આ દુનિયા !

26 05 2015
confused

confused

****************************************************************************************************************************************

જ્યરે હોશમાં હું  હોંઉ

ત્યારે બેહોશ માને છે

બેહોશીમાં કરેલા કામની

શાબાશી આપે  છે

******************

જ્યારે રડતી હોંઉ છું

ત્યારે નિઃસહાય માને છે

જ્યારે ખુશ હોંઉ છું

ત્યારે બેફામ માને છે!

——————-

જ્યારે ભૂખી રહું  છું

ત્યારે ‘ડાયેટ’ પર માને છે

જ્યારે ખાતી હોંઉ  છું

ત્યારે ખાઉધરી માને છે!

———————

જ્યારે પ્રવૃત્તિ કરું  છું

ત્યારે વર્કૉહોલિક માને છે

જ્યારે નિષ્ક્રિય હોંઉ છું

ત્યારે આળસુ માને છે!

——————–

જ્યારે નિરાશાવાદી હોંઉ

ત્યારે મુજથી મુખ મોડે છે

જ્યારે આશાવાદી હોંઉ

ત્યારે  અહંકારી માને છે!

———————-

જ્યારે નજદિક હોંઉ

ત્યારે દૂર માને છે

જ્યારે દૂર હોંઉ

ત્યારે હાશ અનુભવે  છે!

———————–

જ્યારે મને દર્દ હોંય

ત્યારે નાટક લાગે છે

જ્યારે  સ્વસ્થ  હોંઉ

ત્યારે  અદેખાઈ કરે છે!

—————-

જ્યારે પ્રેમથી વરતું

ત્યારે શંકા કરે છે

દિલની વાત સુણી

માનવાનો ઈન્કાર કરે છે

———————

મારામાં કશું નથી

છતાં ઈર્ષ્યા કરે છે

જેવી છું તેવી રહું

તો નાપસંદ કરે છે

****************

પ્રવૃત્તિમાં કાર્યશીલ હોંઉ

ત્યારે અસંગત લાગે છે

નિવૃત્ત રહુ ત્યારે મને

અર્થહીન ગણે છે

Advertisements

ક્રિયાઓ

Information

13 responses

26 05 2015
pareejat

bahu j sundar

26 05 2015
NAVIN BANKER

ઇસીકા નામ દુનિયા હૈ , પ્રવિણાજી !
નવીન બેન્કર

26 05 2015
pravinshastri

પ્રવિણા બહેન. માત્ર બે શબ્દોજ…”વાહ, વાહ.”
આભાર સહિત રિબ્લોગ કરું છું.

26 05 2015
pravinshastri

Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
આ દુનિયાની વાસ્તવિકતા એ બે ધારી કરવત જેવી છે. જતાં અને આવતાં બન્ને રીતે તમને વહેરતી રહે છે. પ્રવિણાબહેને એમના મુક્તકોમાં ખૂબ સરસ રીતે આ વાત રજુ કરી છે.

26 05 2015
Sharad Shah

મુલ્લા નસરુદ્દીનનો દિકરો ફઝલુ, ત્રણેક વર્ષનો હતો. મુલ્લાએ તેને એક છ ફુટ ઉંચા પત્થર પર મુક્યો અને કહ્યું, ” બેટા, કુદકો માર.”
ફઝલુ કહે,” ના, પડી જવાય તો?”
મુલ્લા કહે,” અરે! બીવે છે શું? હું છું ને, પકડી લઈશ.”
ફઝલુએ ભુસકો માર્યો કે મુલ્લા આઘા ખસી ગયા અને ફઝલુ જમીન પર પટકાયો. રડતા રડતા બોલ્યો,” ટમે ટો કહેતા…તા.. પકડી લઈશ.”
મુલ્લા કહે,” બેટા, આના પરથી પાઠ શીખ કે સગા બાપનો પણ આ જગતમાં વિસ્વાસ ન કરવો.
……………………………………..
એકવાર ફઝલુ કોઈની સાથે ઝગડ્યો અને ઝગડામાં તેના કપડાં ગંદા થયા અને ફાટી ગયા. વળી હાથમાંથી લોહી નીકળતું હતું.એવી સ્થિતિમાં ઘેર આવ્યો. મુલ્લાએ જોયું અને ફઝલુને એક લાફો માર્યો અને કહ્યું,” હરામ જાદા, માર ખાઈને આવ્યો?, મારું નામ બોળ્યું? નાલાયક, આ લાફો યાદ રાખજે, અને સબક લે જે, કે કદી માર ખાઈને ન ઘેર આવવું.
બીજા એક દિવસે ફઝલુ ઈન્ટરનલ એક્ઝામનુ રીઝલ્ટ લઈ નીચા મોઢે ઘેર આવ્યો અને મુલ્લા સમજી ગયા કે ભાઈ નપાસ થઈને આવ્યા છે. એટલે એક લાફો ઝીકી દીધ અને કહ્યું,” અરે! હરામખોર, મારો દિકરો થઈ તું નપાસ પઈને આવ્યો? આ લાફો એટલે માર્યો કે તું સબક લે કે ક્યારેય નપાસ થઈને ઘેર નહી આવે.
આજે તો ફઝલુ એકદમ ખુશ થતો થતો ઘેર આવી રહ્યો હતો. સ્કુલની ફાઈનલની એક્ઝામમાં પ્રથમ નંબરે આવેલ. વળી કોઈની જોડે ઝગડી, માર પણ નહતો ખાધો, અને કપડાં પણ એકદમ ચોખ્ખા હતાં. ખુશ થતાં થતાં ઘરમાં પગ મુક્યો અને મુલ્લાએ એક જોરથી લાફો તેના ગાલે જડી દીધો. ફઝલુને ઘડીભર તો તમ્મર આવી ગયા અને રડતાં રડતાં બોલ્યો,” આજે શેના મારો છે? આજે તો હું પ્રથમ નંબરે પાસ થયો છું. કોઈની સાથ નથી ઝગડ્યો, નથી કપડા ગંદા કે નથી કોઈનો માર ખાધો?”
મુલ્લા કહે,” બેટા, આ લાફાથી સબક લે, કે દુનિયામાં ક્યાંય ન્યાય નથી.”

26 05 2015
pravina Avinash

આપનો ખૂબ ખૂબ આભાર. આવો સરસ પ્રતિભાવ જ કલમમાં કલા કંડારે છે .

પ્રવિનાશ

27 05 2015
chandravadan

પ્રવિણાબેન,

તમે આ પોસ્ટ દ્વારા માનવ સ્વભાવના જુદા જુદા રંગોનું દર્શન કરાવ્યું.

જે સૌને જણાવ્યું એ સર્વમાં જ આ “સંસાર” સમાય છે.

એથી જ…..જ્ઞાનીજનો કહે ઃ

આ સંસાર છે….કર્મ કરો તો ટીકા…કર્મ ના કરો તો પણ ટીકા.

સંસારને જીતવો અસંભવ છે.

માટે આત્માપૂકારને સાંભળી “કર્મો તારા કરતો રહે, અને પરિણામની ચીન્તાઓ તું છોડ !”

>>>ચંદ્રવદન
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
See you @ Chandrapukar for the New Post !

27 05 2015
Rajul Kaushik

દુનિયા બે ધારી તલવાર જેવી છે. કોઇપણ દિશામાં પકડો તમે તો છોલાવાના જ.
આ દોરંગી દુનિયાની ફિતરત સાવ સાચી અને સરસ રીતે વ્યક્ત કરી છે તમે.

28 05 2015
Datta Manhar Shah

પ્રિય પ્રવિણા ,

તારૂ લખાણ ગમ્યું પણ મનમાં ઘણા વિચારો ઉઠ્યા। દુનિયા તો આવીજ હતી, છે અને રહેશે। ખુબ ઊંડી આત્મશ્રદ્ધા તથા પ્રમાણિક પણે ચકાસેલ આત્મ વિશ્વાસજ આપણને સાચી શાંતિ,આનંદ આપી શકે અને ઉર્ધ્વગામી બનાવી આપણી મંઝિલ તરફ લઇ જઈ શકે।

દત્તાની પ્રેમ ભરી યાદ

28 05 2015
Sunil Mehta

Waah

Sunil V. Mehta

28 05 2015
Archita Dipak Pandya

Najuk saty ….bahu j sundar pravinaben !

28 05 2015
Smita Ajit Shah

Hi,
I did read this article …Duniya….the day you sent……and I did like it also….any way it is good….I saw 11 comments but I could not put 12 th comment…..that is why I am sending you email.

Smita

29 05 2015
Purvi Malkan

Gami
Purvi Malkan

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: