ઝેરના પારખા

21 03 2015
test

test

********************************************************************************

નાનપણમાં ઇતિહાસમાં ભણી હતી, ‘બે મહમદ’. એક ‘મહમદ બેગડો’ અને બીજો ‘મહમદ તઘલખ’. નામ પરથી ખ્યાલ આવે બન્ને મુસલમાન. બન્નેની ખાસિયતમાં આસમાન અને જમીનનો ફેર. એકે બચપનથી  ‘ઝેર ‘પીતો તેથી ઝેર તેને પચી ગયું હતું. આખી દુનિયા ઝેર પીવાથી મરે પણ મહમદ બેગડો તેમાં અપવાદ હતો.

આમ પણ ઈતિહાસ મારો મનગમતો વિષય ન હતો. પણ આ બન્ને મહમદ મને ગમતા. મારા વિષયો હતા ગણિત, વિજ્ઞાન, ગુજરાતી અને અંગ્રેજી.

મહમદ બેગડાને નાનપણથી ઝેર ચટાવતાં તેથી તે ઝેર પચાવતો થઈ ગયો હતો. મહમદ તઘલખ મશહૂર છે , જેણે ‘દિલ્હીથી દૌલતાબાદ’ અને ‘દૌલતાબાદથી દિલ્હી’ રાજધાની ફેરવી હતી.  જેને કારણે આ બન્ને મહમદ મારા દિમાગમા કોતરાઈ ગયા છે. જેવું આ મહમદોમાં હતું એવું માનવીમાં સામન્ય રીતે જોવા મળે છે. પેલા મહમદ પ્રખ્યાત થઈ ગયા કારણ તેઓ રાજા હતા. દિલ્હીની ગાદી શોભાવતા હતા.

સામાન્ય માનાવીમાં એવું કાંઈ ખાસ  નથી કે જે આંખને ઉડીને વળગે. કિંતુ સામાન્ય આદમીને રોજ કાનમાં ઝેર ભરવામાં આવે તો તે ધીરે ધીરે પચાવે ખરો. મતલબ તેની સોચ બદલાય તેમાં શંકાને સ્થાન નથી!  એવા કોઈક વિરલા હોય જે ઉંડા ઉતરી સત્યને પિછાને.

એક માજીના તેનો દીકરો ખમતી ધર હોવા છતાં ‘ઘરડાં ઘર’માં મૂકી આવ્યો.પત્નીની ચડવણી પાસે તેનું કાંઈ ન ચાલ્યું.  શરૂ શરૂમાં અઠવાડિયે એક વાર તેમની ખબર કાઢવા જતા. માજીનું આયુષ્ય ખૂબ લાંબુ હતું.  જલ્દી મર્યા નહી. તેથી દીકરા વહુએ જવાનું ખૂબ ઓછું કરી નાખ્યું. ભલુ થજો કે પૈસાની ચિંતા ન હોવાને કારણે બેંકમાંથી સીધો ચેક મળી જતો. ગમે ત્યારે તો મોત આવવાનું હતું. છેલ્લી ઘડી ગણાતી હતી. દીકરો માને અંતિમ ઈચ્છા પૂછી રહ્યો હતો. માએ કહ્યું, ‘બેટા એક પંખો ઘરડા ઘરને’ ભેટ આપજે’!

દીકરા અને વહુને નવાઈ લાગી. ‘મા, આટલા વર્ષો નહી ને આજે તમે કેમ આવી માગણી કરી?’

માનો જીવ, ‘બેટા મેં તો ગરમી સહન કરી, પણ તારો દીકરો, તમને  ઘરડા ઘરમાં મૂકશે તો તું આ ગરમી સહન નહી કરી શકે.’ માનો જીવ દીકરા માટે ખેંચાયો !

આવા એક માજીની એકની એક દીકરી માને અમેરિકામાં ‘નર્સિંગ હોમમાં’ મૂકી આવી. નર્સિંગ હોમ ખૂબ સારા હોય છે! આખરે ઘર તો નહી ને ? માની લાખોની પુંજી એની હતી. પહેલા દર અઠવાડિયે, પછી મહિને અને હવે છ મહિને દીકરી મળવા જાય છે. જમાઈ સારો છે અનાથ હતો તેથી દર દસ દિવસે મળવા જાય છે. દીકરીને મિત્ર મંડળ, સિનેમા અને ક્લબમાં ખૂબ રસ  છે !

હવે પેલા ‘મહમદ તઘલખ જેવા ,ભારતથી અમેરિકા, અમેરિકાથી ભારત અને અંતે ભારતથી અમેરિકા. જેમની મોટાભાગની જીંદગી ‘રાજધાની’ બદલવામાં પૂરી કરી. અમેરિકામાં બે પૈસા કમાયા એટલે ગામમાં ઘર બાંધ્યું. નક્કી કર્યું ચાલો હવે છોકરાઓ ઠેકાણે પડી ગયા. આપણે દેશ ભેગા થઈએ. અંહીથી સમેટી દેશ પાછા ગયા. પહેલા ટુંક સમય માટે આવતા એટલે માનપાન પામતા. હવે કાયમનો વસવાટ બધું સહજ ચાલતું. અંહીના કોઈ કામ સમયસર  થતાં નથી એવું ખોટું બહાનું બતાવે. હકિકતમાં કોઈ તેમનો ભાવ ન પુછતું. તે તેમને રૂચતું નહી. અંતે બે વર્ષ પછી પાછા ઉચાળા ભરી અમેરિકા ભેગા થાય.

વાત જાણે એમ છે,’ ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન’. અંહી અમેરિકામા નાના મંડળો બનાવીને બેઠા હોય. પૈસાના જોરે પ્રમુખ બને. વરસમાં બે ચાર મેળાવડા કરે. મોટે ભાગે લોકોના પૈસે.  જો ગાંઠના વાપરે તો  તો ‘ટેક્સમાં’ બાદ મળે. મુઠ્ઠીભર લોકો વાહ વાહ બોલે એટલે પોરસાય. ભારત પાછા જાય ત્યારે તેમની કૉઇ પહેચાન ન હોય, ભાંગ્યું તૂટ્યું મિત્ર મંડળ દેખાડો કરવા આવકારે. ભાવ મળે નહી એટલે બહાના બનાવે, ‘આપણા દેશમાં હવે ‘ન ફાવે’! પૈસા ગણી ગણીને વાપરે. બિસ્તરા ,પોટલા લઈ અમેરિકા પાછા ફરે. સાચું કહેવાની હિમત જોઈએ ! બાકી જો રહેવા ઘર હોય તો આપણા દેશ જેવી કોઈ જગ્યા નથી !

‘ઝેરના પારખા ન થાય’ ! એ પચાવવું સહેલ નથી. અંહી ઢસરડા કરવાની આદત હોય તેથી ત્યાં કામવાળા સાથે પાનો પાડતા પણ ન આવડે ! ખેર, જ્યાં છો ત્યાં શાંતિથી રહો. હવે બહોત ગઈને થોડી રહી. બાળકોને પુંજીમાં ભણતર આપ્યું હશે તો ‘મોત’ હસતે મુખડે દ્વાર પર રાહ જોતું ઉભું હશે !

હવે સવાલ એ છે કે ‘આપણે કયા મહમદ ‘છીએ’ ?

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

21 03 2015
Purvi Malkan

Sundar

Purvi Malkan

21 03 2015
dipakvaghela

🙂 waah jordaar khub j sundar che……

aa kadavu satya samjaay che to pan jyare potani vaat aave tyre kem aa satya bhulai jaay che……

21 03 2015
Pravina Avinash

સત્ય વાત વિચાર માગે છે. જેથી હકિકતનો સામનો કરતાં પહેલા જરા થોભી જઈએ અને

પછી કદમ ઉઠાવીએ.

પ્રવિનાશ

21 03 2015
pravinshastri

પ્રવિણાબેન નાના લેખમાં ઘણી વાત અને તે પણ ઘણી મોટી કરી નાંખી. દિલ્હીથી દોલતાબાદ કરતા મહમદો ઈન્ડિયા જાય ત્યારે અમેરિકા સારું લાગે અને અમેરિકામાં હોય ત્યારે ઈન્ડિયા સારું લાગે. પંખાની વાત તો બેત્રણ જગ્યાએ વાંચી હતી. જાત જાતના મંડળોની વાત પણ સત્ય હકીકત જ છે. સરસ લેખ.

22 03 2015
chandravadan

Sundar Varta Post.
Chandravadan

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: