‘સત્યમેવ જયતે’

4 04 2015
truth

truth

************************************************************************************************************************************

કેટલી વ્યક્તિઓમાં સત્ય કહેવાની હિંમત છે ? માત્ર ‘સત્યમેવ જયતે’ના બણગા ફુંકવા  કે  ઘરમાં શોભા વધારવા ભિંત ઉપર ફ્રેમ લટકાવી રાખવી એમાં શી ધાડ મારી ? સાચું કહેજો આવો અનુભવ તમને અને મને અવારનવાર થાય છે. સમાજ શું કહેશે?   કહેવાતા મિત્રો શું ધારશે?  વડીલોને માઠું લાગશે? ઘરમાં કોઈના દિલને ઠેસ પહોંચશે?  આ બધા વિચારો દિમાગમાં પ્રવેશે ! જાણવા છતાં આપણે મૌનનું પાલન કરીએ.  હકિકતની સામે આંખ આડા કાન કરી બન્ને હોઠ પર ગૉદરેજનું તાળું લટકાવી નજર ઘુમાવી દઈએ ! યુધિષ્ઠિરની માફક ‘નરોવા કુંજ રોવા’ની પદ્ધતિનો અમલ કરી છટક બારી શોધી લઈએ છીએ.

સાચું કહું તો આજની તારિખમાં મારા ધ્યાનમાં એવી એક પણ વ્યક્તિ નથી, જે સત્ય કહીને પરિણામ સહન કરવા તૈયાર હોય. આને કાયરતા નહી તો બીજું શું નામ આપીશું ?

ખરેખર ‘ત્રણ સિંહ’ની તસ્વીર દર્શાવતું ‘સત્યમેવ જયતે’ દિવાલ ઉપર જ સારું લાગે છે ! ગયા મહિને શિકાગો જવાનું થયું. સહેલીને પાંચ વર્ષ પછી મળી હતી.

‘ચાલ આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ.’

દર્શન કરીને ઘરે આવતાં મંદિરની ભવ્યતાની અને સગવડની વાતો કરતાં હતા.

‘તને કાર્યકર્તા થવામાં રસ નથી?’

‘શું કહું, મન થાય અને આમંત્રણ આપે ત્યારે સેવા કરવા દોડી જાંઉં છું. પણ પૉલિટિક્સમાં રસ નથી. તને ખબર છે, એક સેવાર્થીના  મોઢેથી સાંભળ્યું હતું! ‘સેવા કરે તે મેવ ખાય’.

આનો મતલબ ન સમજું એવી નાદાન ન હતી. મનમાં થયું.માનવ, સેવાનું ક્યારે વિચારે જ્યારે નિવૃત્તિકાળમાં પ્રવેશ પામે ! જ્યારે ઈશ્વરની કૃપાથી તેની પાસે પૂરતાં પૈસા હોય.યાદ રાખવું જરૂરી છે, વ્યક્તિ પાસે ‘પૂરતાં પૈસા’ ક્યારેય હોતાં નથી ?  હવે કામ કરવું કહેવાતી ‘સેવાનું’ અને ‘મલાઈ, મેવા’ ખાવાના !

અરે ગયા અઠવાડીયે કોઈના લગ્નમાં જવાનું બન્યું. બધા વાતો કરવાના રંગમાં હતા. એટલામાં ચા આવી. હવે ચા સાથે રીટ્ઝ કે ગ્લુકૉઝ હોય તો રંગ આવી જાય. બધાની ઉમર મારા કરતાં મોટી હતી. મેં ઉભા થઈને બિસ્કિટ લેવા જવાની તૈયારી બતાવી અને આઠથી દસ જણા હતા તેથી ત્રણ સરસ પ્લેટ બનાવીને લઈ આવી. હવે જેવી મેં પ્લેટ ટિપોય પર ગોઠવી કે મારી જગ્યા પર આવીને ઘરના વડીલની નાની બહેન બેસી ગઈ. કોઈનામાં હિમત ન હતી કેહેવાની કે,’ એ જગ્યા મારી હતી’. ઉડતાંની તે વ્યક્તિ બોલી, ‘હા, એ તો અમેરિકન છે. એ બીજી ખુરશી લાવીને નહી બેસે.  એ વ્યક્તિ ઉભી થઈ એટલે હું મારી જગ્યા પર બેઠી. જો મૃદુ ભાષામાં કહ્યું હોત તો મને વાંધો ન હતો. બેઠેલી દરેક વ્યક્તિ ૮૦ ઉપરની ઉમરની હતી.

એક મિટિંગમાં વાતોનો દોર ચાલુ હતો. ત્યાં સમાચાર આવ્યા કે કોઈ મિત્ર ઑસ્ટિન દર્શન કરીને આવતા હતાં તે  ગાડીનો   કસ્માત થયો. અકસ્માતમાં માર્યા જનાર ૬૫ વર્ષની ઉપરના હતાં. એક બહેન બોલ્યાં,’ હવે આપણી ભારતિયોની વસતિ હ્યુસ્ટનમાં ઘણી છે, આપણે આપણું સ્મશાન કેમ નહી બાંધતા હોઈએ’?

ખલાસ, આટલું બોલીને એ બહેન જાય ક્યાં. સમાજમાં આગળ ગણાંતા ભાઈ તેમના પર ઉકળી પડ્યા, ન સમય જોયો. ન આજુબાજુ બેઠેલી વ્યક્તિઓ. ગરમા ગરમી થઈ ગઈ. હાજર રહેલા કોઈનામાં સત્ય ઉચ્ચારવાની તાકાત નહતી કે એ બહેનને સમજાવીને કહો. આ ખૂબ મોટો પ્રોજેક્ટ છે. હવે લગ્નની વાડી માટે હૉલ ઢગલાબંધ બાંધીએ છીએ. આ પણ સમાજનું જ કામ છે ?

આ તો સાવ સ્વાભાવિક ઉદાહરણ છે.  એક મિત્રને ત્યાં  મળવા બોલાવી હતી. ઘણા વખતે રજાને દિવસે અમે દિલની વાતો કરવા ભેગા થયા હતા. ત્યાં કોઈક ફૉન આવ્યો. દીકરાને કહે, ‘કહી દે પપ્પા નથી !’

દીકરો મારી સામે જોઈ રહ્યો !

સાચું કહેવામાં શું વાંધો હોઈ શકે? હમણાં હું કામમાં વ્યસ્ત છું. બીજો પ્લાન નક્કી છે. હું સગવડે ફોન કરી ,પછી મળવાનું નક્કી કરીશું. વિ. વિ. કોઈ પણ જવાબ આપી શકાય. આજ કાલ ફોન ઉપર ,’કોનો ફોન છે એ નામ જણાય તેથી આવો વાહિયાત જવાબ આપ્યો.

એક અમલમાં મૂકવા જેવો પ્રયોગ છે. સવારના નક્કી કરવાનું, ‘ આજે આખો દિવસ એક પણ વખત ખોટું નહી બોલું’. ખૂબ કપરું છે. નક્કી કરેલું પાળવું અશક્ય છે. બહા્ના બનાવીએ એ ખોટાનો બાપ કહેવાય !

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

4 04 2015
પ્રેમપરખંદા

સાચું જ બોલવાના ખોટા અખતરા ના કરાય અને આજનાં સમય માં એવા અખતરા ઊચિત નથી. કાયમ સાચું બોલવા જઈએ તો પહેલા નંબરમાં તો ભુખભેગા થઈએ, બીજા નંબરમાં સમાજ તરફથી ઊપેક્ષીત થઈએ. અનો આપણે માણસજાત તો સ્વાર્થી છીએ. આપણે સમાજની જરુર છે એટલે સમાજની ઊપેક્ષા સહન કરવા કરતા ખોટું બોલવું સસ્તું પડે.

5 04 2015
chandravadan

આ તો સાવ સ્વાભાવિક ઉદાહરણ છે. મિત્રને ત્યાં મળવા બોલાવી હતી. ઘણા વખતે રજાને દિવસે અમે દિલની વાતો કરવા ભેગા થયા હતા. ત્યાં કોઈક ફૉન આવ્યો. દીકરાને કહે, ‘કહી દે પપ્પા નથી !’

દીકરો મારી સામે જોઈ રહ્યો………….
An example of practically done habits in this World in which “nobody has the time for others”.
Is this “soft” Lie….Lie is a Lie !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo to read New Post

5 04 2015
NAVIN BANKER

પ્રવિણાબેન, આપના, સત્ય બોલવા અંગેના વિચારો ઉત્તમ છે એમાં શંકા નથી.
અભિનંદન. દુનિયામાં થોડા પણ માણસો સત્ય બોલતા થાય તો દુનિયા સુધરી જાય.
નવીન બેન્કર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: