પથ અજાણ્યો !

24 04 2015
path

path

********************************************************************************************

પગદંડી પર ચાલવાનું શરૂ કરીએ ત્યારે ખબર નથી કઈ દિશામાં લઈ જશે ? અજાણ્યો રસ્તો, ન મળે કોઈ મુસાફર કે વટેમાર્ગુ જેને પૂછી પણ શકાય ! એવા અજાણ્યા પથ પર ચાલતાં જો જાણીતું સ્થળ આવે તો આનંદ બેવડાય! પથ પર પ્રયાણ જારી રાખ્યું તેનો ગર્વ થાય. અજાણતા સહી માર્ગ મળ્યાનો ઉમંગ જણાય !

આ જીવનનો માર્ગ કંઈક આવો જ છે ! ખબર નથી તે  ક્યાં લઈ જશે? રસ્તામાં કેટલાં વિઘ્નો આવશે? સફળતા  મળશે કે નિષ્ફળતા ? અરે ધાર્યા મુકામે પહોંચાડશે કે નહી? મુસાફરી લાંબી છે કે ટુંકી એનો પણ અંદાઝ નથી ! છતાં એ અજાણ્પયા પથ પર ચાલ્યા જ કરીએ છીએ.

આ પ્રમાણે જીવન, પથ ઉપર ચાલે છે તેજ તો તેની ખૂબી છે. જો આપણને બધી વસ્તુની પહેલેથી જાણ હોય તો જીવવાની શું મઝા?  મઝાની વાત તો બાજુએ રહી જીવન ઝંઝાવાતથી ઉભરાઈ જાય. જો ખબર વહેલી પડે કે આ નોકરી તો હવે જવાની! રાતોની ઉંઘ ખરાબ. ઘરમાં કારણ વિનાનો કંકાસ. તેના કરતાં તો પડશે તેવા દેવાશે એમાં આનંદ પમાય . આ નોકરી ગઈ તો બીજી સારી મેળવીશું તેના પ્રયત્નો શરૂ થાય.

જો વિમાનમાં બેઠા પછી  પહેલેથી ખબર પડે કે આનો તો અકસ્માત થવાનો છે. હવે તમે મજબૂર છો. વિમાન હવામાં છે. અચાનક અકસ્માતમાં જઈએ તો દુઃખ થોડો સમય થાય અથવા દુખનો અહેસાસ થાય  તે પહેલાંતો હરિ શરણ થઈ જવાય. અરે, લગ્ન વખતે સુંદર દેખાતી પત્ની બે વર્ષમાં ‘ગોળમટોળ’ થઈ જવાની છે એ પહેલેથી ખબર હોત તો લગ્ન જ ન કરત. ભલું થજો આ સર્જનહાર બધા તાળાની ચાવી હાથમાં રાખે છે. સમય આવ્યે એક પછી એક તાળા ખૂલે છે !

જીવન પથ ભલે અનજાણ હોય!  તેના મારગનો ચીંધનારો હમેશા ઈશારા કરતો હોય છે. સામાન્ય માનવી મારા અને તમારા જેવા હમેશા એ ઈશારા જીલવામાં થોડા મોડા પડે છે. વિચાર કરી જોજો. એમાં છુપાયેલું સત્ય જણાશે ! મને તો એમ સદા લાગતું આવ્યું છે.

આપણે જ્યારે જન્મ ધારણ કરી આ ધરા પર આવીએ છીએ ત્યારે સર્જનહાર આખી જીંદગીનો હેવાલ મૂકી ચોપડાનું ખાતું બંધ કરી દે છે. તેને તો ખબર જ હોય. બિચારો કેટલી વસ્તુઓ યાદ રાખે? આ પૃથ્વી  પર કેટ કેટલી જાતના જીવો છે? આપણું ભેજુ તો વિચાર કરતાં ખલાસ થઈ જાય. તો તેની શું હાલત થાય. કંઈક તો શિસ્ત તેણે જાળવવું પડે! તેના પર અટલ વિશ્વાસ આવશ્યક છે.

હા, જો કોઈ તેને પ્રશ્ન કરે તો તે ચોપડો ખોલી તેનું બયાન અને કારણ જરૂરથી દર્શાવે ! હવે કોઈ વ્યક્તિ બેફામ દારૂ પીને ગાડી ચલાવે અને અકસ્માતમાં જુવાન વયે માર્યો જાય. મનુષ્યનો સ્વભાવ છે દોષનો ટોપલો સર્જનહાર પર ઢોળે.  તરત ચોપડો ખોલી જવાબ આપે, વધારે પડતો દારૂ પીધો હતો. નશામાં ચકચૂર ગાડી હંકારે તો અકસ્માત થાય. તેમાં મૃત્યુ પણ થાય, વાંક કોનો ? મારો કે ચલાવનારનો ? પછી તેને ઉમર સાથે શું લેવી દેવા?

જીવનનો પથ અજાણ્યો છે. સાથે સાથે લાંબો અને પલ્લવિત પણ છે. હિમત ભેર આગળ વધીશું તો સુંદર ડગર જણાશે! ડરી ડરીને ચાલવામાં જીવન જીવવામાં મળતો આનંદ અળગો થશે. ઉમંગભેર, પ્રમણિકતાથી તેના પર ગતિ કરવામાં આવે તો ખૂબ સરળ જણાશે. રાહમાં અવરોધો આવે તો શાંત ચિત્તે તેમને ઓળંગવાનો પ્રયાસ કરવો. ખાડા અને ટેકરા આવે તો સંભાળીને કદમ ઉઠાવવું.

જીવન લપસણું યા કઠિન છે. ગમે તે કહો જીવન જીવવા જેવું છે ! અરે, કોઈ વાર બેહૂદો સવાલ પૂછવાનું મન થઈ જાય છે.’ હે સર્જનહાર તારો ઈરાદો શું છે ? તે કયા કારણસર આ પૃથ્વી પર માનવ નામના પ્રાણીનું સર્જન કર્યું. તું પણ કમાલ છે. માનવીનું સર્જન કરી તું લાંબી તાણીને સૂઈ ગયો. આ બે પગો આખી જીંદગી તેમાં અટવાઈ ગયો. ગમે તેટલા ફાંફા મારે તેમાંથી તારી મરજી વગર ન છટકી શકે’ !

ઘણી વખત  અનજાણ પથ પર  મુસાફરી કરતાં જાણિતા યા સંજોગોવશાત વિખૂટા પડેલાં મળી જાય ત્યારે ઉરમાં અનેરો આનંદ ઉભરાય. ઘણાને આ અનુભવ થયો હશે ? પથ પર ‘થપ’ નહી થવાનું. બસ મુસાફરી ચાલુ રાખવાની. જેમ ‘વહે તે સરિતા, તેમ ચાલે તે જીવન’. પથ જ્યારે અજાણ્યો હોય છે ત્યારે તેમાં ઉત્સુકતા ઉભરાતી જણાશે. એ પથ પર ચાલતાં જ્યારે મુકામ પર પહોંચીએ છીએ ત્યારે આનંદ અનેરો હોય છે.

અરે, સાથ નિભાવવાના શપથ ખાનાર પણ ક્યાં સાથ નિભાવે છે ? જે સાથ નિભાવે છે તે પણ ક્યાં સમજે છે? ટાણે કટાણે ઉપકાર જતાવે છે. માન મર્યાદા પણ લોપાય છે. ગેરસમજ ડગલેને પગલે થાય છે.   વા્તનું વતેસર તેમજ અર્થના અનર્થ કાઢી  જીવનમાં ઝંઝાવાત પેદા કરે છે. જાણીતો કે અનજાણ જીવન પથ જીવી તેના પર સફર જારી રાખવામાં જ ડહાપણ છે.

જીવન પથ સરળ હશે એવું તો નહોતું માન્યું. ઝાડી ઝાંખરા સાફ કરતાં કરતાં આગળ વધીશું ! કાંકરા પગમાં ચૂભશે તો ચંપલ યા બૂટ પહેરીશું. ખાડા ટેકરા આવશે તો હાથ ઝાલીને યા લાકડીને સહારે મંઝિલ કાપીશું. ખાબોચિયા હશે તો બાજુમાંથી પસાર થઈ જશું. નદી, નાળા , સાગર તરીને યા નૌકામાં પાર કરીશું ! આ બધા માટે ઈશ્વર પ્રેરણા આપશે. સંસારના અવરોધો મુંગા રહીને સહી લેવા. પ્રેમના બદલામાં સમાજ જે ખોળામાં આપે તે સંકેલી લેવું. બાકી આ પથ ગમા કે અણગમા વગર ચાલુ રાખવો. જ્યારે મંઝિલનો અંત આવશે ત્યારે ખબર પણ નહી પડે. એટલે તો અંત સમયનો અનુભવ, સ્પંદનો કે લાગણીના ઘોડાપૂર કહેવા કોઈ પાછું એ પથ પરથી વળતું નથી આ અજાણ્યો પથ માત્ર એક જ દિશા તરફ જાય છે. પાછું વળીને જોવાનું કે પથ બદલવાનો નિરર્થક પ્રયત્ન કરવાનો કોઈ અંજામ બીજો નહી આવે. “બસ બઢતા ચલ, તુ બઢતા ચલ”. મંઝિલ તારી સામે છે. જે પણ કદમ બઢાવીશ એ તને તારા ધ્યેયની નજદિક લઈ જશે !

અરે દ્રઢતા હશે ,અંતરની પ્યાસ હશે તો  હિમાલય, ટેકરો અને સમુદ્ર સરોવર જણાશે !

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

24 04 2015
chandravadan

આ જીવનનો માર્ગ કંઈક આવો જ છે ! ખબર નથી તે ક્યાં લઈ જશે? રસ્તામાં કેટલાં વિઘ્નો આવશે? સફળતા મળશે કે નિષ્ફળતા ? અરે ધાર્યા મુકામે પહોંચાડશે કે નહી? મુસાફરી લાંબી છે કે ટુંકી એનો પણ અંદાઝ નથી ! છતાં એ અજાણ્પયા પથ પર ચાલ્યા જ કરીએ છીએ…………………….

અરે દ્રઢતા હશે ,અંતરની પ્યાસ હશે તો હિમાલય, ટેકરો અને સમુદ્ર સરોવર જણાશે !

This Post tells of the Life’s Journey.
It is unknown yet one must move on.
This is the Message.
Liked the Post !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !

24 04 2015
vibhuti

path
p-patthar,a-atpato,t-tadko,h-healing.
path-patthar thi bharelo atapato tadka thi ubharayelo pan akhare malelo.
try to write in gujarati.i don’t have font.enjoy your reading.

24 04 2015
chandravadan

Vibhutiben
Try to Type @
http://www.gurjardesh.com
Dr. Mistry

24 04 2015
Raksha Patel

Very positive attitude! I like it.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: