ૐ અને યોગ દ્વારા સ્વાસ્થ્ય

OMsymbol

  • **************************************************************************************

    ‘ૐ’નો નાદબ્રહ્મ પૃથ્વીની ઉતપત્તિ થઈ ત્યારથી બ્રહ્માંડમાં ગુંજી રહ્યો છે.  આ નાદ સહુ પ્રથમ બહ્માંડમાં પ્રસરી રહ્યો જેમાંથી બધી ભાષા, મંત્ર, સ્વર, ગીત ,સંગીતનો જન્મ થયો. માંડુક્ય ઉપનિષદ આખું ‘ૐ’ના   અર્થ સભર છે. ‘ૐ’  પ્રતિકનો અર્થ ખૂબ સંદર્ભવાન છે.  “ૐ” હિંદુ ધર્મનું મુખ્ય પ્રતિક છે. ૐ સાકાર અને નિરાકાર બન્નેને સ્પષ્ટ પણે પ્રદર્શિત કરે છે.  ધાર્મિક દૃષ્ટિએ તે અમૂલ્ય છે. તેનો ઉચ્ચાર શરીરના અણુ અણુમાં સ્પંદન જગાડે છે. ચેતનાનો સંચાર કરે છે.
  • ૐ પવિત્રતાનું ઝરણું છે. તેના ઉચ્ચાર માત્રથી શાંતિનું પ્રતિપાદન થાય છે. ૐ, ત્રણ અક્ષરનો સમુહ  છે. ‘અ’, ‘ઉ’ અને ‘મ’ . સંસ્કૃતમાં કહેવાય છે, ‘અકારા’, ઉકારા’ અને ‘મકારા’. જે ત્રણ અક્ષર સાથે ઉચ્ચારવાથી ઉતપન્ન થયો છે છે. આ ત્રણેય અક્ષરની અસર ખૂબ ગુહ્ય છે. સંસ્કૃતમાં સ્વર ‘અ’ અને સ્વર ‘ઉ’ ભેગા થાય ત્યારે તેનો ધ્વનિ ‘ઓ’ નિકળે. આપણા ધર્મમાં અનેક મંત્ર છે. કિંતુ ‘ૐ’ નો ધ્વનિ અંતઃસ્તલથી શરૂ થઈ સમસ્ત અસ્તિત્વમાં પ્રસરે  છે. તેની અનુભૂતિને શબ્દમાં વર્ણવી ન શકાય. તેનો અનુભવ  આહ્લાદક છે. સારા બદનને ઝંકારકૃત કરવા શક્તિમાન છે.

     ‘ૐ’નું પ્રતિક સમસ્ત ચેતનાના અસ્તિત્વની સૂચના આપે છે.  જો તેને શાંતિથી બેસી ઉચ્ચારીશું તો સમસ્ત બદનને તેનૉ અનુભવ થશે. તેના સ્પંદનો આપણા અસ્તિત્વના અણુએ અણુમાં પ્રસરી જશે. ‘ઑમ”ને  ‘પ્રણવ’ પણ કહેવામાં આવે છે.

    ‘અ’નું ઉચ્ચારણ ગળાના પાછળના ભાગથી થાય છે. જ્યાં જીભ જોડાયેલી છે. તે સમયે ઉદર પર તેની અસર જણાય છે. જેના લાંબા ઉચ્ચારથી ‘સત’ સાથે આપણું જોડાણ શક્ય બને છે. આપણા અસ્તિત્વની સજાગ પણે અનુભૂતિ થાય છે. યોગના આસન દ્વારા ‘અ’ના ઉચ્ચારણથી તમે અનુભવ પામશો કે તમારા બદનના નીચલા ભાગમાંથી કોઈ અદશ્ય અણગમતું તત્વ તમને છોડીને જઈ રહ્યું છે. યોગના આસન કર્યા પછી જ્યારે ‘વિરામ’ ફરમાવાય ત્યારે ‘અ’ના ઉચ્ચારથી કમરની નીચેનનો ભાગ સંપૂર્ણ સિથિલતાનો અનુભવ કરે છે. આ અહેસાસ ખૂબ સુંદર છે . જે અનુભવથી , અભ્યાસથી પ્રાપ્ત કરી શકાય છે. ‘સત’નો અહેસાસ.

    ‘ઉ’નું ઉચ્ચારણ વાતાવરણમાં પ્રસરી રહેલી ઉર્જા સાથે મનનું અનુસંધાન કરે છે. આ અનુભવ આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયોથી પર છે. જેને કારણે મનની શંકાઓનું સમાધાન અને તેમાં સચ્ચાઈનો સૂર સંભળાય છે. ‘ઉ’નું ઉચ્ચારણ જીભ અને તાળવા વચ્ચે બન્ને હોઠને વર્તુળાકારે બનાવી નિસરે છે. આ અવાજ ‘ચિત’ને સજાગ કરી બુદ્ધિને  જગાડે છે.

    ‘મ’ જેને ‘મકારા કહેવાય છે. જેમાં બન્ને હોઠોનો સુભગ સંગમ અને તેના દ્વારા નિકલતો ધ્વનિ ચેતનાને સજાગ કરે છે. આપણા અસ્તિત્વની છડી પોકારે છે. મગજમાં જાણે એવું લાગે કે કોઈ મસાજ કરી રહ્યું છે. મસ્તિષ્કમાં તેના અણુ અણુમાં ચેતનાનો પ્રવાહ વહી રહ્યો હોય તેવો અનુભવ થાય છે. ‘મકારા’ દ્વારા આનંદનો અનુભવ થાય છે.

    ‘ઑમ’ના ધ્વનિ દ્વારા ‘શાંતિ’ની પ્રાપ્તિ જરૂર અનુભવાય છે. દરેક માનવી આ પૃત્વી પર શાંતિ માટે દોડધામ કરે છે. ‘શાંતિ સમસ્ત વાતાવરણમાં અને બદન પર છાઈ જાય છે.  ‘સત’, ‘ચિત’ અને ‘આનંદ’ના સમાગમથી થતો ‘શાંતિ’નો અહેસાસ એટલે “ૐ”.

    ધ્વનિનું બીજ તત્વ “ૐ’માં સમાયેલું છે. જેમાંથી બધા અવાજ અને સંગીત ઉત્પન્ન થયા છે. જેને કારણે ‘ૐ’ને’પ્રણવ’ પણ કહેવાય છે.  જેનામાં સર્જનાત્મક શક્તિ છુપાયેલી છે. ‘અ’, ‘ઉ’, અને ‘મ’ના સમાગમથી બનેલો ‘ૐ’ શરીર, શ્વાસ-ઉચ્છવાસ અને જાગ્રતતાનૉ  ત્રીવેણિ સંગમ રચે છે. ત્રણેને એક તારથી જોડી જીવનની વિણાનું મધુરું ગીત રજૂ કરે છે.

‘ૐ’ અને યોગ વિષે વાંચવાથી તેનો અનુભવ ન થાય. જેમ સાકર ગળી છે તે અનુભવ ત્યારે થાય જ્યારે તેને  મુખમાં મૂકીએ. તેમ ‘ૐ’ની શક્તિનો પરિચય તેના ઉચ્ચારણના અનુભવથી થાય. વારંવાર ‘ૐ’ નું ઉચ્ચારણ તમને ધ્યાનમાં ક્યારે ગરકાવ કરી દે તે કહેવું આસાન નથી. તેનો અભ્યાસ અને અનુભવ જેની સાક્ષી પૂરે છે. એકલા કે સમુહમાં તેનો પ્રયોગ કરી અનુભવને પામો.

યોગના આસન કરતી વખતે  ૐનું ઉચ્ચારણ અને તેનાથી થતા ફાયદા અગણિત છે. ‘અકારા’ના ઉચ્ચારથી તમને અનુભવે સમજાશે કમરથી નીચેના ભાગ પર તેની અસર. ‘ઉકારા’ના ઉચ્ચાર દ્વારા કમરથી ગળા સુધી  અને ‘મકારા’  દ્વારા સમસ્ત મસ્તિષ્કમાં પ્રયોગ કરી જોજો.

         જેને કારણે ‘યોગ’ના વર્ગની શરૂઆત, ૐના ઉચ્ચારણથી થાય છે. જે મગજને તેમજ આખા શરીરને સ્પંદનોથી  ભરી  શાંતિ પ્રસરાવવા શક્તિમાન બને છે. અનેક પ્રકારના દર્દોમાં યોગ અને ૐ બન્નેનું સમન્વય કરી સાજા થયાના દાખલા જોવા મળશે. શ્વાસ અને ઉ્ચ્છવાસ સાથે ૐના નાદથી સમસ્ત વાતાવરણ ગુંજી ઉઠશે ! બે હાથ  જોડી નમસ્કાર કરી ૐ કહીએ ત્યારે તેમાંથી નિકળતી ઉર્જાનો અનુભવ સહુ કોઈને સ્પર્શે . ૐ એક અદભૂત તત્વ છે. જેનો સમગ્ર વિશ્વએ ખુલ્લા દિલે સ્વિકાર કર્યો છે.

આજના અણુ યુગના જમાનામાં ‘ૐ અને યોગનો’ સમન્વય  દરેક મનુષ્યને શક્તિ અને શાંતિ પ્રદાન કરવાનું  અમોઘ શસ્ત્ર છે !

 

4 thoughts on “ૐ અને યોગ દ્વારા સ્વાસ્થ્ય

  1. પહેલા તો તમારો…..ખૂબ ખૂબ આભાર….!!!🌷🌷🌷

    મને ઓમ શબ્દ વિષે કોઈ વધુ માહિતી ન હતી, અહિંયા ઓમ
    શબ્દની માહિતી થી તમે અમને અવગત કર્યા અને સારી રીતે
    સમજ પાડી અને સરલ શબ્દોમાં અને આવી જ રીતે આપણા પુરાણો માહિતી આપો અેવી મારી તમને વિનંતી.

    🌹🌹🌹 સત્ય મેવ જય તે 🌹🌹🌹

Leave a reply to અલ્પેશ પટેલ જવાબ રદ કરો