શું શોધું છું ?

24 05 2015
searching

searching

******************************************************************************************************************************************************

જીવનમાં શાને માટે આટલી બધી ધાંધલ અને ધમાલ, સવારથી ઉઠીએ ત્યારથી શાની શોધ ચાલે છે. હવે તો ‘બહોત ગઈ ને થોડી રહી’, જેવા હાલ છે. આખી જીંદગી હવાતિયા માર્યા. મનવા, હવે તો શાંતિ રાખ! ક્યારે આ ઈશ્વર અર્પિત જીવન પુરું થઈ જશે, ખબર પણ નહી પડે ? દોડધામ ઓછી કર ! એનો અવળો અર્થ ન કરશો ! કે હવે કાંઇ બાકી નથી કરવાનું એટલે,’આળસુ બન’.

રોજ સૂરજ ઉગે છે. ક્યારે પણ રજા પાડતો નથી. હા, જ્યારે વાદળા તેને ઢાંકે છે ત્યારે ફરિયાદ કરતો નથી ! હટી જાય એટલે પાછો ઝળહળતો પ્રકાશી ઉઠે છે. જીવનમાં નિયમિતતા આવશ્યક અંગ બની ગઈ છે. જેને કારણે મગજ ખોટી દિશામાં દોડતું નથી. ૨૪ ને બદલે ક્યારે ૨૩ કે ૨૫ કલાકનો દિવસ હોય એવું સાંભળ્યું છે? ઉત્તર છે, ના.બારીની બહાર નજર કરીશું તો દેખાશે , સહુ ક્યાંક જઈ રહ્યા છે. દરેકની દિશા અને ધ્યેય અલગ છે. સવારથી નિકળેલાં સાંજે થાક્યા પાક્યા ઘરે આવે , વળી પાછો સૂરજ ઉગ્યો નથી અને ચાલુ !

પ્રવૃત્તિમય જીવન એ સ્વસ્થ  સમાજની નિશાની છે. તેનો અર્થ એ તો નહી કે બે પાંચ પળ શાંતિનો શ્વાસ ન  લેવો! નાના હતા ત્યારે ધિંગામસ્તી અને ચોપડીઓ. માર્ગ દર્શનના અભાવે મનમાન્યું કરી બાળપણ વિતાવ્યું. ઘણા યાદગાર પ્રસંગો બન્યા. સ્મૃતિપટ પરથી એક પછી એક ભૂંસાઈ ગયા. કોઈ પ્રસંગ યા વાતના સંદર્ભમાં તે પાછા સપાટીએ આવે અને વળી ભૂગર્ભમાં દટાઈ જાય. સમઝણ આવતાંની સાથે બસ બધું શિખવાની તમન્ના. મિત્રોની સંગે જાત જાતના શોખ કેળવ્યા. રખે માનતા ઘરકામમાં પાછા પડવાનું.

ભલુ થજો તે જમાનામાં આ ટી.વી., ફૉન, વિડિયો ગેમ પ્રચલિત ન હતા. ટેલિફોન રળ્યા ખળ્યા.  ફાઝલ સમય એટલે મમ્મીને રસોડામાં મદદ કરવાની. મોટાઈ સાથે રમી રમવાની. મનગમતા ચોપાનિયા અને ચોપડીઓ વાંચવાની. ક્યારેય પણ જીવનમાં શું કરીશું, શું પામીશું તેનો વિચાર નહી. સારા સારા વાક્યોનું કર્ણપટે અથડામણ. સારા બનવું. બની શકે તો કોઈને મદદ કરવી વડિલોની આમન્યા જાળવવી. આ બધા પાઠ ભણવાની સોનેરી તક સાંપડી. લલિત કળાઓ શાળામાં શિખવતા. રમત ગમતથી પરિચિત કરવા માટે ‘ફેલોશિપ સ્કૂલનો’ અભિગમ હમેશા પ્રોત્સાહિત રહ્યો. દેશભ ક્તિની જાગૃતિ સુંદર શિક્ષણ દ્વારા. કબીર. મીરા, નરસિંહ, અખો,  રહિમ સહુના કામથી પ્રભાવિત છતાં સવાર પડે ને દિશાહીન પ્રવૃત્તિઓમાં ગળાડૂબ.

હવે સમય ઘણો અલગ છે. આજનું બાળ માનસ પણ શું કરવું છે, તે કાજે દૃઢ મનોબળ ધરાવે છે.  જ્યારે, શું કરવું, શું પામવું, વગર કારણે દોડવુંના પરિણામથી અપરિચિત.આજનો યુવાન ખાઈ પીને ડિસ્કોમાં ડાંસ કરવાનું સમજ્યો છે. જાગ, ઉભો થા, નિજ જીવનના ઉંડાણમા જો ! તારી પોતાની શક્તિ અને સામર્થ્યને ઓળખ.  આપણે માત્ર વૉટ બેંક નથી. ભારતના રૂપિયાની હાલત જો. કદાચ તે ગણિત ઉંધું થાય તો? ફરકી ગયુંને સ્મિત તારા મુખારવિંદ પર ?

આજના સમાજ પર સહુથી મોટી અસર છે આ ‘મિડિયાની’ ! યુવાનોને ગેર રસ્તે દોરવે છે. સારું કશું પ્રસરણ કરતા નથી. રોજ પહેલે પાને અને ત્તાજાખબર ‘રેપ’ ના આપે છે.  સલમાન ખાન અને અમિતાભને પહેલે પાને ચમકાવી અન્ના હજારે જેવાને ગળે ટુંપો ઘાલે છે !

શું જોઈએ છે? શાને માટે આટલી દોડધામ સવારથી સાંજ સુધી ? માત્ર વાંચવા ખાતર પણ ‘સાયન્સ ફિક્શન’ અને ‘ડિટેક્ટિવ’ ચોપડીઓ કરતાં, બ્રહ્મર્ષિ અરવિંદ, રાજર્ષિ મહાત્મા ગાંધી અને દેવર્ષિ રવિન્દ્રનાથ ટાગોરના પુસ્તકો વાંચે તો તેમાંનુ એકાદ વાક્ય હૈયા સોંસરવું ઉતરી જાય ખરું ?

પ્રયોગશાળામાં વૈજ્ઞાનિકો ઘણી શોધખોળ પ્રયોગો દ્વારા કરે છે. જો આજનો યુવાન માનસશાસ્ત્રિય સ્તરે કાંઈક કરે તો ભારતનો નકશો બદલી શકવાની તાકાત તેનામાં છે. આજે ભારત ‘યુવાધન’ માટે સારા જગતમાં પહેલે નંબરે છે ! યુવાધન વેડફાતું સહન નથી થતું. ભારત જાંઉ છું ત્યારે ‘યુવાનો નવરા ધુપ’ ફરતાં નજરે પડે છે. જાણે કોઈ દિશા ન હોય જીવનની. યા રંગરેલિયા મનાવવામાં મશગુલ છે. બહા્ના નિત નવા સાંભળવા પામું. ઘણી વખત પરિસ્થિતિ વિચાર માગે તેવી હોય છે. નિત્ય પ્રયત્ન કરી રસ્તો શોધવો એટલો મુશ્કેલ નથી. ઘણાને તો રાતોરાત પૈસા કમાવા હોય છે. તે ત્યારે શક્ય બને જો લૉટરી લાગે,યા સટ્ટા બજારમાં પાસા સવળા પડે!

યુવાનોની વાત ક્યાં કરીએ, મારા જેવી ઉમરનાને પણ તકલિફ છે. વારે વારે ઘરના વાતાવરણના બહાના સાંભળવા મળે છે. હમેશા પોતાના ગુન્હા યા અણાઅવડત બિલોરી કાચથી જોવા અને અન્યના સૂક્ષ્મદર્શક યંત્ર વડે. તમે પછી મને કહેશો આખો નજારો બદલાઈ જશે. આખરે વાત કરવાનો મોકો મલ્યો છે તો કહી દંઉ કઈ દિશા તરફ જઈશ?

પહેલી દિશા કોઇને નહી નડવાની. જે ઉર્ધ્વગમન કરવામાં સહાય રૂપ થશે.

બીજી દિશા વગર પૂછે કોઈ પણ વાતમાં માથું મારવાની. જીવનમાં આવતી અડધી મુશ્કેલીઓ સર થશે.

ત્રીજી દિશા બને તેટલો સંગ્રહ ઓછો કરવાનો ! જેથી ગેરહાજરીમાં પાછળવાળાને અગવડ ઓછી પડે.

ચાર દિશા હોય તેથી અંતે ચોથી દિશા પોતાના કાર્યમાં ગળાડૂબ.. કારણ વગર વાણીનો વ્યર્થ વ્યય ન કરવો.

જીવનમાં શું શોધીએ છીએ તે કદાચ નહી મળે. પણ વગર શોધીએ જે જોઈએ છે તે “શાંતિ” જરૂર પ્રાપ્ત થશે !

Advertisements

ક્રિયાઓ

Information

6 responses

24 05 2015
મૌલિક રામી "વિચાર"

🙂 બહુ જ સાચી વાત

28 05 2015
vibhuti

very possitive

25 05 2015
chandravadan

યુવાનોની વાત ક્યાં કરીએ, મારા જેવી ઉમરનાને પણ તકલિફ છે. વારે વારે ઘરના વાતાવરણના બહાના સાંભળવા મળે છે. હમેશા પોતાના ગુન્હા યા અણાઅવડત બિલોરી કાચથી જોવા અને અન્યના સૂક્ષ્મદર્શક યંત્ર વડે. તમે પછી મને કહેશો આખો નજારો બદલાઈ જશે. આખરે વાત કરવાનો મોકો મલ્યો છે તો કહી દંઉ કઈ દિશા તરફ જઈશ?

પહેલી દિશા કોઇને નહી નડવાની. જે ઉર્ધ્વગમન કરવામાં સહાય રૂપ થશે.

બીજી દિશા વગર પૂછે કોઈ પણ વાતમાં માથું મારવાની. જીવનમાં આવતી અડધી મુશ્કેલીઓ સર થશે.

ત્રીજી દિશા બને તેટલો સંગ્રહ ઓછો કરવાનો ! જેથી ગેરહાજરીમાં પાછળવાળાને અગવડ ઓછી પડે.

ચાર દિશા હોય તેથી અંતે ચોથી દિશા પોતાના કાર્યમાં ગળાડૂબ.. કારણ વગર વાણીનો વ્યર્થ વ્યય ન કરવો.

જીવનમાં શું શોધીએ છીએ તે કદાચ નહી મળે. પણ વગર શોધીએ જે જોઈએ છે તે “શાંતિ” જરૂર પ્રાપ્ત થશે ! These are the Pravina Words @ the end of this Post.

AND CHANDRA WORDS>>>

“નવયુગ”માં જે થઈ રહ્યું છે તેને શબ્દોમાં કહ્યું,

“ભુતકાળે”શું થતું હતું તેમાં બદલાવ છે એવું થયું,

છતાં…”કળિયુગ”માં તો આવું થતું જ રહશે એવું મેં કહ્યું,

આ જે થઈ રહ્યું છે તે આમને આમ થાય છે ?

ના, જે ગમ્યું ના ગમ્યું એ બધું જ પ્રભુ ઈચ્છાથી થાય છે,

કેવી દિશા જીવન સફરે લેવી તે માટે માનવી સ્વતંત્ર છે,

જો આત્મપૂકારથી એ ચાલશે તો ખરી દિશા જરૂર મળશે !

>>>ચંદ્રવદન
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !

25 05 2015
pravina Avinash

તમારી વાત સાથે સહમત છું. આત્માનો અવાજ સાચું માર્ગદર્શન પુરું પાડશે.

પ્રવિનાશ

28 05 2015
vibhuti

beautiful

26 05 2015
pareejat

sundar lekh. aapni paasethi haju ketlu badhu shikhvanu baki chhe.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: