જીવનમાં ઉમંગ —–(૨)

11 04 2015
umang

umang

**********************************************************************************

“બિંબ પ્રતિબિંબ” નવલકથાનું મથાળું અને તેમાં રહેલી દિલની વ્યથા, વેદના, સત્ય અને લેખનકળા વાચકોનાં દિલને સ્પર્શી ગઈ. અમિતાબહેન જાણે દિવાસ્વપનમાં ખોવાઈ ગયા તેવા હાલ હતા. સહુથી વધારે આનંદ અને ગર્વ તેમના પતિ અમુલખભાઈના પૂ.માતુશ્રીને  થયો. સામન્ય રીતે લોકો ‘સાસુ’ શબ્દને જરા અણગમતી  દ્રષ્ટિથી જોતા હોય છે. ભૂલથાપ ખાય છે કે એ પ્રાણથી પ્યારા પતિની ‘મા’ છે!  ‘દૂર દર્શન’ માસિકે અમિતાબહેનને દર મહિને એક સુંદર લેખ લખી મોકલવાનું કહ્યું. ઘણી વખત લેખનનો વિષય પણ તય કરતાં જેથી અમિતા બહેનને લખવામાં સરળતા રહે.

અવનિને ખૂબ શાંતિ થઈ . તેને થયું ‘મા’ને હવે નવી દિશા મળી ગઈ છે. નાનોભાઈ અવિ પણ ભણવામાં ઝળકી રહ્યો હતો. આલોક સાથે તેનો સંસાર સરસ ચાલતો હતો. હજુ પાંચ વર્ષ બાળક જોઇતા નહતાં. પોતાની વિદ્યાનો સહારો લઈ જીવનમાં સ્થાઇ થવું એ પ્રયોજન હતું. કમપ્યુટરના યુગમાં એવી સરસ રીતે ગોઠવાઈ ગઈ કે બાળક આવે પછી પણ ઘરે રહીને આલોકને સહાય કરી શકે. પોતાની મમ્મીના કાર્યમાં પણ રસ દાખવી તેને જ્યાં જરૂર પડે ત્યાં કમપ્યુટર દ્વારા તેના કાર્યનો બોજો હળવો કરતી.  આલોકના માતા અને પિતાને કોઈ ફરિયાદ ન રહે તેનું સભાનપણે ધ્યાન રાખતી. અવનીમાં આ તો કમાલ હતી. બન્ને તરફની પોતાની જવાબદારીનું તેને ભાન હતું. વળી પ્રેમ પૂર્વક કરતી તેથી માન અને ઈજ્જતની હકદાર બની. આલોકના મમ્મી તો ડૉક્ટર હતાં.

‘બેટા હવે બાળકની તૈયારી કરો’!

‘હા મમ્મા, હું અને આલોક હવે તૈયાર છીએ’.

તે જાણતી હતી મમ્મા, આલોકની જેમ મને પણ પ્રેમ કરે છે. યથા સમયે અવનિએ  જોડિયા બાળકને જન્મ આપ્યો. અવનિના દાદીમા જાણે બાળકને જોવા જ ન જીવતાં હોય? પંદર દિવસમાં વિદાય થયા. અવિ પણ કૉલેજમાં ભણવા બેંગ્લોર ગયો.

અમિતાબહેનની જીંદગીમાં ખાલિપાનો અનુભવ થવા લાગ્યો.બે   બાળકોને કારણે અવનિની જીદગી પ્રવૃત્તિથી ધમધમી ઉઠી. પોતાની મમ્મીની મદદ લેતી હતી. છતાં મમ્મીની તેને ચિંતા રહેતી. હમણાંથી અમિતા બહેન બીજી નવલકથા લખવા પ્રેરાયા હતા. નામ રાખ્યું ‘મધદરિયે’. ખુલ્લી આંખે જીવનમાં અવલોકન કરતા. ધીમે ધીમે કલમ અને વિચારનો સમન્વય ઝળકી રહ્યો. વાર્તા સુંદર રીતે પૂરી કરી. આ વખતે સહુ પ્રથમ આલોકના મમ્મીએ વાંચી. આનંદવિભોર થઈ બોલી ઉઠ્યા, ‘વાહ’! તેમના ભાઈને  વાંચવા અનુરોધ કર્યો. વાર્તા તેમજ તેના પાત્રાલેખન બન્નેને ખૂબ ગમ્યા.

અંતે નવલકથાનું વિમોચન થયું. પ્રકાશિત થઈ  બજારમાં આવી. આવકાર મલ્યો એમાં તો પૂછવાનું હોય જ નહી! આલોકના મામા, જેમણે વાંચીને માણી હતી તેમણે અવની દ્વારા અમિતાબહેન સાથે મુલાકાત ગોઠવી. પહેલીવાર મળ્યા ત્યારે અમિતાબહેનની સરળતા અને સુઘડતા તેમની આંખોને ઉડીને વળગી. બાનવાકાળ યુવાનીમાં એક વાર પ્રેમમાં નાસીપાસ થયા હતા. તે દિશામાં ફરી નિહાળ્યું ન હતું. આજે  જીવનમાં સફળતાને વર્યા હતા. અમિતા બહેન ‘૫૨’ વર્ષની ઉમરે પણ ખૂબ આકર્ષક હતા. લેખનકળામાં પ્રવૃત્ત રહેતા હોવાને કારણે બહારની દુનિયાથી પરિચિત હતા. જીવનને હરદશામાં જો આવકાર પ્રાપ્ત થાય તો એ જીવન જીવવાની મઝા કાંઈ ઔર છે. અમુલખભાઈના ગયા પછી કુટુંબીઓના સ્નેહ અને સહકાર પ્રાપ્ત થયા. ચિંથરે વીંટ્યા રતનની જેમ ઝળહળી ઉઠ્યા.

મામાએ આલોકના મમ્મીને પોતાના  દિલની વાત જણાવી, તેઓ  નિશ્ચિંંત બન્યા. વાત ખૂબ નાજૂક હતી. આલોકને કાને જ્યારે આ વાત આવી ત્યારે ગભરાઈ ગયો. છૂપો આનંદ પણ થયો કે અમિતાબહેનના ‘જીવનમાં ઉમંગ’ પાછો પ્રસરી ઉઠશે ! સમય જોઈને તેણે અવનીને વાત કરી. એક મિનિટતો અવનિ ફાટી આંખે આલોક સમક્ષ જોઈ રહી.

‘આલોક, તું આ શું બોલે છે’.

‘તેં જે સાંભળ્યું તે’ !

‘મારી મમ્મી’ , અવનિના શબ્દો મુખમાંથી બહાર આવવાની ના પાડતા હતાં. વધુ કાંઈ ન બોલતાં શાંત રહી. આલોક તેનું અવલોકન કરી રહ્યો. તેણે નોંધ્યું કે બીજ યથા સમયે પાંગરશે! પછી તો આ વાત ઉપર પડદો પડી ગયો. અવનિ ઘણીવાર આકુળ વ્યાકુળ થઈ ઉઠતી. આલાક તેના વર્તન ઉપર આંખ આડા કાન કરતો. તે જાણતો હતો તીર નિશાના પર વાગ્યું છે!

બન્ને બાળકો સૂતા હતાં. આલોક પુસ્તકમા માથુ ઘાલી અવનિની ક્રિયા નિહાળી રહ્યો હતો.  અવનિએ અચાનક પુસ્તક ખેંચી તેનો ઘા કર્યો.

‘મને ખબર છે, તું વાંચવાનો ડોળ કરે છે.’

‘કેમ તને એવું લાગ્યું, ડાર્લિંગ’?

‘જો હવે મને ઉલ્લુ ન બનાવ, તેં જે વાત કરી હતી તેના પર હું દસ દિવસથી વિચાર કરું છું’.

‘ઓહ, તને વિચાર કરવાનો સમય મળે છે’?

‘બસ હવે તારું નાટક બંધ કર’.

‘તો શું કરું’?

‘સાંભળ. તારો પ્રસ્તાવ ગમ્યો છે. પણ ?

‘પણ શું”?

‘મમ્મીને વાત કેવી રીતે કરવાની’?

‘એ તું મારા પર છોડી દે’.

બીજા અઠવાડિયે આલોકે ઘરમાં બાળકોના બહાને નાનું ફંક્શન ગોઠવ્યું. તેમા બધા આવ્યા. મામાને અમિતાબહેન સાથે ઓળખાણ કરાવી હતી તે કામ લાગી. મામાએ તેમની લેખન પ્રવૃત્તિમાં ખૂબ રસ બતાવ્યો. પોતાનું થોડું જ્ઞાન પ્રદર્શિત કર્યું. બન્ને જણા સાથે એક ટેબલ પર ગોઠવાયા. હાથમાં આવેલી તક ગુમાવે એવા નાદાન મામા ન હતા.

અમિતાબહેનને તેમનું  વર્તન  ભાવભર્યું લાગ્યું. બનેનો પ્રશ્ન થોડે ઘણે અંશે સમાન હતો. “એકલતા અને ખાલિપો’ ! આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું. અવનિ મોટા ભગિરથ કાર્યમાંથી ઉગરી ગઈ. મામાનું વ્યક્તિત્વ મોહક હતું. અમિતાબહેનને થયું જીવન ખૂબ લાંબુ છે. બાળકો મોટા છે. અવિએ જરા પણ અણગમો ન દર્શાવતા મમ્મીની ખુશીમાં સામેલ થયો. હવે તેને નિરાંત થઈ કે મમ્મીને પોતાની ‘ગર્લફ્રેંડ’ બાબાત વિના ઝિઝક કહી શકશે. જ્યારે બાળકો મોટા થાય પછી તેમના જીવનને નવી દિશા સાંપડે. એ સમયે માતા અને પિતા તેમને માર્ગ મોકળો કરી આપે તેમાં બધાની શોભા છે.

અમિતાબહેનના દિલમાં ‘ઉમંગ’ની સરવાણી ફુટી. એક જીવન જીવવાનું છે. શામાટે સુખ અને શાંતિથી પસાર ન કરે ?

*

*****************************************************************************************

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

11 04 2015
પ્રેમપરખંદા

આપણા સમાજમાં નવતર વિચારવસ્તુ પરંતું આવકારદાયક.

12 04 2015
Saryu Parikh

Pravinaben,
Nice story.
Saryu Parikh

13 04 2015
chandravadan

અમિતાબહેનના દિલમાં ‘ઉમંગ’ની સરવાણી ફુટી. એક જીવન જીવવાનું છે. શામાટે સુખ અને શાંતિથી પસાર ન કરે ?….Nice Varta
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: