આવો સાફસૂફી કરીએ !

11 05 2015
clean 1

clean 1

clean 2

clean 2

********************************************************************************************************************************************************

લખવું ખૂબ ગમે છે. માનો તો બુરી આદત બની ગઈ છે. ખબર છે, તમારા મ્હોં ઉપર સ્મિત લહેરાઈ રહ્યું છે. શું આજે આ બહેનને કોઈ વિષય ન મળ્યો ? ખરેખર એવું નથી, વિષયો બેસુમાર છે. જરા હટકે લખવાની આદત છે. જ્યારે ચીલાચાલુ લખેલું વાંચી  મારા વાચક મિત્રો  કંટાળે ત્યારે આ બ્લોગ પર લટાર મારે !

‘સાફસૂફી’ શબ્દ વાંચીને સહુથી પહેલો પેલો ઝાપટ મારવાનો ‘ફટકો’ યાદ આવે. ફટકો મરાઠી શબ્દ છે. મુંબઈની રહેવાસી એટલે આ શબ્દનો પ્રયોગ કર્યો છે. દરરોજ સવારે ઝાપટ મારવાની. ધૂળ ઉડાડવાની અને ચોખ્ખું કરવાનું ! જેંનું જીવન સાફ સુથરું તેના જીવનમાં મુશ્કેલીઓ પ્રમાણમાં ઓછી. મુશ્કેલી ન આવે તો જીવન રસહીન લાગે. જીવનમાં ‘પડકાર’ ની જરૂરત છે. જેને કારણે પ્રગતિ સધાય છે. રોજ તૈયાર જમવાની થાળી મળે અને વણમાગે કોથળો ભરીને પૈસા તો જીવન ખૂબ બેહુદું જણાશે. જે મજા રસોઈ બનાવીને જમવામાં છે તે તૈયાર ભાણે નથી ! કદાચ તમને આ અજુગતું લાગે , એ તો પછી દરેકના અભિપ્રાયની વાત થઈ. ‘ખયાલ અપના અપના ‘!

ખેર, બાળક જન્મે ત્યારે માતાના ગર્ભથી છુટું પડે તરત તેને રડાવી સાફ કરવામાં આવે છે. જીવનમાં ચોખ્ખાઈ અને વ્યવસ્થિતતા આવશ્યક છે. ઠંડીની  ઋતુ  વિદાય થાય એટલે “સ્પ્રિંગ ક્લિનિંગ’ આવે. બાગ બગિચાને નવો ઓપ આપવાનો હોય. ઘરના બારી બારણા ખુલ્લાં મૂકી શુદ્ધ હવાની તાજગી માણવાનું મન થાય.

ઈશ્વરની કૃપાની મહેર વરસી હોય, ચારેકોર માત્ર આનંદ પ્રસરેલો હોય તે સમયે જેની પાસે અભાવ હોય એવા જનોની મદદે ધાવું, એ મન અને વર્તનની સાફસૂફી નહી તો બીજુ શું?  કોઈના દિલને ઠેસ ન પહોંચે એ  પ્રત્યે સભાનતા પૂર્વકનું વર્તન શું કહે છે, દિલની સાફ સૂફી. આ શબ્દ ખૂબ વિચાર માગી લે છે !

અમારી પાડોશમાં રહેતાં શાંતિભાઈ ,જેમનાથી શાંતિ જોજન દૂર વસે છે. કારણ સાવ સામાન્ય  છે, છાપા, ચોપડી કે  મફતમાં  પડેલાં ફ્લાયર જોયા નથી ને થેલીમાં ભર્યા. તેમનું  ઘર જોયું હોય તો ‘કબાડખાનું’ પણ શરમાઈ જાય. કોઈ પણ એક કાગળને અડકે એટલે એમનો પિત્તો સાતમે આસમાને. વિચાર આવે આ વ્યક્તિ ‘સાફસૂફી’ ચાલુ પણ કરે તો ઘરના કયા ખૂણામાંથી ?

શિયાળામાં ન બારી ખૂલે ન બારણું ! ઘરની અંદરની હવા  માત્ર ઘરમાં ફર્યા કરે. જેવી ઋતુ બદલાય કે તાજી હવા માટે ફાંફાં મારવાના શરૂ થઈ જાય. જેમ હવામાનમાં ચોખ્ખાઈ જોઈએ તેમ તનબદનમાં પણ સાફસૂફી આવશ્યક છે. લાંબા જીંથરા જેવા વાળ અને ગંદા હાથના  તેમજ પગના નખ! કેવા બેહુદા લાગે. શરીરના દરેક અંગ જેમ સાફ સુથરા રાખવા જરૂરી છે તેમ મન અને વિચારોમાં પણ ગંદકી શોભતી નથી. જીવનના દરેક પાસા તપાસી જુઓ. જો ચોખ્ખાં અને સુઘડ હશે તો કાર્ય ખૂબ કલામય બનશે ! જીવનમાં બહાર આવશે.

ભલે તમે મોંઘા દાટ કપડાં ન પહેરો પણ સાફ, ઈસ્ત્રીવાળાં હશે તો તમારો પ્રભાવ પડ્યા વગર નહી રહે. પરિક્ષાના પેપરમાં ગંદા અક્ષર વાળાને કદી સારા માર્કસ લાવતાં જોયા છે. ભલે ને ખૂબ હોંશિયાર હોય? અડધું પરિક્ષકને ઉકલે જ નહી. બોલવામાં વાણી સાફ સુથરી. તમે કહેશો વાણી ? હા ! સુરતીઓને  બોલતાં સાંભળ્યા છે? બાલકો યા વડીલોની સમક્ષ આમન્યા પૂર્વકની ભાષા સફાઈ નહી તો બીજું શું ?

કોઈ અજાણ્યાના ઘરમાં જઈએ અને જો ફુવડ હશે તો મોઢા ઉપર રૂમાલ આપો આપ આવી જશે. જ્યારે ભલે સાદું પણ સુઘડ ઘર હશે તો આંખ ચમકી ઉઠશે. તે ઘરની હરએક વસ્તુ કલામય જણાશે! સાફ સૂફી સુઘડતાની જનેતા છે. જેના પરિણામે આંખોને ગમતી કલામયતા અને મન ભાવનતા સર્જાય છે !

શું વાત કરું આજ કાલ ઘણી બહેનોના રસોડામાં જોઈશું તો એમ લાગશે કે અંહીથી હમણાં જ વાવાઝોડું પસાર થઈ ગયું. હવે નવી હવા ચાલી છે, ‘શું બહેનો એ રસોઈ કરવાની’? એવા રસોડામાં કામ કરતા કઈ રીતે ફાવતું હશે ? આ સમયે મને મારી મમ્મી યાદ આવી ગઈ. જ્યારે હું ખૂબ નાની હતી ત્યારે ચાલી સિસ્ટમમાં રહેતાં હતાં. મારી એક બહેન પણી આવી કહે,’  તારા ઘરમાં એક વાટકી કે ગ્લાસ આડા અવળા નથી. કપડાંના ઘોડામાં એક સરખી થપ્પી જોવા મળી.’

આ આંખ છે ને તે હમેશા સુંદરતાની પ્રશંશક રહી છે. કવિઓ તો કલ્પનામાં અને ચિત્રોમાં માત્ર સુંદર સ્ત્રીઓને જ વખાણતા હોય છે. ભૂલી જાય છે ‘સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે’! આંખને કેળવવી પડે. તેમની લોલુપ નજર સ્ત્રીની અંદરના સ્વચ્છ સૌંદર્યને કદી જોઈ શકતી નથી. ભૂલી ગયા ,’સુથારનું મન બાવળિયે ને મોચીનું મન ચામડીએ’!

દિવાળી આવી નથીને આખું ઘર ઉપરતળે થઈ જાય. વાસણો માંજીને પૉલિશ કરી ચકચકિત કરવાનાં. આખું ઘર ધોવાનું. માળિયા સાફ કરવાના. હવે એ બધું ઈતિહાસ બની ગયું. આજે મેરિકામાં દિવાળી આવે ત્યારે સુંદર ખાવાનું ખાઈએ, દીવડા પેટાવીએ અને  ફાયર વર્કસ જોઇએ. સાફસૂફી અંદરથી કરવાની,  ખૂણે ખાંચરેથી એ વાત પર હસવું આવે.

એવીજ રીતે માત્ર બહારથી ચોખ્ખાઈ હોય અને અંતરમાં કાવાદાવા એ ક્યાંનો ન્યાય ? દિલ સાફ, નજર સાફ, વિચાર સાફ અને વર્તન સાફ. તો લાગે કે જીંદગી જીવ્યા. બાકી કંઈક આવ્યા , કંઇક આવશે, નામનિશાન ભુંસાઈ જાશે.’ ‘ચલ શુરૂ હો જા’ ! અત્યારથી ચાલુ કરશું તો સમય આવે ત્યાં સુધી અંતરની મલિનતાની માત્રા ઘટશે !  સાફ સુથરા થઈ એવા નિર્મળ બનીએ કે કોઈ સફાઈ પેશ કરવાની  જરૂરત ન જણાય ‘ !

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

12 05 2015
pravinshastri

ઘણાં લાંબા સમય પછી વાંચવાનું શરૂ કર્યું છે. આજે તમારો આખો લેખ વાંચ્યો. ઘણી બહેનો તો બિચારી કકલાટ કરતાં ઘણી સાફસૂફી કરતી હોય છે પણ “ભાઈલોગ” ને કુટેવો હોય તે શું થાય!!!! પહેલા તો ભાઈઓ પર ઝાપટીયું વાપરવું પડે.

12 05 2015
12 05 2015
chandravadan

એવીજ રીતે માત્ર બહારથી ચોખ્ખાઈ હોય અને અંતરમાં કાવાદાવા એ ક્યાંનો ન્યાય ? દિલ સાફ, નજર સાફ, વિચાર સાફ અને વર્તન સાફ. તો લાગે કે જીંદગી જીવ્યા. બાકી કંઈક આવ્યા , કંઇક આવશે, નામનિશાન ભુંસાઈ જાશે.’ ‘ચલ શુરૂ હો જા’ ! અત્યારથી ચાલુ કરશું તો સમય આવે ત્યાં સુધી અંતરની મલિનતાની માત્રા ઘટશે ! સાફ સુથરા થઈ એવા નિર્મળ બનીએ કે કોઈ સફાઈ પેશ કરવાની જરૂરત ન જણાય ‘ !
Our Desires for a Better World…but then you witness the REALITY in the Actual Life & one is SAD.
Before I see what is in OTHERS’ Hearts…I try to see WITHIN my Heart….See LOTS of FAULTS and pray to God to REMOVE my DIRTS.
I pray to God to GUIDE those on the WRONG PATHS.
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: