમાં માળીની યાદ છે

પ્યારનો તેમાં સાદ છે

હસ્તીનો હૈયે અહેસાસ છે.

હ્રદયને વલોવી દીધું!

19 03 2015
SARYU PARIKH

દિલની લાગણીઓને વાચા આપી અને દરેક પળને મહેકતી રાખી જીવવાની રીત તમને સદાય હસતાં રાખે. પરિસ્થિતિને તમે કયુ સ્વરૂપ આપો છો, તેનો સુંદર દાખલો.
શુભેચ્છા સાથ, સરયૂ

19 03 2015
Jayshree Vyas

HI Pravina
I can tell you miss Avinashbhai so much.very good writing.
jayshree

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: