મનનો મહેરામણ

26 04 2015

અરે, પણ એવું તો શું આભ ટૂટી પડ્યું કે  તું હવે મારી સાથે નહી બોલે ! માનવના દિમાગમાં ‘ગુસ્સો’ ખૂબ ખતરનાક છે. જ્યારે માનવી તેનો શિકાર બને છે ત્યારે કિનારા તોડેલી નદીની જેમ બેફામ વર્તે છે. ‘

હા, મારી વાત ન ગમી પણ તેનો આટલો બધો,  ગુસ્સો —– !

વર્ષોના સંબંધ પર પાણી ફેરવી નાખ્યું.

‘બધી વાત ગમે એવું કોઈ ગણિત ખરું’?

અરે, ભલા ભાઈ ન ગમતી વાત હતી તો જબાન બંધ રાખવાની, માત્ર કહી દેવાનું, ‘મને આ વાત પસંદ નથી’!

સામેવાળી વ્યક્તિની ઈજ્જત ધુળધાણી કરી એલફેલ બોલવું એ શું શોભાસ્પદ છે’?

ક્યાં ગઈ તમારી પંડિતાઈ?

ક્યાં ગયો શિષ્ટાચાર?

ઉમરનો કોઈ મલાજો ખરો કે નહી’?

ખેર, ચાલો રાત ગઈ બાત ગઈ.

હું, તો એ વાત ને ક્યારની ભૂલી જીંદગીમાં આગળ કદમ ભરી રહી છું. આશા છે તમે પણ એ વાત ને વિસારે પાડી હશે. હવે જીવનમાં આવતા ઝંઝાવાતો બહુ અસર કરતા નથી. નાના મોટા અવરોધો તો આવ્યા કરે.  કુદરતે નાની ઉમરમાં બહુ મોટી થપાટ મારી છે. ખાડા, ટેકરા, જંગલ કે ઝાડી, વરસાદ કે બરફ કુદરતી તત્વો સમય સમય પર પોતાનો પરચો બતાવી જાય.

કરેલાં ઉપકાર હમેશા મગજમાં અડ્ડો જમાવીને બેઠા હોય છે. ઉપકારનો ભાર વેંઢારવો આસાન નથી. મનને હમેશા કેળવવું રહ્યું ! ગઈ ગુજરી ભૂલી જઈ હ્રદય નિષ્પાપ બનાવવું મનનો મહેરામણ ઉછળશે ! શાંતિ પ્રસરશે. જીવનમાં આંધિ આવે કે તૂફાન હ્રદય વિચલિત નહિ થાય.

માનવી તારી શું તાકાત ? તારું અસ્તિત્વ કેટલું ? તારું કદ કેવડું ? તું ભલેને દાવો કરે પણ તે પોકળ સાબિત થાય. પાંચ , પચાસ માણસ જય જયકાર  કરે એટલે તને ગર્વ થાય. સાગરના તરંગ પર લખેલું નામ કેટલો વખત વંચાશે ? બસ એટલો સમય પણ જો તારા અસ્તિત્વનો અહેસાસ થાય તો ઘણું ! રેતીમાં પગલું કેટલો સમય જણાશે. કુદરતનું આપેલું આ જીવન સાર્થક કરી દરેક મુસાફર ચાલવા માંડે છે.

અરે ગાંધીજી જેવા ગાંધીજીના પણ અનેક દુશ્મન હતાં ! એટલે તો ગોળીથી વિંધાયા. જર્મનીમાં ‘હિટલર’ની પૂજા કરનારા હજુ હયાત છે. માનવીનું અકળ મન અદભૂત છે તેમાં શંકાને સ્થાન નથી. જે તને આજે તાજ પહેરાવશે તે વ્યક્તિઓ તને હડધૂત કરતાં પળનો પણ વિલંબ નહી કરે !

શામાટે મનના તરંગ કાબૂમાં નથી રહેતાં? ગમો ઘડી ભરમાં અણગમો બની જાય છે. નવું મળતા જૂના વિસરાઈ જાય છે. યાદ રહે, જુનું તે સોનું, નવું તે હીરા ! જો જો ભૂલમાં ન રહેતાં, ‘હીરાને જડવા સોનાની જરૂર પડે છે’ ! તેવી જ રીતે બાંધેલા સંબંધો કદી કુટુંબની વ્યક્તિની તોલે ન આવી શકે. ખરું પૂછીએ તો દરેક વ્યક્તિ પોતાનું આગવું સ્થાન ધરાવે છે ! કોઈ  એકબીજાની જગ્યા છિનવી શકતા નથી. છિનવવી તો બાજુએ રહી બદલી પણ શકતા નથી ! કેવા ભયંકર પરિણામ આવે ! કેવો ખતરો પેદા થાય ! ” મા, માની જગ્યાએ યોગ્ય અને શ્રેષ્ઠ છે. પત્ની, તેની જગ્યાએ શોભાયમાન છે” ! તમે સમજી ગયા હશો !

આ ચંચળ મન પર અભ્યાસ દ્વારા સંયમ પ્રાપ્ત થાય. મનને મર્કટ એટલે તો કહેવાય છે. નિર્મળ મન, ઝિલ જેવું શાંત મન. પછી જુઓ મનનો ચમત્કાર. મન , અમન બનશે. તેને કોઈ ખટરાગ પસંદ નહી આવે ! સંસ્કારના બીજ વૃક્ષ બનીને ફાલશે. કોઈ પણ વ્યક્તિ યા સંજોગ પ્રત્યે તેનામાં પક્ષપાત નહી જણાય. પ્રશંશા કે નિંદા  તેને  ઉદ્વેગમય નહી બનાવે ! મન , વિચાર અને કર્મનો ત્રિવેણી સંગમ મધુરું દ્ર્શ્ય ખડું કરશે !

ચંચળ મનને નિત્ય નવિન ગમે.  જેમ નાનું બાળક એકના એક રમકડાંથી કંટાળી જાય તેમ મનુષ્ય સ્વભાવ એકેની એક વ્યક્તિથી ધરાઈ જાય. તેને વૈવિધ્યતાની આદત પડી ગઈ છે. વાત વિસારે પડી જાય છે કે ‘નવું નવ દિવસ’. આ સત્ય મિત્રતાને, નજીકના સંબંધ ધરાવતી વ્યક્તિઓને સંપૂર્ણ પણે લાગુ પડે છે. ખરું જોતા એ બેમાંથી કોઈની પણ અવગણના કરવી હિતાવહ નથી. એ તો ખજાનો છે. જેનું ખૂબ સાવચેત પૂર્વક અવલોકન કરી સાચવવાનો છે.

આ જીવન ખૂબ સુંદર છે. સુંદરતાનો અનુભવ ચારેકોર પ્રસરાવવો રહ્યો. જીવન પથ પરના મુસાફર ક્યારે નિયત સ્થળે પહોંચશે કોને ખબર છે ? ડગ આગળ ભરતા જવા, પાછળ નિશાની ન છ્ડતાં દરેક પગલું ભુંસવું રહ્યું. મનમાં ઉમંગ ભરી મંઝિલ પર પ્રયાણ જારી રાખવું.

“મન મંદિર છે”.

મનથી ‘નમ’.

Advertisements

ક્રિયાઓ

Information

One response

26 04 2015
chandravadan

આ જીવન ખૂબ સુંદર છે. સુંદરતાનો અનુભવ ચારેકોર પ્રસરાવવો રહ્યો. જીવન પથ પરના મુસાફર ક્યારે નિયત સ્થળે પહોંચશે કોને ખબર છે ? ડગ આગળ ભરતા જવા, પાછળ નિશાની ન છ્ડતાં દરેક પગલું ભુંસવું રહ્યું. મનમાં ઉમંગ ભરી મંઝિલ પર પ્રયાણ જારી રાખવું.

“મન મંદિર છે”.

મનથી ‘નમ’.
The story ends
Life’s Journey and the company of Mind ( Man)
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: