****************************************************************************************************************
વિશાળ તું , ઊંડો તું , અગાધ તું, સુંદર તું
તારી નિકટ આવું સારા જગને વિસરી જાંઉ
વિરાટ તું વિકરાળ તું ભરતી ટાણે બેફામ તું
તુને નિરખી ભાન ભુલું કિનારે બેસી મહાલું
સારા જગે છવાયો, કદી ચંદ્ર જોઈ વિફરે તું
ઉંચ નીચનો ભેદ ન રાખે ઉર ઘુઘવતું તારું
ઉદરે સંઘરે ખજાનો છે સૌંદયનો સરતાજ તું
છીપલાં મોતી વિણતા મોજ કિનારે હું માણું
બાહુ ફેલાવી ભેટવા નદીઓને આમંત્રે તું
મળી જાય તુજમાં અસ્તિત્વ વિસારી ખુદનું
Advertisements
Love it!!!
મળી જાય તુજમાં અસ્તિત્વ વિસારી ખુદનું………….Mahasagar…..Words that touch our Hearts !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !
I grew up by Arbisamudra , llove sea. thanks
બહુ સુંદર