સંવાદઃ મનભાવન

5 05 2015

હું અવ્યક્ત છું,  કિંતુ અસ્તિત્વ ધરાવું  છું. સર્જનહાર છું.

આત્માઃ

*******

નાસ્તિક લોકો તારા અસ્તિત્વની અવહેલના કરે છે.

પરમાત્માઃ

********

તેઓ મારા સાકાર સ્વરૂપની અવહેલના કરે છે. કિંતુ ……….

આત્મા

******

મારી પરોક્ષ અનુભૂતિ શક્ય નથી. સ્વ સ્વરૂપ સદા સર્વદા અપરોક્ષ હોય!

પરમાત્મા

**********

અનુભૂતિ શક્ય બનાવી શકાય, પ્રયત્નથી !

આત્માઃ

******

કિંતુ શું ?

પરમાત્માઃ

*********

અનજાણ શક્તિ છે તે સ્વિકારે છે. જેમકે વિજળીના

ગોળામાં વિજળીનું હોવા પણું.

આત્માઃ

******

તું વ્યાપક છે, હું સીમામા જકડાયેલો છું.

પરમાત્માઃ

********

મને સીમાનું બંધન નથી. મારું અસ્તિત્વ શાશ્વત છે.

આત્મા

*****

મારો સંબંધ શરીર સાથે પૂરો થાય ત્યારે વાવંટોળ આવે છે !

પરમાત્મા

*******

તે માત્ર ટુંક સમય માટે ! પછી જેમનું તેમ !

આત્મા

******

શું મંદિરોમાં ચાલતાં નિત નવા ધખારા તને ગમે છે ?

પરમાત્મા

********

આ માનવજાતને કશું પણ કહેવું સમજાવવું નિરર્થક છે !

આત્મા

******

મારે જાણવું છે, શું’ તું’ ખરેખર મંદિરમાં રહે છે?

પરમાત્મા

********

આ સવાલ તું મને ન કરે તો મને ગમશે, બાકી હું તારી સાથે હરદમ છું !

******

આત્મા

****

સત્ય પ્રદર્શન કરતાં તું ખચકાય છે?

પરમાત્મા

*******

સત્ય સિવાય મને કશામાં દિલચસ્પી નથી !

આત્મા

****

તારી નજદિક હું કેવી રીતે સરું?

પરમાત્મા

*******

નિષ્કામ પ્રેમથી મારી પ્રાર્થના કર ! હું ક્યાં તારાથી દૂર છું?

આત્મા

******

સુખ અને દુખ મને સ્પર્શતા નથી. હા, તેનાથી શરીર ખૂબ પરેશાન રહે છે.

પરમાત્માઃ

*********

ભલે તું નિર્લેપ છે, પણ  જે શરીર તારું રહેઠાણ છે તેને  બંધનકર્તા છે. તને કોઈ હાની નહી થાય !

આત્માઃ

******

શામાટે આખી જીંદગી હું તને પામવા માટે પ્રયત્ન કરું છું ?

પરમાત્માઃ

*******

તું હંમેશા જે નથી તેની પાછળ દોડે છે.

જે છે તેને શાંતિથી પહેચાનતો નથી.

આત્માઃ

*********

શરીર સાથેનો સંબંધ આટલો ગાઢ કેમ છે?

પરમાત્માઃ

*******

તે તારું રહેવાનું સ્થાન છે.

આત્માઃ

******

તો પછી——

પરમાત્માઃ

*********

તેમાં આસક્તિ નહી રાખ. ગમે ત્યારે તે ઘર ખાલી કરવું પડશે.

આત્માઃ

*******

હવે એ તો સમજાયું કે આસક્તિ નહિ રાખવાની. પણ અંતે——-

પરમાત્માઃ

*********

શાકાજે ચિંતા કરે છે અંતે તું મને જ પામીશ. મારામા ઓતપ્રોત

થઈ જઈશ.

આત્માઃ

*****

પૃથ્વિ પરનું જીવન જીવવું એ એક કળા છે.

પરમાત્માઃ

*******

તને બધું જ સમજાવીને પૃથ્વિ પર મોકલ્યો હતો.

નવ મહિના મહેનત કરી હતી. પણ——-

આત્માઃ

******

પણ શું ?

પરમાત્માઃ

*********

શ્વાસ લેતાંની સાથે તારો અને મારો નાતો તું ભૂલી ગયો !.

મોહ માયામાં તું એવો લપેટાયો કે અવતરણની સાથે ઉંવા ઉંવા

( તું ત્યાં, તું ત્યાં નો રાગ ગાવા મંડી પડ્યો.)

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

6 05 2015
chandravadan

ATMA-PARATMA SAMVAD rupi Post.
Nice !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !

6 05 2015
pravina Avinash kadakia

આત્મા, પરમાત્માનો અંશ છે. જેમ બિંદુમાં સિંધુ છે !

પ્રવિનાશ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: