જીવનમાં ઉમંગ ( ભાગ -૧)

9 04 2015
umang

umang

આ જીવન જીવંત રહે ઉમંગની છોળો તેમાં સદા વસે! જ્યારે જીવનમાંથી ઉમંગ, ઉત્સાહ, હોંશ, આનંદ અને ખુશી દેશવટો લેશે ત્યારે જીવન શુષ્ક જણાશે. જીવન તો ચગડોળ જેવું છે. ઘડીમાં ઉપર અને ઘડીમાં નીચે. જે ઉપર જાય તે નીચે આવે એ કુદરતનો ક્રમ છે. તેનાથી ભલભલા ચમરબંધી પણ છૂટકારો પામી શકતા નથી ! જીવનમાં ઉમંગ ટકાવી રાખવાની અનેક રીતો છે. દરેક વ્યક્તિ ભિન્ન રીતે પોતાનો પ્રયાસ કરે છે. મરજીવા હોય તે માથાસાટેનો ખેલ ખેલી જાય. જે આ ખેલમાં વચ્ચેથી હામ હારી જાય તેમના માટે જીવન દુષ્કર પણ બની શકે ! .

હવે આપણે નક્કી કરવાનું છે કે આ ખેલના બાહોશ ખેલાડી બનવું છે કે પછી હિમત છોડી મેદાનમાંથી દુમ દબાવી ભાગી જવું છે.જીવન રંગીન પણ છે.  જીવન જીવંત પણ છે. જીવનમાં ઉમંગની છોળો  અનુભવાય છે.  તેની હર એક ક્ષણ તાજગી અને ખુશનુમા વાતાવરણનું સર્જન કરે છે. તમારો અભિગમ કેવો છે તેના ઉપર નિર્ભર છે !  જીવનમાં જો મુસિબત અને પ્રશ્નો ન હોય તો એવા જીવનની મઝા  તમને આવશે  ?  જવાબ સરળ છે. રોજ મલપુ્ડા અને બાસુંદી મળે તો અકળાઈ જવાય. ખિચડી અને ભાજીનું  શાક કોઈક વખત પ્યારા લાગે.

આલોક અને અવની ખૂબ સુંદર જોડું, પ્રભુએ ફુરસદે ઘડ્યા હતા. એ તો અવની આજે આલોક સાથે સુખી છે. તેની ગઈકાલ ખૂબ અસ્ત વ્યસ્ત હતી. આલોકને અવનીની સરળતા તેમજ સુંદરતા ગમી ગયા અને જીવનનો રાહ બદલાઈ  ગયો.  હસમુખો આલોક હમેશા અવનીની આસપાસ આંટા મારતો. અવનીએ પોતાના પ્રેમાળ સ્વભાવથી આલોકને જીતી ઘરમાં સહુની દુલારી બની હતી. આલોકના ઘરનું સુંદર વાતાવરણ જોતાં તેને હમેશા પોતાના દાદા, દાદી, વહાલા પપ્પા અને મમ્મી યાદ આવતા.

અવનીએ બાળપણથી જીવનમાં ઘણું બધું અનુભવ્યું હતું. જેને કારણે જીવનની પારદર્શકતા તે જાણતી હતી. આલોકે તેને જીવનની રંગીન બાજુ બતાવી તેના જીવનમાં ઉમંગની છોળો ભરી રહ્યો હતો.****

અવની લાખ  ચાહે તો પણ ભૂતકાળ ભૂલી  ન શકે. જે માહોલમાં તે મોટી થઈ હતી  તે કહાની દર્દથી ભરેલી હતી. ઘરમાં દાદા અને દાદી, ગાડીની હડફટે દાદા આવી ગયા અને ત્યાં  ઘટના સ્થળે તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું.  અવની ૧૫ વર્ષની  આસપાસ હતી. તેને બધું બરાબર યાદ હતું. અવની પહેલાં ખોળાની હતી. દાદા અને દાદીના આંખનું રતન.

અકસ્માતમાં દાદાનું શબ ખૂબ ખરાબ હાલતમાં હોવાથી તેમના અંતિમ દર્શન કરવાનું કોઈના ભાગ્યમાં લખ્યું ન હતું. હિંદુ વિધિ પ્રમાણે શબને અગ્નિદાહ આપી બધા ઘરે આવ્યા. અવનીના દાદી સુધારક વિચારના હોવાથી  બીજા કોઈ ક્રિયાકાડ કરવાની મોટા દીકરાને ના પાડી. અવનીના દાદીના પિતા ‘ગાંધીવાદી ‘હતાં. 

તેના પિતા એકના એક અને તેમને પાંચ બહેનો.  અવનીના પિતા અમૂલખભાઈ હિમત ન હાર્યા. દિન રાત મહેનત કરી બહેનોને ભણાવી ઠેકાણે પાડી. પિતાની આર્થિક હાલત સારી હતી. ત્રણ બહેનોને પરણાવવાની જવાબદારી તેમના શિરે આવી. એકના એક દીકરા અને તે પણ બે નાની બહેનોનો મોટોભાઈ. માતા ખૂબ સદગુણી અને શાંત પ્રકૃતિના. પતિના ગયા પછી ચાવીનો ઝુડો પોતાની કમરેથી કાઢી મોટી વહુ અમિતાને સોંપ્યો. સાસુની કેળવણી અને માતા પિતાના સુંદર સંસ્કાર ઘર ગૃહસ્થી ખૂબ સુંદર રીતે સચવાઈ ગઈ. અમુલખભાઈ નિશ્ચિંત પણે જવાબદારી ઉઠાવી રહ્યા.બન્ને દીકરીઓ પરણી ગઈ પછી તેમના માતુશ્રી ખૂબ સાદગી ભર્યું જીવન જીવતા. અમિતાબહેનને જરૂર પડ્યે કામકાજમાં ટેકો કરતા અને ઈશ્વર ભજનમાં મગ્ન રહેતાં.

જ્યારે તેમના બા્ળકો મોટા થયા ત્યારે કામના ઢસરડામાં જીંદગી ગુજારી હોવાથી અમુલખભાઈને ટી.બી. થયો. અવનીના મમ્મી અમિતા બહેન ખૂબ ત્રેવડવાળા હતા. કરકસરથી ઘર ચલાવે અને પતિની સેવા કરે. તેમના સાસુએ ખૂબ સાથ આપ્યો. બન્નેને મા દીકરી જેવું બનતું તેથી ઘરમાં શાંતિ હતી. અવની ભણવામાં ખૂબ હોંશિયાર, નાના મોટા ટ્યુશન કરી થોડા પૈસા કમાતી . તેનો ભાઈલો  પાંચ વર્ષ નાનો હતો. તેની પાછળ ખૂબ મહેનત કરતી જેથી સારું ભણી શકે. મમ્મી, અવનીને જોઈ ખૂબ ખુશ થાય.

અવનીના પપ્પા હવે હળવા કામ કરતાં. તેમની તબિયત સાચવવી એ ખૂબ મહત્વની વાત હતી. સહુ પ્રથમ તો કુટુંબમાં શાંત્તિનું સામ્રાજ્ય હોવાને કારણે અમુલખભાઈને હૈયે ટાઢક હતી. અમિતાબહેન તેમનો પડ્યો બોલ ઝીલતા. મા દીકરાના ખાવાપીવાનું ધ્યાન રાખતા. અમિતાબહેને પોતાની આવડતના જોરે પાપડ ,અથાણા અને નાસ્તા બનાવી બે પૈસા રળતા. આમ તેમના સંસારનું ગાડું હરિ હંકારતા. અવનિનો નાનો ભાઈલો તોફાની ખૂબ હતો. ભણવામાં અવ્વલ નંબર આવે તેથી તેને વઢવાનો સવાલ જ ઉભો ન થતો.***************

અવનીના દાદી તેને જાત જાતનું ભરણ ગુંથણ શિખવે. અમિતાબહેનને ગુજરાતી ભાષાનો મહવરો હોવાથી તેમણે નાના મોટા લેખો લખવાનું શરૂ કર્યું. અવનીને થયું લાવને કોઈ માસિક માટે મોકલાવું. સારા ચોઘડિયામાં અને સારી ભાવનાથી કોઈ પણ કાર્ય કરવામાં આવે તો તેને સફળતા મળે તેમાં શંકા નથી. અવનીએ મોકલેલો લેખ  ‘દૂર દર્શન’માં પ્રગટ થયો. નામ પ્રમાણે આ માસિક બાળકોને શિક્ષણ આપતું અને ભાવિ માટે તૈયાર કરતું હતું.

અમિતાબહેનને ખૂબ આનંદ થયો. એ જમાનાના મેટ્રિક પાસ હતા. આગળ ભણવાનો શુભ અવસર પ્રાપ્ત થાય તે પહેલાં અમૂલખભાઈ સાથે લગ્ન ગ્રંથીથી જોડાયા. સંસારની ઉલઝનોમાં ફસાતા ગયા. દીકરીએ માર્ગ સરળ કરી આપ્યો. પોતાની માતાને પ્રોત્સાહન આપ્યું. બન્ને ભાઈ બહેન હવે નિશ્ચિત મને પોતાના કાર્યક્ષેત્રમાં પ્રવૃત્ત બન્યા. હમેશા હકારાત્મક વલણ જીવનમાં દિશા ફેરવી શકે છે. ‘દૂર દર્શન’ માસિકને ‘અમિતા’ના નામથી સુંદર લેખ પ્રાપ્ત થયા. વાચકોએ પ્રેમ પૂર્વક આવકાર્યા. અમિતાબહેનના લેખામાં જીવનની સચ્ચાઈનો રણકો હતો. વનમાં અટવાયેલાને જેમ પગદંડી મળે તેમ અમિતાબહેનને જીવન જીવવાનો રાહ મળી ગયો. સંસારની માયાજાળમાં ગુંથાયેલાને હવે ખુલ્લી હવાનો સ્પર્શ થયો.

‘ અવનીએ ઉમંગભેર નિરખ્યું મમ્મી, હવે જીવન સારી રીતે જીવી શકે છે. દાદી, અમિતાને પ્રોત્સાહન આપતાં. તેમને ખૂબ ગર્વ થતો કે ‘વહુ’ ખરેખર લક્ષ્મી જેવી છેે.  મન હોય તો માળવે જવાય. અમિતા બહેનની કલમે જાદુઈ છ્ડી જેવું કાર્ય કર્યું.  અવની અને આલોકના આગ્રહથી તેમણે નવલકથા પર હાથ અજમાવ્યો. ખૂબ કપરું ભગિરથ કામ હતું. સાસુમાએ બાંહેધરી આપી રસોડું સંભાળશે. લખવાની સઘળી સવલિયત કરી આપી. અમિતાબહેન હવે પોરસાયા. નાનપણામાં જે સ્વપનો નિહાળતાં હતા તે તેમને સાકાર થતા જણાયા. સંઘર્ષ તો જીવનમાં આવે, તેની સોડમાંથી ઉભા થવાની તાકાત હવે આવી ગઈ હતી.

અમિતાબહેનની માતાએ   ખૂબ સુંદર સંસ્કાર આપ્યા હતાં.” બિંબ પ્રતિબિંબ” ના નેજા હેઠળ સુંદર નવલકથાના મંડાણ કર્યા. વ્યવસ્થિત વિચારો ગોઠવતા. પ્રસંગોનું નિરૂપણ યોગ્ય રીતે કરતાં. સામાયિકોમાં લખતાં તેથી લેખક મિત્ર પાસે પ્રસ્તાવના લખાવી. જેની માતા આવી ખમિરવંતી અને દાદીનો સંપૂર્ણ સહકાર જીવન ઉમંગ અને ઉલ્લાસથી ભરાઈ ગયું. ગુંજી ઉઠ્યું. અમૂલખભાઈની ખોટ આખી જીંદગી સાલવાની પણ તેને કારણે ઘરનાં બધાએ નિરાશ વદને બેસી રહેવાને બદલે કેવો  સુંદર માર્ગ  શોધ્યો. નાનો ભાઈ અમર કૉલેજમાં સુંદર રીતે અ્ભ્યાસ કરી ઉજલા ભવિષ્યના એંધાણ દર્શાવતો.

શરૂઆતમાં તે નવલકથાને આવકાર સામાન્ય  મળ્યો. જ્યારે નસિબ આડેનું પાંદડું ખસે છે ત્યારે સૂર્યનો પ્રકાશ ફેલાઈ જાય છે. તે પુસ્તક યોગ્ય પાત્રના હાથમાં આવી પડ્યું અને રાતોરાત પ્રસિધ્ધિ પામી  ઉઠ્યું. બનવાકાળને રોકવાની સમર્થતા સામાન્ય માનવીના ગજા બહારની વાત છે. કિંતુ પ્રયત્ન કરી પ્રગતિ સાધી શકતાં તેને કોઈ રોકી શકતું નથી ! ‘બિંબ પ્રતિબિંબ’ જેવું માસિકમાં લખવાનું પુરું થયું કે વાચકોના આગ્રહને કારણે તેને નવલકથા સ્વરૂપે બજારમાં મૂકી. તે નવલકથાના પાત્રોનીસચ્ચાઈ, અમિતા બહેનની લેખનીમાં રહેલી હ્રદય સ્પર્શી ભાષાએ કમાલ કરી. સ્વપને પણ નહોતું વિચાર્યું તેનું હકિકતમાં રૂપાંતર જોઈ અમિતાબહેન ખુશ થયા. સહુથી વધારે ખુશી તેમના ‘સાસુજી’ ને થઈ.  આ નવલકથાની બીજી અવૃત્તિ બહાર પડવાની છે એ શુભ સમાચારનો અતિરેક જીરવવો તેમને માટે અસહ્ય થઈ પડ્યો.  રાતના સૂઇ ગયા બાદ  બીજા દિવસનો સૂર્યોદય જોવા ભાગ્યશાળી ન બન્યા.

રંગે ચંગે માતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી. તેમની મરજી પ્રમાણે સ્ત્રીઓની પ્રવૃત્તિ અને અનાથાશ્રમના બાળકો પાછળ મનમૂકીને દાન આપ્યું. અવની પોતાની માતાની પ્રતિભામાં થયેલો ફેરેફાર ઉમંગભેર નિહા્ળી રહી.

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

10 04 2015
પ્રેમપરખંદા

આવતો અંક વાંચવાની આતુરતા.
ઊદાહરણરુપ વાર્તા.
સચ્ચાઈનો સમન્વય છે.

10 04 2015
Bhavana Patel

Pravina,
Hi!!
Very nice story Jeevan ma Umang Part 1.
Enjoyed it.
Can not wait for Part 2.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: