આવું કેમ બન્યું ?

8 05 2015
happened

happened

**********************************************************************************************************************************************

ધરતીકંપ થઈ ગયો હોય તેવો આંચકો લાગ્યો !  શિખા અને સમીર માનવા તૈયાર ન હતા. હકિકત આંખ સામે હતી. બન્ને જણાની જબાન સિવાઈ ગઈ. આવું કેમ બન્યું ? મગજ બહેર મારી ગયું. બાળકોના ઉછેરમાં કોઈ ઉણપ આવવા દીધી ન હતી. શિખા ડૉક્ટર હતી છતાં બન્ને બાળકોને જ્યાં જવાનું હોય ત્યાં તે હાજર. કરિયર બનાવવાની દોડમાં પડી ન હતી. તેને જ્યારે બે બાળકો જોડિયા આવ્યા ત્યારે બે નેની પણ રાખી હતી.

સમીર સર્જન હોવાને કારણે બાળકોના ઉછેરમાં બહુ ધ્યાન આપી શકતો નહી ! જેવો રાતન ઘરે આવે બન્ને બાળકોના હસતાં ચહેરા જુએ એટલે તેનો દિવસ ભરનો થાક પલાયન થઈ જાય. સમય અનુકૂળ  હોય તો બન્નેને નવડાવે, રાતના સૂવના સમયે સરસ વાર્તા કરે અને પછી પથારીમાં ( ખાટલામાં) સરખા સુવડાવીને નિરાંતે જમવ બેસે. જેથી શિખા સાથે પ્રેમથી વાતો થાય. દિવસભર લાગેલા કામનો થાક ઉતરી જાય!

હવે જ્યારે વિનંતિ સાંભળી ભગવને શિખા અને સમીરને એક હિટમાં દીકરો અને દીકરી બન્ને આપ્યા ત્યારે ખુશી ખૂબ થઈ. બાળકોના નામ પણ ખુશી અને આનંદ આપ્યા. બચ્ચા ખૂબ નાના હતાં ત્યારે મમ્મી, પપ્પા અને નેની બધા વ્યસ્ત હતા. બાલકોના ઉછેરના સુંદર વાતાવરણમાં દિવસો ક્યાં પસાર થઈ ગયા ખબર ન રહી. ભલું થજો બન્નેની બધી પ્રવૃત્તિ સાથે હોય. તેમને ડે કેર કે પ્લે સ્કૂલમાં મૂકવાને બદલે ઘરમાં બધું વસાવી લીધું. એક હોંશિયાર બાળકોની સ્કૂલની ટિચરની દેખરેખ હેઠળ બધી પ્રવૃત્તિ ચાલતી. લેવા મૂકવા જવાના જમેલામાંથી શિખાએ  છૂટકારો મેળવ્યો.

ભાઈ બહેન સાથે સુંદર રીતે મોટા થઈ રહ્યા હતાં. ખુશી મેડિકલમાં ગઈ અને આનંદ ફાઈનાન્સમાં. હવે જ્યારે ભાઈ અને બહેન સાથે રમતા હોય ત્યારે કોઈ વખત આનંદ ઢીંગલીઓથી રમે  તેવી રીતે શિખા ગાડી અને ઘોડા સાથે પણ રમે. તેમાં કશું અજુગતું ન હતું. બન્ને બાળકો કૉલેજમાં ગયા પછી નિષ્ફિકર થઈને શિખા પોતાના કાર્યમાં પ્રવૃત્ત બની.

કૉલેજના ફંક્શનમાં શિખા અને  સમીર હાજરી આપે. બાળકોનો પ્રોગ્રેસ સંતોષકારક હતો. નાતાલ કે દિવાળીમાં છોકરાઓ પોતાના ભાઈબંધ અને બહેનપણીઓને ઘરે લાવે. ખુશીએ એકવાર મમ્મીને કાને વાત નાખી હતી કે આનંદને સ્ત્રી મિત્રો સાથે થોડું અતડું લાગે છે. ખુશીની પ્રતિભા એવી હતી કે બધા સાથે ખુલ્લા દિલે મળે. જો કોઈ મિત્ર ગમતો હોય તો મમ્મીને કહેવામાં શરમાય નહી. એમ. ડી.ના છેલ્લા વર્ષમાં તે પવનને મળી. બન્ને ખૂબ નજીક આવ્યા.

ખુશી અને પવને નક્કી કર્યું રેસિડન્સી જો એક શહેરમાં મળી જાય તો લગ્ન કરી લઈશું. નસિબ જોગે મળી પણ ગઈ. હવે તેમનો રસ્તો સાફ  હતો. આનંદ હજુ કાંઈ નક્કી કરી.શકતો ન હતો. તે પોતાના મનની વાત ખુલ્લા દિલે પપ્પા યા મમ્મી કોઈને કરતો નહી. હજુ ખુશીને થોડી વાત કરતો. તેને પોતાના મનના ભાવ સ્પષ્ટ કરી પ્રગટ કરવામાં સંકોચ થતો.

આનંદ જાણતો હતો. મમ્મી અને પપ્પા તેની લાગણીઓની કદર કરશે. તેને પોતાને પણ સમજાતું ન હતું કે આમ કેવી રીતે બની ગયું. ખૂબ અંતરમાં ખોજતો. જવાબ મળતો નહી. આખરે જે સત્ય છે તે કહ્યા વગર છૂટકો નહ્તો. ગ્રેડ્યુએટ થઈ ગયો. એમ. બી.એ પણ પુરું કર્યું. નોકરી સામે ચાલીને આવી. કેમ ન આવે ? ‘યેલ’ યુનિવર્સિટિનો સ્ટુડન્ટ હતો. વિથ ઑનર્સ ડિગ્રી મેળવી હતી.

મન મક્કમ કરી નવી છ આંકડાની શાનદાર નોકરી સ્વિકારતા પહેલાં ઘરે જવાનો મક્કમ નિર્ણય કર્યો. જે હકિકત હતી તે નકારી શકાય તેવી તેની હાલત નહતી. મમ્મી અને પપ્પને કહ્યું, નવી નોકરી સ્વિકારતાં પહેલાં હું ઘરે આવું છું. શિખા અને પવન પણ તે સમય હાજર રહી શકે તેવી ચોકસાઈ કરી.

‘પપ્પા તમે એરપોર્ટ નહી આવતા’ રેન્ટ અ કાર લઈને આવીશ.’

મમ્મીના હરખનો પાર ન હતો. તેને થતું હતું શિખાની માફક કદાચ આનંદ પણ હવે જિંદગીમાં સ્થાયી થશે. તેના મનમાં ‘લડ્ડુ ફુટતાં’ હતાં કદાચ આનંદ તેની ગર્લ ફ્રેન્ડ લઈને આવી રહ્યો હોય. છાને ખૂણે બધી તૈયારી કરી. ખુશી અને પવન હજુ રેસિડન્સી ક્યાં મળે છે તેની કાગ ડોળે રાહ જોતા હતા.

સાંજના પાંચ વાગ્યાની ફ્લાઈટ હતી. ઑફિસ ટાઈમ હોવાને કારણે ઘરે આવતાં બે કલાક થાય એ નક્કી હતું. બધા રાહ જોતાં બેઠા હતા. જેવી પૉર્ચમાં ગાડી દાખલ થઈ આનંદ તેના મિત્ર  અજય સાથે ઉતર્યો. બન્ને જણ હાથમાં હાર લઈને ચાલતા હતા. તેમના બન્નેના હાથ એક બીજાના હાથમાં હતા. આનંદના મુખ પરના ભાવ કલ્પવા મુશ્કેલ હતા.

એક પણ શબ્દ બોલવાની જરૂર રહી નહી. શિખા અને સમીર ન સમજે તેવા નાદાન ન હતા. ખુશીએ પવનને પોતાનો શક જણાવ્યો હતો. પવને ખુશી સામે આંખ મારી. કોઈનામાં એક પણ અક્ષર બોલવાની ક્ષમતા ન હતી !

Advertisements

ક્રિયાઓ

Information

One response

8 05 2015
chandravadan

સાંજના પાંચ વાગ્યાની ફ્લાઈટ હતી. ઑફિસ ટાઈમ હોવાને કારણે ઘરે આવતાં બે કલાક થાય એ નક્કી હતું. બધા રાહ જોતાં બેઠા હતા. જેવી પૉર્ચમાં ગાડી દાખલ થઈ આનંદ તેના મિત્ર અજય સાથે ઉતર્યો. બન્ને જણ હાથમાં હાર લઈને ચાલતા હતા. તેમના બન્નેના હાથ એક બીજાના હાથમાં હતા. આનંદના મુખ પરના ભાવ કલ્પવા મુશ્કેલ હતા.

એક પણ શબ્દ બોલવાની જરૂર રહી નહી. શિખા અને સમીર ન સમજે તેવા નાદાન ન હતા. ખુશીએ પવનને પોતાનો શક જણાવ્યો હતો. પવને ખુશી સામે આંખ મારી. કોઈનામાં એક પણ અક્ષર બોલવાની ક્ષમતા ન હતી !
SamajMa Parivartan-….and Eno Swikar !….Aswikar leads to Hurts & there is NO Peace.
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo to read a New Post !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: