સભ્યતા ૨૦૧૫

2 05 2015
waiting room

waiting room

આજે મારે ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવા બાને લઈને જવાના હતા. બા, દસ વર્ષથી અમેરિકા

કાયમ માટે આવી ગયા છે. આમ તો તેમની તબિયત સારી છે. દર વર્ષે ચેક અપ કરાવવાની

તારિખ પણ તેઓ યાદ રાખે છે. વેઈટિંગ એરિઆમાં અમે પહોંચ્યા.

વૉટ ટાઈમ ડુ યુ હેવ એન એપોઈંન્ટમેન્ટ’

ટુ ઑકલોક.

એણે ફોર્મ ભરવા માટે આપ્યું. બાને થોડું ઘણું અંગ્રેજી વાંચતા આવડ્તું હતું. લખવા અને બોલતા

ન ફાવે એ.સમજી શકાય તેવી વાત  છે,

હું ફોર્મ ભરીને બીજા પેજ માટે એક સવાલ પૂછવા ગઈ. બાની બધી વિગતો મારા જાણમાં હતી.

બા ‘ગીતા’ પર્સમાં લઈને ફરતા હોય. આરામથી ગીતાના પાઠ કરે.

જ્યારે હું સવાલ પૂછવા. ગઈ ત્યારે એક બહેન લાઈનમાં ઉભા હતાં. મેં ઈશારાથી કહ્યું ‘એક નાનો

સવાલ છે , પૂછી લંઉ’ તેમણે આંખ દ્વારા હા પાડી. એક પણ શબ્દની આપલે કરવી ન પડી.

કાઉન્ટર પર બેઠેલી છોકરીનું માથું કાગળો  પર હતું. તેને આ વાતની ખબર ન હતી.

મેં એને સવાલ પૂછ્યો, જવાબ આપવાને બદલે મને કહે છે, ‘યુ આર નોટ નેક્સટ, ધિસ

લડી ઈઝ.’

મેં એને નમ્રતાથી કહ્યું ‘આઈ ટુક હર પરમિશન.’ ધેટ ઈઝ વાય આઈ એમ આસ્કીંગ યુ

ક્વેશ્ચન.’

એકદમ છોભિલી પડી ગઈ.  એનુ  કામ પતાવીને મારી પાસે આવી.

‘મેમ, આઈ એમ વેરી સૉરી, આઈ એપોલોજાઈઝ’.

એના કહેવામાં સચ્ચાઈ નિતરતી હતી.

મેં પણ કહ્યું ‘એપોલોજી એક્સેપ્ટેડ’.

આ બધું જોઈને બા, પૂછે ‘શું થયું બેટા’.

મેં કહ્યું બા, ઘરે જતાં ગાડીમાં બધી વાત કરીશ. અંહી આપણે ગુજરાતીમાં વાત કરીએ તે સભ્ય નહી લાગે.!

અમારા બા, ખૂબ હોંશિયાર છે. કેમ ન હોય ‘હું એમના દીકરાને તો પરણી છું.’

અંદર ગયા બા એ’ મેમોગ્રામ ;અને ‘બૉન ડેન્સીટી’  બંને ટેસ્ટ કરાવી.

હવે બહાર જે બન્યું હતું તે અંદર મેનેજર પાસે વાત પહોંચી ગઈ. મને તો પેલી રિસેપ્સનિસ્ટે સૉરી કહી

દીધું વાત ખતમ.

ના, મેનેજરે મને અંદર બોલાવી , મેમ વૉટ.  હેપન્ડ” .

મેં કહ્યું ‘ઈટ ઈઝ ઓ.કે.

મેનેજરે કહ્યું નો, ધીસ ઈઝ નોટ.ઓ.કે. પ્લીઝ ટેલ મી ઓલ અગેઈન.

મેં એને બધી વાત વિગતવાર જણાવી.

ફરીથી માફી માગી અને મને સરસ મજાની છત્રી વળતર રૂપે આપી.

બા, અને હું ગાડીમાં બેઠાં. બાને મેં બધી વાત કરી. બાને ખૂબ નવાઈ લાગી કે આટલી ‘નાની શી ભૂલ’

માટે આ લોકો કેટલી તકેદારી રાખે છે.

બા, કહે સભ્યતાના ગાણા આપણા દેશમાં ખૂબ ગવાય છે. આ લોકો પાસેથી થોડી શીખી આચરણમાં

ઉતારીએ તો આપણા દેશમાં સોનાનો સૂરજ ઉગે.

દરેક સમાજ ત્યારે પ્રગતિ સાધે જ્યારે સમાજની દરેક વ્યક્તિના આચરણમાં વિનય અને  વિવેકને આગવું સ્થાન આપે !

આ લખતી વખતે એક પ્રસંગ નજર સમક્ષ તરી આવ્યો. વર્ષોના અમેરિકાના વસવાટ પછી આપણા દેશમાં લાંબો સમય રહેવું હતું. ભલે ઉમર મોટી હતી પણ તમન્નાને હકિકત બનાવવા ‘યોગ’નું શોક્ષણ લેવા આપણા દેશમાં આવી. એક વર્ષ દસ ફૂટ બાય દસ ફૂટના કમરામાં. ખૂબ સંયમિત જીવન. દિવસમાં એક કલાક કમપ્યુટર લાઈબ્રેરીમાં મળે. ટી.વી., રેડિયો કાંઈ નહી. બાળકો અમેરિકા હોવા્થી ફોનની સગવડ રાખી હતી.

મારા વર્ગમાં ૨૦થી ૨૨  વિદ્યાર્થી હતા. દરેક વર્ગમાં જઈએ ત્યારે અમારે એક કાગળ પર હાજરી માટે સહી કરવાની. હવે જેવા સહી કરવા જઈએ ત્યારે બધા ટોળું વળી ને  ઉભા રહે, ઘણા પ્રયત્નો કર્યા વર્ગના સહુને એક લાઈનમાં ઉભા રાખવા નિષ્ફળ નિવડી. આખરે મેં  પ્રયાસ કરવાનું છોડી દીધું. આ્વા સામાન્ય શિસ્ત પાલનનો અભાવ આજની ઉગતી પેઢીમા! દર્દ થયું પણ ખેર !

બીજો એક પ્રસંગ લખ્યા વગર આ વાત પુરી કરીશ તો મને રાતના ઉંઘ નહી આવે. કલકત્તા મોટી બહેનને ત્યાં ગઈ હતી. રોજ સવારે ‘વિક્ટોરિયા’ સવારના પહોરમાં ચાલવા જતી. ખૂબ સુંદર જગ્યા છે. ખુશનુમા સવાર હોય અને મનભાવન સ્થળ પછી શું જોઈએ ? ચક્કર મારતાં એક ખૂણામાં દસ બાર જુવાનિયા ‘યોગ’ના આસન કરી રહ્યા હતા< મને એ દ્રશ્ય જચી ગયું. બીજા ચક્કરમાં જોંઉ છું તો ચારેકોર ઉકરડા જે વો કચરો ફેલાયો હતો. ‘વિક્ટોરિયા પાર્ક’ તમારા અને મારા જેવા નાગરિક માટે છે. ત્યાં ઠેર ઠેર કચરો નાખવાની સગવડ કરેલી છે. જો એ લોકો ત્યાં હાજર હોત તો તેમને કચરો ઉપાડવામાં હું મદદ કરત ! યા કચરો ખુલ્લેઆમ ફેંકતા રોકત! જુવાનિયાઓનું આવું બેહુદું વર્તન ન ગમે એ સ્વાભાવિક છે.

આપણા દેશનો જુવાન વર્ગ આમ બેજવાબદાર આચરણ કરે એ માની ન શકાય તેવી વાત છે. કિંતુ આ નજરે જોયેલું છે. સભ્ય સમાજના આપણે ક્યારે સભ્યતાપૂર્વકનું આચરણ કરી શું ? ? ? ? ?

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

2 05 2015
chandravadan

બા, અને હું ગાડીમાં બેઠાં. બાને મેં બધી વાત કરી. બાને ખૂબ નવાઈ લાગી કે આટલી ‘નાની શી ભૂલ’

માટે આ લોકો કેટલી તકેદારી રાખે છે.

બા, કહે સભ્યતાના ગાણા આપણા દેશમાં ખૂબ ગવાય છે. આ લોકો પાસેથી થોડી શીખી આચરણમાં

ઉતારીએ તો આપણા દેશમાં સોનાનો સૂરજ ઉગે…..Saras Lakhyu Chhe !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !

2 05 2015
pravina Avinash kadakia

અંહીના લોકોનો કાળજી લેવાનો ગુણ ખૂબ સુંદર છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: