કયા સંબંધે ?

15 05 2015
brand

brand

 

 

 

 

 

 

 

 

બાંધે તે બંધ ! હવે ક્યારે, કોની સાથે , કેટલા સમય માટે સંબંધ બંધાય એ તો બાંધનાર પર આધાર રાખે છે. અમુક સંબંધ જન્મ લેતાંની સાથે પ્રાપ્ત થાય છે. જેમા સર્જનહાર તમને નિર્ણય લેવાનો હક્ક નથી આપતો! તે ખૂબ ચાલાક છે. જેવાં કે માતા, પિતા, ભાઈ ,બહેન, નાના, નાની, દાદા, દાદી . બસ વણ માગ્યે મળેલાં હોય છે. જે જન્મની સાથે જીંદગીના અંત સુધી સાથ નિભાવે છે.

મિત્રો મન પસંદ જરૂર પ્રાપ્ત થાય છે. તેમાં પણ અનેક પ્રકાર. તાળી મિત્રો, ખાવા માટે, ભણવા કાજે, જ્યારે કોઈક દિલોજાન મિત્ર. બગીચામાં દિલ ખોલતા મિત્રો તેમ છતાં ક્યારે કોણ બદલાય તેની કોઈ ખાત્રી નહી ! કયાં બંધાઈ જાય, બાકી સંબંધ તો ગમે ત્યારે  ગમે તેની સાથે બંધાઈ જાય છે. કેટલો નભે છે તે અગત્યનું છે.

પતિ અને પત્નીના સંબંધની વ્યાખ્યા ૨૧મી સદીમાં જડમૂળથી બદલાઈ ગઈ છે. તે વિશે લખીને તમારો કે મારો સમય બરબાદ નહી કરું. કિંતુ એ સંબંધ ખૂબ પવિત્ર અને અગત્યનો છે એમાં બે મત નથી!

“ઘણી વાર સંબંધને નામ ન આપવામાં મઝા છે” !

ગયા મહિને બગિચામાં આંટા મારતી હતી, ત્યાં સામેથી કપાળમાં આઠ આના જેવડો મોટો ચાંદલો કરીને આવતા ભારતિય બહેન દેખાયા. અમેરિકામાં આ જોવું ખૂબ ગમે. નમસ્કાર કરી વાતે વળગી. દિલ્હીના હતા. કેવું સુંદર નામ, ‘કુમકુમ’.

‘યહાં ધનિયા નહી મિલતા ક્યા’?.

મેં કહ્યું ,’બહોત મિલતા હૈ’. મારી સાથે ઘરે લાવી તેમને આપ્યા. ખૂબ ખુશ થઈ ગયા. પછી તો એવી મૈત્રી થઈ ગઈ કે તમને નવાઈ લાગશે. દીકરીને ત્યાં આવ્યા હતાં. મારી સાથે બહાર લઈ જતી. તેમને ખબર પડીકે મેં ભજન લખ્યા છે.  એક દિવસ ઘરે આવ્યા.

“આપકે લિખે હુએ ભજન ,આપ ગાઓગી ઔર આપ બજાઓગી.’

હું તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ. હું શીખું કે ન શીખું મેં વળતો જવાબ આપ્યો, ‘ આપ જો કહ રહી હૈ વો સુનનેકા ભી મુઝે અચ્છા લગા’. એ બહેન સંગિતના વિશારદ હતાં. ખૂબ સુંદર ગાતાં અને ઘણા બધા વાજિંત્રો વગાડતાં. મારી મોટી વહુ પાસે ‘કી બૉર્ડ’ હતું. મને તરત આપી ગઈ. કી બૉર્ડ પર માત્ર સા રે ગ મ  વગાડતા આવડતું હતું. પ્રેમથી મને ભજન ગાતાં અને વગાડતા શિખવ્યું. કયા સંબંધે ? જીંદગીભરનો નાતો જોડાઈ ગયો.

આ લાંબી જીંદગીમાં ઘણા સંબંધ જોડાયા, ઘણા નાનીસી ગેરસમજમાં છૂટી ગયા. દરેક સંબંધ મન પર છાપ મૂકતા ગયા. સુખદ યા દુખદ. જીવન તો તેની એકધારી ગતિએ ચાલવાનું. નાના જુવાનિયાઓ પણ પ્રેમથી સંબંધ બાંધે છે. ભુલકાંઓનો નિર્મળ પ્રેમ તો જીવનનો પ્રાણવાયુ બને છે. ઘણી વાર પાછાં તેમની સાથે બાળક બની બન્ને હાથે, લહાવો માણવાની મોજ લુંટું છું.

એટલે તો કહેવાય છે, સાચું ખોટું રામ જાણે ! ” સગાં છે તે વહાલા નથી અને વહાલાં છે તે સગા નથી”! તેમા સંપૂર્ણ સત્ય નથી. સગાં સ્ટીલના વાસણ જેવાં છે. ખખડે અને પાછા હળીમળી જાય. જ્યારે અમુક સંબંધ કાગળના યા પ્લાસ્ટિકના ફુલ જેવા છે. કદી કરમાય નહી. વિલાય નહી. તેમાંથી કદાચ અત્તરની ખુશ્બુ આવે અને ઉડી જાય. ત્યારે ઘણા સંબંધ મહેકતા અને ચહેકતા હોય છે. ‘ચાર મિલે ચોંસઠ ખીલે”.

મારી સહેલી સમાજને મદદ કરવાની ધુણી ધખાવીને બેઠી છે. જરૂરતમંદોને માટે ખડે પગે તૈયાર. કેટ કેટલા આશિર્વાદ મેળવે છે. તે માત્ર નિજાનંદ માટે આ કાર્ય કરે છે. કોઈ પણ જાતની અપેક્ષા વગર. ઈશ્વર કૃપાથી શરીર તેમજ પૈસાનું સુખ છે. આ સંબંધને શું નામ આપીશું ? કહે છે આખી જીંદગી સમાજ પાસેથી મેળવ્યું છે. હવે કાઢ્યા એટલા કાઢવાના નથી. મારી ફરજ બને છે સમાજનું ઋણ ચૂકવવાનું. કેવા ઉમદા વિચાર. નથી તેને સત્તની લાલસા ! નથી તેને મુગટ પહેરવાની તમન્ના !

કુટુંબને કાજે , પાડોશી ધર્મે કે પછી જાન પહેચાનવાળા માટે તત્પરતા એ સંબંધ ગુલાબ માફક ફોરમ ફેલાવે. બાકી જીવન તો સહુ કોઈ જીવે છે. સંબંધના બંધ એવા હોય કે ‘સુનામી’ તેને ડગાવી ન શકે. વર્ષાની ઝડી ભિંજવી ન શકે ! બળબળતો તાપ તેનું રૂપ હરણ ન કરે! શિયાળાની હિમ વર્ષામાં તે ઠરી ન જાય !

 

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

15 05 2015
jayshree

nice artical enjoy reading all your post.

15 05 2015
pareejat

સુંદર

16 05 2015
chandravadan

કુટુંબને કાજે , પાડોશી ધર્મે કે પછી જાન પહેચાનવાળા માટે તત્પરતા એ સંબંધ ગુલાબ માફક ફોરમ ફેલાવે. બાકી જીવન તો સહુ કોઈ જીવે છે. સંબંધના બંધ એવા હોય કે ‘સુનામી’ તેને ડગાવી ન શકે. વર્ષાની ઝડી ભિંજવી ન શકે ! બળબળતો તાપ તેનું રૂપ હરણ ન કરે! શિયાળાની હિમ વર્ષામાં તે ઠરી ન જાય !…Saras !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !

16 05 2015
pravina Avinash

જોવા જઈએતો તમારે અને મારે શું સંબંધ?. આ તો સુંદર પરિંણામ છે, ” મન માનસ અને

માનવી” બ્લોગનું ! મળતા રહીશું, સંબંધનો બંધ મજબૂત બનાવશું. ખૂબ ખૂબ આભાર.

પ્રવિનાશ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: