કોણે બદલાવાનું ?

29 05 2015
why

why

******************************************************************************************************

રંગે ચંગે સુકેતુ સોનાને પરણીને ઘરમાં દાખલ થયો. આનંદ ઘરને ખૂણે ખૂણેથી ગાજી રહ્યો હતો. મંગલ ગીતો ગવાયા. સોનાએ ઘરમાં કુમકુમના પગલાં પાડ્યા. પેલી નાની સલોની તો ભાભીને જોઈને ખૂબ હરખાતી હતી. તેની બહેનણીઓના ઘરમાં  ભાભી અને બનેવીઓ જોઈને રોજ માનું માથું ખાતી .

‘મા, મારે કોઈ બહેન નહી એટલે જીજાજી તો નથી જ આવવાના ! ભાભી ક્યારે આવશે’?

મમ્મી પ્રેમથી સમજાવતી બેટા, ‘તારો ભાઈ ભણવાનું પુરું કરે, બે પૈસા કમાય પછી ભાભી આવે ને ‘!

‘હેં મોટાભાઈ તું ક્યારે મોટો થઈશ, કમાઈશ અને પછી ભાભી લાવીશ’?

એવું કાલુ કાલુ બોલીને બધાનું દિલ બહેલાવતી . સુમન અને સુનિલ બન્ને જણાનો સુખી સંસાર જોઈ આડોશી પાડોશી ઇર્ષ્યા કરતા. તેઓ કદી કોઈની ચિંતા કરતા નહી. સુકેતુ અને સલોની તેમને માટે હૈયાનો હાર હતા. સુનિલના માતા પિતા જીવતાં હતા ત્યાં સુધી સાથે જ રહેતા. ખરું પૂછો તો આવું સુંદર ઘર સુનિલના મમ્મીએ સજાવ્યું હતું અને પપ્પાએ વસાવ્યું હતું. બન્ને બહેનો પરણીને સાસરે ગઈ. અવારનવાર આવતી અને ભાભીનો પ્રેમ પામતી. ભાઈ અને બહેનનો પ્રેમ જોઈ સુનિલની મમ્મીનો આત્મા ઠરતો. તેમને થતું સુંદર વહુ આવી અને ઘરનું આંગણ દીપી ઉઠ્યું.

સુમન શું લગ્ન પછી બદલાઈ હતી ? ખબર નથી પણ પતિ સુનિલના પ્રેમમાં પોતાનું વર્તન ખૂબ સ્વાભાવિક રાખ્યું હતું. જેમ તે પોતે પોતાના માતા અને પિતાને ચાહતી હતી તેવી રીતે સુનિલના માતા અને પિતાને પ્રેમ આપ્યો. ભારતિય સંસ્કૃતિમાં દીકરી પરણે ત્યારે સાસરીમાં સમાઈ  જાય. જેમ દૂધ સાકર ભળે અને મિઠાશ પ્રસરાવે તેમ ! જો તે પિયરનો રૂઆબ લઈને આવે તો દૂધમાં ખટાશ ભળે તેવા હાલ થાય. પછી એમ ન કહી શકાય કે દીકરી બે કુટુંબ તારે ?

સલોનીની  ભાભી યથા સમયે આવી. ૨૧મી સદીની હતી. બહુ સંસ્કૃતિ વિશે જાણતી નહી પણ આદર આપવો પામવો તેમા કાબેલ હતી. ધીરે ધીરે ઘરમં સહુના દિલ જીતી લીધાં. સુમને વહુને ખૂબ પ્રેમથી આવકારી હતી. સુકેતુ પોતાની પસંદની સોના સાથે પરણ્યો. સુમનને તેનો શું પરિચય. દીકરો કહે, મારે સોના સાથે પરણવું છે. પ્રેમથી ગળે લગાડી, વહાલ કરી આશિર્વાદ આપ્યા.

લગ્ન પછી ભારતિય સંસ્કૃતિ અનુસાર દીકરી પિયર ત્યજીને સાસરીમાં ઉમંગભેર આવકાર પામે છે. આ ધારો કાંઇ આજનો નથી ! સદીઓથી આમ ચાલતું આવ્યું છે. જેમ સોના સાસરે આવી તેમ સુમન પણ આવી હતી. સલોની એક દિવસ જશે ! જેમ સુમન, સાસુ બની તેમ સોના ભવિષ્યમાં દીકરો યા દીકરી આવે પછી બનશે! આ નિયમ વણ લખ્યો છે. જે સતત અસ્તિત્વ ધરાવે છે.

જે છીએ તે રહેવાના. અંદર કંઈ અને બાહર કંઈ એ ઝાઝુ નહી ટકવાનું. બદલાવ જીવનમાં હમેશા આવકાર્ય છે. આ રંગબદલતી દુનિયામાં એ પ્રક્રિયા ૨૪ કલાક વણથંભી ચાલુ રહેશે.

સલોની તો ભાભી આવતાં ખુશખુશાલ બની. નાની નણદી ભાભીને  વહાલથી ભેટી. સુકેતુ ખૂબ ખુશ થયો. સુનિલ તો બધાની ખુશીમાં રાજી. સોના નોકરી કરતી હતી. સલોની કૉલેજીયન અને સુકેતુ તેમજ સુનિલ પોતાના વ્યવસાયમાં વ્યસ્ત. સુમને ઘરનો વ્યવહાર જેમ સાચવતી તેમ ચાલુ રાખ્યો. સમય અનુસાર સોના જેમ મમ્મીને સહાય કરતી હતી તે પ્રમાણે સુમન , સુકેતુની મમ્મીને કરી રહી.

આવી પરિસ્થિતિ જો હોય તો કોણે બદલાવાનું ?

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

29 05 2015
Mahendra Shah

Mahendra Shah

Good!

Sent from my iPhone

29 05 2015
29 05 2015
Purvi Malkan

sundar
Purvi Malkan

30 05 2015
chandravadan

Saras !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: