મારી માવડીને

9 05 2015
mother's day

mother’s day

********************************************************************************************************************************************

“સોનબાઈ તું આવી”, આ શબ્દો હવે કાને નથી પડવાના.

‘ લાવ તારી સોયમાં દોરો પરોવી દંઉ’.

‘હા, ઠાકોરજીની માળા કરવા મોગરો અને ગુલાબ લાવવાનું ભૂલી નથી’!

‘અરે, આજે ભૂલેશ્વરથી આવતાં સરસ મજાનાં કંટોળા જોયા. મોંઘા હતાં પણ ઠાકોરજીને માટે લાવી’ !

‘મમ્મી તું શું ફાકે છે, મને થોડું આપ’ !

આ બધા વાક્યો કાનમાં ગુંજે છે. સામે તરવરી ઉઠે મારી વહાલી મમ્મીનો પ્રેમાળ ચહેરો. આજે તો તે હયાત નથી. અમે પાંચ ભાઈ બહેનો. બધાના ઉછેર એક સરખા પ્યાર દ્વારા થયા. તે જમાનામાં પણ અમે મમ્મી કહેતાં હતા. હવે મમ્મી , મારા પિતાજીના ઘરમાં સહુથી મોટી હતી. સહુથી ના્ના કાકા તો જાણ એ મારી મમ્મીને જ મા સમજતા.

મમ્મી એ પણ કોઈ દિવસ તેમને ઓછું આવવા દીધું ન હતું. મારા બીજા નંબરના પૂ.કાકા તેમના લગ્ન પછી જ્યારે પિતા થયા તો કાકી નાનું બાળક મૂકી વિ્દાય થયા. હું અને મારા કાકાનો દીકરો લગભગ સરખી ઉમરના. કાકાએ તેમનો દીકરો મારી મમ્મીને સોંપી દીધો. હા, તેણે મારા દૂધમાં ભાગ પડાવ્યો. બદલામાં મને નાનો ભાઈલો મળ્યો. મારા બન્ને ભાઈ ઉમરમાં મારાથી મોટા છે.  આ ભાઈ ચાર મહિના નાનો હતો. મારી મમ્મીને આખી જિંદગી મમ્મી કહીને બોલાવતો.

આવી પ્રેમાળ મા પામવા માટે હું ભાગ્યશાળી બની હતી. કાકાએ ફરીથી લગ્ન કર્યા. નવી કાકી એ ઓરમાન દીકરાને પોતાના બાળકો કરતાં અદકેરો ગણ્યો. જેનું મોત એ દીકરાએ જ સુધાર્યું. જીવનની અંતિમ ક્ષણ સુધી.

હજુ તો કાકાનો દીકરો પોતાને ત્યાં ગયો નથી ત્યાં મારા મોટામામાનો સહુથી મોટો દીકરો અમારે ત્યાં આવ્યો. અમારી સાથે જ શાળામાં પણ ગયો. કેટલાય વર્ષો સુધી એ મામાનો દીકરો છે એવી મને ખબર ન હતી. વર્ષો પછી જાણવા પામી.

આવી મારી માવડી સહુને પોતાના પ્યારથી ભિંજવતી. કુટુંબમાં સહુના કામ કરી કાયા ઘસતી. જમાડવા બેઠી હોય ત્યારે અન્નપૂર્ણા ભાસે. તેની શિખામણ ડગલેને પગલે યાદ આવે. તમે માનશો અમેરિકાથી જેઓ ભારત ફરવા જાય છે તેમના મોટાભાગના પગ મચકોડીને પાછાં આવે છે. કારણ સ્વાભાવિક છે. આપણા દેશમાં ફુટપાથ માં ખાડા હોય. કોઈ ઠેકાણે ઈંટ ટૂટેલી હોય.

સાચું કહું છું ૩૮ વર્ષમાં હજુ સુધી પગ ભાંગ્યો નથી. તેનો યશ મારી વહાલી મમ્મીને જાય છે. નાનપણથી એક શિલાલેખ મગજમાં કોતર્યો હતો ” હમેશા વિચાર ઉંચા રાખો નજર નીચી રાખો”. આ વાત મમ્મીએ જણાવી હતી. જેનું સ્મરણ આજ સુધી છે ! આ ખૂબ સામાન્ય વાત છે. એવાં તો કેટલા મીઠા સ્મરણો યાદ કરું.

૬૪ વર્ષની ઉમરે જ્યારે એક વર્ષ માટે ભારત યોગનું શિક્ષણ લેવા ગઈ ત્યારે એ જ મા છાતી ઠોઇને કહી શકી ,’ આ કામ મારી દીકરી જ કરી શકે’! કેટલો આત્મ વિશ્વાસ. શ્રીનાથજી પર લખેલાં ભજન સહુ પ્રથમ તેને સંભળાવવાના. તેની શ્રીજી પરની અપાર શ્રદ્ધા આજે રગ રગમાં સમાઈ છે.

બસ મમ્મી ‘. આમ તો તું રોજ યાદ આવે છે . આજે તને પ્યાર સહિત ચરણોમાં પ્રણામ’

આજના ‘મધર્સ ડે ના શુભ દિવસે તારી યાદનો દીપક જલાવું છું’.

તારી વચલી દીકરી .

આવી જ પ્રેમાળ એક બીજી માને યાદ ન કરું તો મને છટ છે ! એ છે મારા પતિની પ્રેમાળ માતા, મારા પૂ સાસુજી. ખબર નહી તેમને પહેલીવાર જોયા ત્યારથી હૈયે વસ્યા હતા. સુંદર મુખડું, આંખમાં અમી અને સ્મિત રેલાવતા હોઠ. મારા પતિને ખૂબ પ્યારા તેથી પણ કદાચ મને ખૂબ વહાલા હતા. ‘પવિના’ કહે એટલે મારા દાદીમાની યાદ અપાવે.

ઘણીવાર મનમાં થતું જો બધી’વહુઓ’ સાસુને પતિની મા ગણી આદર આપે તો આ ‘સાસુ વહુની’ ટી.વી.માં આવતી સિરિયલોનો ધંધો બંધ થઈ જાય !  દરેક વહુએ શિલાલેખ કોતરવો જોઈએ એ ” સાસુ એ આપણા પ્યારા પતિની  મા છે”. બા કહું એટલે એમને પણ ખૂબ મારા પર પ્યાર આવતો. બાને શું ગમે એ પતિ તેમ જ ભાભી પાસેથી જાણ્યું હતું. અરે એક પ્રસંગતો આજે યાદ આવે ત્યારે તેમને પ્રત્યે આદરથી સિર ઝુકી જાય.

જ્યારે પણ લગ્નમાં જવાનું હોય ત્યારે અમે બાને લેવા જઈએ. તે દિવસે મેં વાળ બહાર સેટ કરાવ્યા હતા. આ એ સમયની વાત છે જ્યારે હું બાવીસ વર્ષની હતી.

બાને લાડથી પૂછ્યું, ” બા, આજે હું માથે નહી ઓઢું તો ચાલશે”?

બા સમજી ગયા કે ભણેલી વહુ છે છતાં મારી રજા માગે છે. બાએ હસીને મારા માથા પર છેડો ન રાખવાની મંજૂરી આપી. ત્યારથી મનોમન નક્કી કર્યું કાંઈ પણ જુદું કરવું હોય તો બાની મંજૂરી મેળવવાની. તેમને ગમે છે. નાની હતી એટલે પ્યાર ખૂબ પામી હતી “.બા” આજે તમને ભાવ, પ્રેમ અને આદર પૂર્વક પ્રણામ કરું છું !

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

10 05 2015
Vinod R. Patel

માતૃદિન મુબારક

10 05 2015
chandravadan

HAPPY MOTHER’S DAY to ALL
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !

10 05 2015
Dr Kokila Parikh

Very good

Sent from my iPhone
Kokila Parikh

10 05 2015
Jay Gajjar

Thanks.
Nice.
Jay Gajjar

10 05 2015
Nayna Dalal

Being a mother is one of the highest paid jobs in the world since the payment is PURE LOVE .I just nominated you for the Loveliest & most Caring Mom Award. Happy mothers day​.

JSK

Nayna Dalal​

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: