કીટ્ટા બુચ્ચા***

18 04 2015
kitta

kitta

 

 

 

 

 

 

***************************************************************************************

કિટ્ટા્ અને બુચ્ચા

હોય ના લુચ્ચા

બચપનના ભેદ એ ખોલે બધ્ધા

ગમો અણગમો છુપાયો છે બચ્ચા

લડતા ઝઘડતા ત્યારે કરતાંતા કિટ્ટા

મનગમતાં સાથ હમેશા બુચ્ચા

હવે ન આવડે કરતાં કિટ્ટા

સહુની સંગે કરી છે બુચ્ચા

રાત ગઈ વાત ગઈ આ રહી મજ્જા

યાદ રાખજે આ વાત મારા રાજ્જા

નહી તો કરીશ તને મનમાની સજ્જા

હસી કે રૂદન, સુખ યા દુખ , જીવન હો યા મૃત્યુ

સહુની સંગે મુસ્કુરાઈને કરી લીધી બુચ્ચા.

 

કિટ્ટા, બુચ્ચા’ વિષેની અંતરની ઊર્મિઓ માણો. બાળપણમાં ગાતી હતી તે અત્યારે માનસપટ પર રમી રહ્યું છે. “કિટ્ટા તો કિટ્ટા બાવાજીની બુચ્ચા”. કેવા નજીવા કારણસર કિટ્ટા કરી બેસતી. જોકે  મનમેળ થતાં પણ વાર ન લાગતી. એ બાળપણની અદા અને  નિર્દોષ આનંદ આજે તો ભૂતકાળ બની ગયો છે. કાશ, એવી નિર્દિષતા આજે પણ હયાત હોત ? ખેર,  હવે તો જીવનના કેટલા તબક્કા ભૂતકાળ બની ગયા છે તે તો માત્ર ગણવા રહ્યા. હા, એટલું જરૂરથી કહીશ દરેક અવસ્થાનું પોતાનું ગૌરવ છે. સમાજ, સગા અને વહાલાં ભલે ને ગમે તે માને દરેક વ્યક્તિને જીંદગીની હરપળ માણવાનો સંપૂર્ણ અધિકાર છે.

એ સમયે કોઈની સાથે કિટ્ટા કરવા કરતાં તે સ્થળ યા વ્યક્તિથી થોડી દૂરી રાખવી જરૂરી છે. બુચ્ચા તો હમેશા સહુની સાથે રાખવી. કોને ખબર ક્યારે કઈ અવસ્થામાં ફસાઈ જઈશું અને વળી પાછી મુલાકાત થાય. હવે જીંદગીના એવા મુકામ પર આવી ને ઉભી છું ,જ્યાં સહુની સંગે બુચ્ચા. સહુને મારા જે શ્રી કૃષ્ણ અને રામ, રામ. એવો દિવસ કદી ન આવે કે “તારી સંગે કિટ્ટા” એમ કહેવું પડે ! ભલેને ગમે તેવો કઠીન સમય યા પથ આવે મૌન ધારણ કરી પસાર થઈ જવું હિતાવહ છે. આખી જીંદગી,’કિટ્ટા અને બુચ્ચાની” રમત રમતાં ખૂબ ગાંઠો વાળી છે. સમય પાકી ગયો છે એક પછી એક એ ગાંઠ છોડતાં જઈએ !

કબીર યાદ છે ને ? “જ્યોં કી ત્યોં ધરદીની ચદરિયા જ્યોંકી ત્યોં ધર દીની”.  આપણે કબીર નથી એ વાતમાં શંકા નથી ! હા, એ પંથે ચાલવા કદમ ઉપાડ્યા છે. માત્ર આપણે “ચાદર ધોઈને પાછી આપવાનો પ્રયત્ન કરીશું” તો એ યથાયોગ્ય ગણાશે. ( કબીરજી  આ પાર્થિવ દેહને  ચાદર સાથે સરખાવે છે !)

બાળપણની કિટ્ટા અને બુચ્ચાની રમત હવે જરા જુદા લિબાશમાં ચાલુ છે. એ વાત ખોટી તો નથી ! માત્ર તે સમય અને સ્થળ પ્રમાણે અભિનય કરે છે. જેની સાથે આપણને મનમેળ છે, તેમની સંગે ઘરોબો કેળવીએ છીએ. “મારા ખાસ મિત્ર છે” એમ કહી નવાજીએ છીએ. મેળ મિલાપ વધુ હોય છે. જેમની સાથે મતભેદ યા વિચારોની સુસંગતતા નથી હોતી તેમની સાથે માત્ર “હાય અને હલો”નો સંબધ રાખીએ છીએ !

‘હવે બહોત ગઈ અને થોડી રહી’ જેવી વાત છે. શામાટે હ્રદયમાં કોઈના પ્રત્યે ‘કુભાવ’ રાખવો? બને ત્યાં સુધી આ અંતઃકરણ શુદ્ધ રાખવું. જ્યારે પણ અણગમતાં સ્પંદનો કે ભાવ હ્રદય અનુભવે છે ત્યારે ચિત્તની શાંતિ હણાય છે. આ મારો અને તમારો બન્નેનો અનુભવ બોલે છે. બાકી જીંદગીમાં જો નિર્મળ આનંદ પામવો હોય તો આ એક જ સાચો રાહ છે ! સહુની સંગે “બુચ્ચા”.

‘રાત થોડી અને વેષ ઝાઝાં’ ! હસી ખુશીથી જીંદગીનો રાહ પૂરો કરીએ તે ઈચ્છનિય છે. સહુની સંગે “બુચ્ચા”! મર્ગમાં કાંટા મળે કે ફુલ, હાસ્ય સાથે મેળાપ થાય કે રૂદન ભેટે ફરિયાદ વગર આગળ ધપીએ. સુખ અને દુઃખ એ તો આપણિ દૃષ્ટિ છે. જેમકે દૂધનો ગ્લાસ અડધો ખાલી છે કે અડધો ભરેલો છે ! જીવન તો જીવી રહ્યા છીએ ઉમંગભેર અને રાહમાં મૃત્યુ ભેટશે તો હાથ પ્રસરાવેલા છે.”આ ગલે લગ જા”.

ચાલો તો જમણા હાથની પહેલી બે આંગળીઓ હોઠ પર મૂકીને કહો, “તારી સંગે જીવનના અંતિમ ક્ષણ સુધી બુચ્ચા”!

Advertisements

ક્રિયાઓ

Information

One response

19 04 2015
Smita Shah

Very Nice

Smita

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: