શ્રી મહાપ્રભુજી, ૨૦૧૫

14 04 2015

mahaprabhuji

mahaprabhuji

************************************************************************************************************

છત્તીસગઢમાં આવેલા રાયપુરથી ૬૦ કિલોમિટર દૂર ચંપારણ ગામ એ શ્રી મહાપ્રભુજી વલ્લભચાર્યના પ્રાકટ્યનું સ્થળ. આ જીવન ધન્ય બન્યું જ્યારે ડિસેમ્બર ૨૦૧૪માં તેમના દ્વારે જઈને ઉભી રહી.

” ઓ ચંપારણના વાસી

‘તને નિરખવા આંખડી પ્યાસી

તારા દર્શનની અભિલાષી

કૃપા તારી આજે વરસી

આશા મારી પૂરી કરી તેં

ના રહી કોઈ એષણા બાકી

દ્વારે તારે આવી ઉભી

ઝાંખી કરી પાવનતા પામી

ઓ ચંપારણના વાસી”

શ્રી કૃષ્ણ ભગવાનથી વિખૂટા પડેલા જીવોનો ઉદ્ધાર કરવા “પુષ્ટિ સંપ્રદાય”ના પ્રણેતા શ્રી વલ્લભાચાર્યનું  પ્રાગટ્ય ચંપારણમાં થયું હતું.   “શ્રી કૄષ્ણઃ શરણં મમ” અષ્ટાક્ષરનો મંત્ર શ્રી મહાપ્રભુજીએ સર્વે વૈષ્ણવોને આપ્યો. ષોડષ ગ્રંથના રચયતા શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવો પર પરમ કૃપાનો અનુરોધ કર્યો છે.

૧. યમુનાષ્ટકમ

જેમાં શ્રી યમુના મહારાણીનું સુંદર વર્ણન અને મહાત્મ્ય બતાવ્યું છે.

૨. બાલબોધ

પુષ્ટિના માર્ગ પર ચાલનારને રાહ ચીંધે છે,

૩. સિદ્ધાંત મુક્તાવલિ

એક પછી એક સિદ્ધાંત મોતીની માળાના મણકાની જેમ પરોવી દર્શાવવાની કૃપા કરી છે.

૪. પુષ્ટિ પ્રવાહ મર્યાદા

દરેક આત્માની અલગ અલગ ગ્રહણ શક્તિ (મર્યાદા) પર આધારિત પ્રવાહી સ્વરૂપ. સહેલાઈથી સમજી શકાય તેવું.

૫. સિદ્ધાંત રહસ્યમ

દરેક સિદ્ધાંતમાં રહેલો ગુઢ અર્થ દર્શાવ્યો.

૬. નવરત્નમ

પુષ્ટિમાર્ગના ભક્તને કાજે  ૯  અમૂલ્ય  માર્ગદર્શન.

૭. અંતઃકરણ પ્રબોધ

હ્રદયને છલોછલ ભાવથી ભરનાર ઉપદેશ.

૮  વિવેકધૈ્ર્યાશ્રય

વિવેક,  ધૈર્ય  અને આશ્રય (શરણાગતિ) ન્ર સરળતાથી સમજાવતો ગ્રંથ.

૯. શ્રી કૃષ્ણાશ્રય

શ્રી કૃષ્ણના શરણે જવાનો સરળ માર્ગ. ‘શ્રી કૃષ્ણ એવ ગતિઃમમ”

૧૦. ચતુઃશ્લોકી

ધર્મ, અર્થ, કામ અને મોક્ષાને સમજાવનાર માત્ર ચાર શ્લોકનો ગ્રંથ

૧૧. ભક્તિવર્ધિની

ભક્તિનો ઉત્તરોત્તર વધારો કેમ થાય તેનું રહસ્ય.

૧૨. જલભેદ

પાણીના પ્રકાર.

૧૩. પંચ પદ્યાની

પાંચ રચનાઓનું સચોટ વર્ણન

૧૪. સન્યાસ નિર્ણય

નિશ્ચિત પણે સન્યાસ  લેવાના  આ્ગ્રહીને  માર્ગદર્શન.

૧૫. નિરોધ લક્ષણમ

અનાસક્તિ કેળવવાના પ્રયાસને પ્રોત્સાહન, માર્ગદર્શન

આ ઉપરાંત અતિ સુંદર મધુરાષ્ટકમ, પુરૂષોત્તમ સહસ્ત્ર.  નામ, શિક્ષાપત્ર, વલ્લભાખ્યાન, ગાયત્રી ભાષ્ય, સુબોધનિજી,  તત્વાર્થ દીપ નિબંધ અને વચનામૃત ગ્રંથોની રચના કરી. સેવા અને સુમિરન દ્દવારા શ્રીનાથજીની કૃપાની પ્રસાદી પામવાનો સરળ મારગ બતાવ્યો. આ માર્ગ કૃપાથી ભરપૂર છે.  શ્રીનાથજીના કૃપા પાત્ર બનવા માટે નિર્મળ ભાવે સેવા અને આઠે પ્રહર સ્મરણ  આવશ્યક છે.

શ્રી મહાપ્રભુજીએ વેદ, ગીતા, શ્રીમદ ભાગવત અને બ્રહ્મસૂત્રો એ ચારને પ્રમાણ ગણ્યા છે.યુગલરૂપથી અનેક લીલા પરાયણ આનંદયન શ્રી ઠાકોરજી ‘રસો વૈ સઃ’ છે.મેઘ અને વીજળી જેમ તેઓ રહે છે..

તેમના મત પ્રમાણે બ્રહ્મન સંપૂર્ણ અને પવિત્ર સત્ય છે. જેણે જગત અને આત્માનું સર્જન કર્યું છે. સુર્ય અને તેના કિરણો એ સહુથી પવિત્ર વસ્તુ  આ સૃષ્ટિમા છે. શ્રી  મહાપ્રભુજીએ જીવ, જગત અને ઈશ્વર  વચ્ચેનો સંબંધ સ્થાપિત કરી બતાવ્યો. જેને કારણે તેમને “જગદ ગુરૂની” ઉપાધીથી નવાજ્યા.

શ્રી વલ્લભે ત્રણ પ્રકારની એષણા ૧, લોકેષણા, ૨. વિત્તેષણા અને ૩ પુત્રેષણાનો નાશ કરી ભગવદ સ્વરૂપમાં આસક્તિ કરાવી અને ભાવના અલૌકિક થઈ.

આચાર્ય ચરણકમલેભ્યો નમાઃ

શ્રી મહાપ્રભુજી ગુરૂ મારા હૈયામાં બિરાજો

હૈયામાં બિરાજો મુજને સત્ય સમજાવો

શ્રી મહાપ્રભુજી ગુરૂ મારા હૈયામાં બિરાજો

 

તારા દર્શન કાજે આજે ચંપારણ્યમાં આવી

અભિલાષા મારી પૂર્ણ થઈને શિતળતા હું પામી

શ્રી મહાપ્રભુજી ગુરૂ મારા હૈયામાં બિરાજો

 

પુષ્ટિમાર્ગના પથ પર ચાલી તારે શરણે આવી

શ્રી કૃષ્ણ શરણં મમનું રટણ સદા ઉચ્ચારી

શ્રી મહાપ્રભુજી ગુરૂ મારા હૈયામાં બિરાજો

 

સેવાની હું રીત ન જાણું દાસી છે અજ્ઞાની

વિનવું તુજને શીશ નમાવી કરજો કૃપા તમારી

શ્રી મહાપ્રભુજી ગુરૂ મારા હૈયામાં બિરાજો

 

 

 

 


ક્રિયાઓ

Information

2 responses

16 04 2015
chandravadan

છત્તીસગઢમાં આવેલા રાયપુરથી ૬૦ કિલોમિટર દૂર ચંપારણ ગામ એ શ્રી મહાપ્રભુજી વલ્લભચાર્યના પ્રાકટ્યનું સ્થળ. આ જીવન ધન્ય બન્યું જ્યારે ડિસેમ્બર ૨૦૧૪માં તેમના દ્વારે જઈને ઉભી રહી……………..and the Prayers
Knowing of the Divine…..then being within that Divinity = God Realization.
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !

14 11 2015
Navin Banker

ડીસેમ્બર ૨૦૧૪માં, આપે ચંપારણ માં જઈને જીવનની ધન્યતા માણી અને આપ કહો છો તેમ,’ ન રહી કોઇ એષણા બાકી’ તો હવે આપ શેષ જીવન, ચંપારણમાં જ રહીને વીતાવીને ,જીવનને વધુ ધન્ય બનાવો.
આ બધા શબ્દો ગીતોમાં ને પદોમાં સારા લાગે છે બાકી કોઇ
ચંપારણમાં વીતાવવા તૈયાર થાય છે ?

નવીન બેન્કર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: